પાકિસ્તાનના જાણીતા હિન્દુ ડૉક્ટરની હોળી પર હત્યા, ડ્રાઈવરે ગળું કાપી નાખ્યું

PC: bhaskar.com

પાકિસ્તાનના સિંધ પ્રાંતના હૈદરાબાદમાં હોળીના અવસર પર એક સ્કીન સ્પેશિયાલિસ્ટ ડૉકટરની છરાથી ગળું કાપીને હત્યા કરી દેવાં આવી છે. ડૉક્ટરની આ પ્રકારની હત્યાથી સિંધ પ્રાંતમાં લઘુમતી હિન્દુઓના ડર ઉત્પન્ન થઈ ગયો છે. મોટા ભાગે અહીં હિન્દુઓની હત્યા, છોકરીઓનું ધર્માંતરણ અને બળજબરીપૂર્વક લગ્નના કેસ સામે આવતા રહે છે. પાકિસ્તાની અખબાર ‘ધ નેશન’ના રિપોર્ટ મુજબ ડૉ. ધર્મદેવ રાઠીની તેમના જ ડ્રાઇવરે હત્યા કરી દીધી હતી, ત્યારે તેઓ મંગળવારે રાત્રે ઘરે ફરી રહ્યા હતા.

SSP અમજદ શેખે કહ્યું કે, ડ્રાઇવરે તેમનું છરા વડે ગળું કાપી દીધું. રાજ્ય સરકારના લઘુમતી કલ્યાણ મંત્રી ડૉ. જ્ઞાનચંદ ઇસરાનીએ કહ્યું કે, અમે આ ઘટનાનો રિપોર્ટ માગ્યો છે. હાલમાં હત્યારાની ધરપકડ કરી લેવામાં આવી છે, જેનું નામ હનિફ લેઘારી છે. કેટલાક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે તેમનો ડ્રાઈવર ડૉકટરના હોળી રમવાથી નારાજ હતો અને એટલે તેની હત્યા કરી દેવામાં આવી. જો કે, પ્રશાસને તેની પુષ્ટિ કરી નથી. SSP અહમદ શેખે કહ્યું કે, રસ્તામાં ડૉક્ટરની હનીફ લેઘારી સાથે બહેસ થઈ હતી.

આ દરમિયાન ગુસ્સે ભરાયેલા ડ્રાઇવરે તેની નિર્દયતાથી હત્યા કરી દીધી. હત્યા બાદ ડ્રાઈવર ઘટનાસ્થળ પરથી ફરાર થઈ ગયો અને તેના માટે તેણે ડ્રાઈવરની કારનો જ ઉપયોગ કર્યો હતો. ઘટનાની જાણકારી મળતા પોલીસે વિસ્તારની ઘેરાબંદી કરી તો તેની કાર સહિત ધરપકડ કરી લેવામાં આવી. ધર્મદેવ રાઠી એક જાણીતા સ્કીન સ્પેશિયાલિસ્ટ હતા અને તેમનો પરિવાર અમેરિકામાં રહે છે. તેઓ સરાકરી સેવામાં હાલમાં જ રિટાયર થયા હતા અને ત્યારબાદ પોતે પણ પરિવાર પાસે જ જવાના હતા.

સિંધ પ્રાંતના હૈદરાબાદની ખેરપુર મીર કોલોનીમાં તેઓ રહેતા હતા. સિંધ પ્રાંતમાં જ પાકિસ્તાનની 90 ટકા હિન્દુ વસ્તી રહે છે, જેની સંખ્યા હવે માત્ર 10 લાખની આસપાસ જ રહી ગઈ છે. આ ભયાનક હત્યા એવા સમયમાં થઈ, જ્યારે પાકિસ્તાનમાં હિન્દુ સમુદાય હોળીનો તહેવાર મનાવવામાં વ્યસ્ત હતો. એવામાં આ ઘટનાએ ફરી એક વખત હિન્દુ સમુદાયમાં ડર ઉત્પન્ન કરી દીધો છે. આ અગાઉ પણ ડૉક્ટર નિશાન પર રહ્યા છે. 3 વર્ષ અગાઉ કરાચીમાં હિન્દુ મેડિકલ વિદ્યાર્થિનીની હતી કરવામાં આવી હતી. વિદ્યાર્થિનીનું નામ નમ્રતા ચંદાની હતું. નમ્રતા લરકાનાની બીબી આસિફા ડેન્ટલ કૉલેજમાં ડૉક્ટર અને પ્રોફેસર હતી. નમ્રતાનું શબ તેની હૉસ્ટેલના રૂમમાં પલંગ પર મળ્યું હતું. ગળામાં દોરડું બાંધેલું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp