શું પાકિસ્તાન રજૂ કરી શકે છે ‘ઈન્ડિયા’ નામ પર દાવો! મીડિયા રિપોર્ટમાં ખુલાસો

PC: twitter.com

ભારતમાં થવા જઇ રહેલા G20 ડિનર ઇન્વિટેશન કાર્ડ પર ‘ઇન્ડિયા’ની જગ્યાએ ‘ભારત’ લખવા પર વિવાદ ઊભો થઇ ગયો છે. ત્યારબાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને ‘પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા’ની જગ્યાએ ‘પ્રેસિડેન્ટ ઓફ ભારત’ કહીને સંબોધવામાં આવ્યા છે. ત્યારબાદ આ અટકળો તેજ થઇ ગઇ છે કે કદાચ મોદી સરકાર ‘ઇન્ડિયા’નું નામ બદલવા માગે છે અને તેના બદલે ‘ભારત’ રાખવા માગે છે. હાલ જ પાકિસ્તાનના સ્થાનિક મીડિયાના રિપોર્ટ મુજબ જો ઇન્ડિયા નામની માન્યતા સત્તાવાર સંયુક્ત રાષ્ટ્રમાં રદ્દ કરી દેવામાં આવે છે તો પાકિસ્તાન ‘ઇન્ડિયા’ નામ પર પોતાનો દાવો રજૂ કરી શકે છે. પરંતુ આ અંગે પાકિસ્તાન સરકાર તરફથી કોઈ ઓફિશિયલ જાહેરાત નથી કરવામાં આવી.

પાકિસ્તાન ખૂબ લાંબા સમયથી દલીલ આપતું આવ્યું છે કે ‘ઇન્ડિયા’ નામ સિંધુ ક્ષેત્રને દર્શાવે છે. ત્યારબાદ કદાચ પાકિસ્તનની નજરો ‘ઇન્ડિયા’ નામ પર હોય શકે છે. તો South Asia Index reportના રિપોર્ટ મુજબ, તેણે પોતાના X (આગ ટ્વીટર) હેન્ડલથી કરેલી ટ્વીટમાં કહ્યું કે, જો ભારત સંયુક્ત રાષ્ટ્ર સ્તર પર સત્તાવાર તેની માન્યતા રદ્દ કરી દે છે તો પાકિસ્તાન ‘ઇન્ડિયા’ નામ પર દાવો કરી શકે છે. રિપોર્ટ મુજબ, પાકિસ્તાનન તત્કાલીન વડાપ્રધાન કાયદે આજમ મોહમ્મદ અલી જિન્નાએ ‘ઇન્ડિયા’ નામનો વિરોધ કર્યો હતો.

તેમણે બ્રિટિશ ભારત તરફથી નવા સ્વતંત્ર દેશનું નામ ‘ઇન્ડિયા’ નામ અપનાવવા પર આપત્તિ દર્શાવી હતી. તેમણે તેની જગ્યાએ ‘હિન્દુસ્તાન’ કે ‘ભારત’નું સૂચન કર્યું હતું. એક વખત વર્ષ 1947માં ભારતની આઝાદીના મહિના બાદ મોહમ્મદ અલી જિન્નાએ એક કળા પ્રદર્શનીના અધ્યક્ષ બનવા માટે લુઇસ માઉન્ટબેટન તરફથી મોકલવામાં આવેલા નિમંત્રણને સ્વીકાર કરવાનો ઇનકાર કરી દીધો હતો. લુઇસ માઉન્ટબેટન તરફથી મોકલવામાં આવેલા નિમંત્રણ પત્રિકા પર હિન્દુસ્તાનની જગ્યાએ 'ઇન્ડિયા' શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એ સમયે આ ઘટના બાદ મોહમ્મદ અલી જિન્નાએ ભારતના અંતિમ ગવર્નર માઉન્ટબેટનને એક ચિઠ્ઠી લખી અને કહ્યું કે, આ દુઃખની વાત કે કેટલાક અજાણ્યા કારણોસર ભારતે ઇન્ડિયા નામને અપનાવી લીધું.

ઇન્ડિયા નામ બદલાશે કે નહીં એ અત્યારે કોઇને ખબર નથી. જો કે, આ મુદ્દો સામે આવ્યા બાદ વિપક્ષે ‘પ્રેસિડેન્ટ ઓફ ભારત’ લખવા પર આપત્તિ દર્શાવી છે. વિપક્ષ તરફથી દાવો કરવામાં આવ્યો કે, મોદી સરકાર વિપક્ષી ગઠબંધન ‘ઇન્ડિયા’થી ડરી ગઇ છે અને આ કારણે દેશનું નામ બદલવાની વાત કરી રહી છે. કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે સોશિયયલ મીડિયા નેટવર્કિંગ સાઇટ X પરની પોતાની પોસ્ટમાં લખ્યું કે, ‘આ સમાચાર પૂરી રીતે સાચા છે, રાષ્ટ્રપતિ ભવન તરફથી G20 શિખર સંમેલનમાં 9 સપ્ટેમ્બરના ડિનર માટે ‘પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા’ની જગ્યાએ ‘પ્રેસિડેન્ટ ઓફ ભારત’ નામ પર કાર્ડ મોકલવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp