‘પાકિસ્તાનને મદદની જરૂર છે’ આંતરરાષ્ટ્રીય સમુદાયને જો બાઇડનની અપીલ

PC: bostonherald.com

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને આંતરરાષ્ટ્રીય સમુદાયને અભૂતપૂર્વ પૂરથી હેરાન થઇ રહેલા પાકિસ્તાનની મદદ કરવાનો આગ્રહ કર્યો છે. તેમણે કહ્યું કે, જળવાયુ પરિવર્તન સંકટનું સમાધાન કરવું જરૂરી છે, કારણ કે, ઘણા દેશ તેના લીધે હેરાન થઇ રહ્યા છે. બાઇડને બુધવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 77માં સત્રને સંબોધિત કરતા કહ્યું કે, અમે પણ જાણીએ છીએ કે, આપણે જળવાયુ સંકટનો સામનો કરી રહ્યા છીએ. ગયા વર્ષની ઘટનાઓ બાદ કોઇને તેના પર સંદેહ ન હોવો જોઇએ. આપણે બેઠકોમાં શામેલ થયા કરે છે. આપણે બેઠકોમાં શામેલ થયા કરીએ છીએ. હવે, જ્યારે આપણે મળી રહ્યા છીએ, તો આ દરમિયાન પાકિસ્તાનનો વધારે પડતો વિસ્તાર જળમગ્ન છે. પાકિસ્તાનને મદદની સખત જરૂર છે.

બાઇડનના નિવેદન પર પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે ટ્વીટ કરીને ધન્યવાદ કહ્યું છે. શરીફ 23મી સપ્ટેમ્બરના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રને સંબોધિત કરશે, જેમાં તેઓ હાલમાં જળવાયુના કારણે આવેલી રેલથી પાકિસ્તાનની સામે ઉભરેલા પડકારોનો ઉલ્લેખ કરશે.

પાકિસ્તાનમાં ભારે વરસાદના કારણે આવેલા અભૂતપૂર્વ પૂરના કારણે 14મી જૂનથી અત્યાર સુધી 1576 લોકોના મોત થયા છે અને હજારો લોકો ઘાયલ થઇ ગયા છે. પાકિસ્તાન ગયા 3 દાયકામાં પૂરના કારણએ ઉપજેલી સૌથી ખરાબ સ્થિતિનો સામનો કરી રહ્યું છે અને દેશનો એક તૃત્યાંશ હિસ્સો જળમગ્ન છે. લગભગ ત્રણ કરોડ ત્રીસ લાખ લોકો પૂરના કારણે પ્રભાવિત થયા છે અને ઘર, પાક, પુલ, સડકો, પશુઓ બરબાદ થઇ ગયા છે.

પૂરથી અત્યાર સુધી 30 અબજ ડોલરના નુકસાનનું અનુમાન લગાવાઇ રહ્યું છે. બાઇડને પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફની ઉપસ્થિતિમાં કહ્યું કે, પરિવારો સામે અસંભવ લાગતો વિકલ્પ છે અને તેઓ નક્કી નથી કરી શકતા કે કયા છોકરાને ખવડાવીએ અને કોને નહીં. તેઓ જીવશે કે નહીં તેના પર પણ પ્રશ્નાર્થ ચિન્હ છે. મનુષ્યો દ્વારા જળવાયુ પરિવર્તનની કિંમત ચૂકવાઇ રહી છે અને આ સમસ્યા વધી જ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp