ન શરીફ અને ન ઈમરાન આપણને મોદી જોઈએ છે, જુઓ પાકિસ્તાની નાગરિકનો વાયરલ વીડિયો
પાડોશી દેશ પાકિસ્તાન હાલના દિવસોમાં સંકટના સમયમાંથી પસાર થઈ રહ્યો છે. રાજનૈતિક અસ્થિરતાના માહિલમાં આર્થિક મુશ્કેલીઓ સહન કરવી પડી રહી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ 300 રૂપિયા લીટર છે તો લોટ અને શાકભાજી વગેરેના ભાવ પણ આસમાને છે. આ દરમિયાન પાકિસ્તાનમાં સરકાર વિરુદ્ધ લોકો રસ્તા પર છે, તો કેટલાક લોકો પોતાના દેશમાં પણ નરેન્દ્ર મોદી જેવા નેતાની માગ કરી રહ્યા છે. એવો જ એક વીડિયો હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયોમાં પાકિસ્તાનનો એક વ્યક્તિ કહે છે કે, આપણને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોઈએ છે. એક ચેનલ સાથે વાત કરતા પાકિસ્તાની નાગરિક કહે છે, આપણને ન તો નવાઝ શરીફ જોઈએ છે અને ન તો ઈમરાન ખાન. સારું હશે કે આપણને નરેન્દ્ર મોદી મળી જાય. એક સમયે આપણે ભારત સાથે તુલના કરતા હતા, પરંતુ હવે કોઈ સ્પર્ધા છે જ નહીં. તે ખૂબ ઉપર છે અને આપણે ખૂબ નીચે છીએ. આપણને હંમેશાં ભણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાનનો દુશ્મન દેશ ભારત છે, પરંતુ આપણે ખોટા અહંકારને છોડીને મિત્રતા કરવી જોઈએ.
"Hamen Modi Mil Jaye bus, Na hamen Nawaz Sharif Chahiye, Na Imran, Na Benazir chahiye, General Musharraf bhi nahi chahiye"
— Meenakshi Joshi ( मीनाक्षी जोशी ) (@IMinakshiJoshi) February 23, 2023
Ek Pakistani ki Khwahish 😉 pic.twitter.com/Wbogbet2KF
એ પાકિસ્તાની વ્યક્તિ કહે છે કે, તે (ભારત) આપણો મોટો ભાઈ છે, એ વાતને માનવી જ જોઈએ. નરેન્દ્ર મોદી ભલે એક વ્યક્તિ છે. જો ભારત અને પાકિસ્તાન અલગ દેશ ન બન્યા હોત તો તે એવી સ્થિતિ ન હોત. અહીંથી સારા તો મોદી છે, ન ઈમરાન ખાન જોઈએ અને ન તો પરવેઝ મુશર્રફની જરૂરિયાત છે. આપણને વડાપ્રધાન મોદી જોઈએ છે, જે અહીના વાંકા લોકોને સીધા કરે. આપણને અથવા તો નરેન્દ્ર મોદીની જરૂરિયાત છે કે પછી અર્દોઆન જોઈએ છે. ભારતના મુસ્લિમ પણ તો યોગ્ય કિંમત પર તેલ અને રાશન લઈ જ રહ્યા છે.
આપણે પણ ભારતીય મુસ્લિમ હોત તો સારું થાત. એવા પાકિસ્તાનમાં રહેવાથી તો સારું હતું કે દેશનું વિભાજન જ ન થતું. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન હાલના દિવસોમાં ગાઢ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. ચીન સહિત ઘણા દેશોએ તેને લોન આપી રાખી છે, જેના તે હપ્તા પણ ભરી શકતું નથી. આ દરમિયાન IMF પાસેથી તે લાંબા સમયથી માગણી કરી રહ્યું છે, પરંતુ અત્યાર સુધી કંઈ મળી શક્યું નથી. એ સિવાય રાજનૈતિક અસ્થિરતા અને તાલિબાન હુમાલોઓનું સંકટ પણ પાકિસ્તાનના લોકો માટે પરેશાની બની ગયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp