તારીક ફતેહે જાવેદ અખ્તરને કહ્યું હતું -મને એકવાર VHP વાળાઓએ ખૂબ માર્યો હતો

PC: economictimes.indiatimes.com

પાકિસ્તાની મૂળના કેનેડિયન લેખક તારીક ફતેહનું નિધન થઈ ગયું છે. તેમણે 74 વર્ષની વયે છેલ્લા શ્વાસ લીધા. તેઓ લાંબા સમયથી બીમાર ચાલી રહ્યા હતા. તારીક ફતેહની દીકરી નતાશા ફતેહે  ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. નતાશાએ લખ્યું કે, એ બધા સાથે તેમની ક્રાંતિ ચાલુ રહેશે જે તેમને જાણતા હતા અને પ્રેમ કરતા હતા. નતાશાએ પોતાના પિતાને ‘સન ઓફ હિન્દુસ્તાન’ બતાવ્યા. તારીક ફતેહ ઇસ્લામી કટ્ટરવાદ અને પાકિસ્તાન વિરુદ્ધ નીડરતાથી પોતાની વાત રાખતા હતા.

સમય સમય પર તેમણે પાકિસ્તાનને આઈનો દેખાડ્યો. ઘણી વખત તેમને ધમકીઓ પણ મળી. તેમની વિરુદ્ધ ઘણી વખત ફતવા પણ જાહેર થયા, પરંતુ અંતિમ સમય સુધી તેઓ પોતાની વાત નીડરતાથી રાખતા રહ્યા. પોતાના નિવેદનોના કારણે તારીક ફતેહ ઘણી વખત વિવાદોમાં પણ ઘેરાયા. ભારત પ્રત્યેનો તેમનો પ્રેમ જગજાહેર હતો. તો કટ્ટરવાદ અને પાકિસ્તાનની આતંકવાદી ગતિવિધિઓમાં સંડોવણીના તેઓ સખત વિરોધી હતા. કદાચ એટલે તેમની દીકરી નતાશા ફતેહે તેમને ‘સન ઓફ હિન્દુસ્તાન’ બતાવ્યા છે.

નતાશા ફતેહે પોતાના પિતાના નિધન પર ટ્વીટ કરતા લખ્યું કે, ‘પંજાબના સિંહ, હિન્દુસ્તાનનો દીકરો, કેનેડાને પ્રેમ કરનાર, સત્ય બોલનાર, ન્યાય માટે લડનાર, દલિતો, દલિતો અને શોષિતોનો અવાજ ઉઠાવનારા તારીક ફતેહ. તેમની ક્રાંતિની મશાલ એ બધા સાથે ચાલુ રહેશે, જે તેમને જાણતા અને પ્રેમ કરતા હતા. શું તમે અમને જોઇન્ટ કરશો.’ એક વખત જાવેદ અખ્તર સાથે ડિબેટમાં તારીખ ફતેહે વાતો વાતોમાં કહી દીધું હતું કે, VHPવાળા મને મારી ચૂક્યા છે. જાવેદ સાહેબને લાગે છે કે કદાચ હું અલ્ટ્રા રાઇટ વિંગવાળો છું, પરંતુ હું તમને કહી દઉં VHPવાળાઓએ અમૃતસરમાં અને ચંડીગઢ યુનિવર્સિટીમાં મારી ખૂબ પિટાઈ કરી હતી.

તારીક ફતેહનો જન્મ વર્ષ 1949ના રોજ પાકિસ્તાનમાં થયો હતો. તેમણે કરાંચી યુનિવર્સિટીથી બાયોકેમેસ્ટ્રીનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેઓ પત્રકારત્વમાં આવ્યા. તારીક ફતેહ પાકિસ્તાન છોડ્યા બાદ પહેલા સાઉદી અરબમાં સેટલ થયા, પછી વર્ષ 1987માં કેનેડા જતા રહ્યા. તારીક ફતેહને ‘સર તન સે જુદા’ કરનારી ધમકી પણ મળી ચૂકી હતી. તારીક ફતેહે પોતાના ટ્વીટર અકાઉન્ટ પરથી તેની જાણકારી આપી હતી. તેમણે એક ટ્વીટર સ્પેસનો સ્ક્રીન શૉટ શેર કર્યો હતો કે એક સજ્જાને ગ્રુપ બનાવ્યું છે જે મારુ માથું કલમ (સર તન સે જુદા) કરવાની યોજના બનાવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp