પાક. યુવતી કેમ બોલી- એવો કોઈ જિગરવાળો હિન્દુસ્તાની મળ્યો નથી જે ભારત લઈ જાય

સીમા હૈદર અને અંજુ મીણાના કારણે હાલના દિવસોમાં ભારત-પાકિસ્તાનના સંબંધોની ચર્ચા જોરો પર છે. હવે આ ક્રમમાં એક પાકિસ્તાની છોકરીનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પાકિસ્તાની છોકરી ભારતને એક વિનંતી કરી રહી છે. હકીકતમાં આ વિનંતી પ્રેમને લઈને નહીં, પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચે થનારા વર્લ્ડ કપ મેચને લઈને છે. વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે થનારી મેચને લઈને આ પાકિસ્તાની છોકરીએ દુઃખ વ્યક્ત કર્યું છે.
સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં યુવતી કહી રહી છે. મારો પાડોશી હિન્દુસ્તાન છે ને, તેની સાથે મને ખૂબ પ્રેમ છે, પરંતુ ખૂબ દુઃખની વાત છે કે 15 ઑક્ટોબરના રોજ ભારત વર્સિસ પાકિસ્તાન છે, પરંતુ મને એવો કોઈ હિન્દુસ્તાની મળ્યો નથી જે જિગર કરીને કહે કે ચાલ હું તને ભારત લઈ જાઉ છું.. કેમ? આ છોકરીનું નામ શું છે અને તે પાકિસ્તાનન કયા શહેરથી છે એ સ્પષ્ટ થઈ શક્યું નથી, પરંતુ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વર્લ્ડ કપ 2023 દરમિયાન 15 ઓક્ટોબરના રોજ પ્રસ્તાવિત ભારત-પાકિસ્તાન વચ્ચે તારીખ બદલી શકાય છે. આ દરમિયાન ભારતમાં નવરાત્રિનો તહેવાર હશે અને આ મેચ ગુજરાતમાં રમાવાની છે. એવામાં સુરક્ષા એજન્સીઓએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ને નવરાત્રી મહોત્સવમાં તારીખ બદલવા કહ્યું હતું. એક અધિકારીએ તેના પર કહ્યું હતું કે, એજન્સીઓએ અમને આ બાબતે જણાવ્યું છે અને અમે ચર્ચા કરી રહ્યા છીએ, જલદી જ તેના પર નિર્ણય લેવામાં આવશે. તેને નવરાત્રી શરૂ થવા અગાઉ આયોજિત કરી શકાય છે.
ગુજરાતમાં નવરાત્રિના અવસર પર ગરબા રમવામાં આવે છે, જેનું આયોજન આખા ગુજરાતમાં કરવામાં આવે છે. એવામાં સુરક્ષાના કારણે BCCIને મેચના શેડ્યૂલને લઈને ફરીથી વિચાર કરવાની સલાહ આપવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ મેચ 14 ઓક્ટોબરના રોજ કરાવી શકાકાય છે. જો એમ થાય છે તો ક્રિકેટ પ્રેમીઓને ઝટકો લાગી શકે છે કેમ કે ભારત-પાકિસ્તાન વચ્ચે સીધી મેચ જોવા માટે ઘણા લોકો ટિકિટ બુકિંગને લઈને યાત્રાની પૂરી પ્લાનિંગ કરી લીધી છે, એવામાં તેમને આર્થિક નુકસાન થઈ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp