ઈમરાન ખાનને સજા આપનારા જજ પર લંડનમાં PTIનો હુમલો, જુઓ Video

PC: aajtak.in

પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનને તોશાખાના મામલામાં જે જજે 3 વર્ષની સજા આપી, તે ચર્ચામાં છે. ઈમરાન ખાનને સજા આપ્યા પછી આ જજ પરિવાર સાથે લંડન પહોંચ્યા. હૂમાયૂ દિલાવર નામના આ જજ પર ઈમરાન ખાનની પાર્ટી PTIના સમર્થકોએ હુમલો કર્યો છે. જજ દિલાવર ખાનને સજા આપ્યા પછી તરત શનિવારે હલ યૂનિવર્સિટીમાં એક કોન્ફરેંસમાં ભાગ લેવા લંડન જતા રહ્યા. સંમેલન 5-13 ઓગસ્ટની વચ્ચે રહેશે.

આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં ઈમરાન ખાનની પાર્ટીના સમર્થકો જેમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે, હૂમાયૂ દિલાવરની ગાડીનો પીછો કરે છે. જજને હેરાન કરવાના ઘણાં વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. જેને જોતા બ્રિટેનની પોલીસ જજને પ્રોટેક્શન આપી રહી છે.

સોશિયલ મીડિયા પર વાયરલ એક વીડિયોમાં જોઈ શકાય છે કે એ સમર્થક પોલીસની સુરક્ષા છતાં જજની પાસે જવાની કોશિશ કરે છે. પણ તેને રોકી લેવામાં આવે છે. પીટીઆઈ સમર્થકો આ જજની સામે ટ્વીટર પર મોરચો ચલાવી રહ્યા છે.

જે કોન્ફરેંસ માટે જજ લંડન પહોંચ્યા છે, તે હલ યૂનિવર્સિટી 2014થી પાકિસ્તાની જજો માટે માનવાધિકારથી સંબંધિત તાલીમ ચલાવી રહી છે. આ તાલીમ પ્રોગ્રામમાં પાકિસ્તાનના અલગ અલગ જજો સામે થાય છે. યૂનિવર્સિટીનું કહેવું છે કે, કોન્ફરેંસમાં સામેલ જજોની રાજકીય પૃષ્ઠભૂમિથી કોઈ લેવાદેવા નથી.

જાણ હોય તો, આ જજ દિલાવરે ઈમરાન ખાનને 3 વર્ષની સજા સંભળાવી છે. સાથે જ એક લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે. ઈમરાન ખાન હવે આવનારા પાંચ વર્ષ સુધી ચૂંટણી લડી શકશે નહીં. ઈમરાન ખાનને પંજાબ પ્રાંતની અટોક જેલમાં રાખવામાં આવ્યા છે.

આ પહેલીવાર નથી બન્યું જ્યારે ઈમરાનની પાર્ટીની સમર્થકોએ તેની વિરુદ્ધ જનારા લોકો સાથે આવું કર્યું હોય. બલ્કે પહેલા પણ આ સમર્થકોએ સરકારી અધિકારીઓ અને વિપક્ષના નેતાઓને નિશાના બનાવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp