પાકિસ્તાની મંત્રી હિના રબ્બાનીએ મનમોહન સિંહ, બાજપેયીના વખાણ કર્યા, PM મોદી...
ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાજ શરીફે ભારત સાથે વાતચીત કરવાની ઇચ્છા જાહેર કરી હતી. પરંતુ 24 કલાકમાં જ પાકિસ્તાન PMOએ શાહબાઝ શરીફના નિવેદનની અવગણના કરીને કાશ્મીરનો રાગ આલાપવાનું શરૂ કરી દીધું હતું. હવે પાકિસ્તાનની વિદેશ રાજ્ય મંત્રી હિના રબ્બાની ખારે શહબાજ શરીફના નિવેદન પર પલટી મારી દીધી છે.
પાકિસ્તાની મંત્રી હિના રબ્બાની ખારે કહ્યું હતું કે, પાકિસ્તાન બંને દેશો વચ્ચે શાંતિની દિશામાં કામ કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સહયોગીના રૂપમાં જોતું નથી. પાકિસ્તાન ભારતના પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને અટલ બિહારી વાજપેયીને એક સહયોગી તરીકે જોતું હતું,
હિના રબ્બારીના આ નિવેદન સામે આર્ટ ઓફ લિવિંગના ફાઉન્ડર શ્રી શ્રી રવિશંકરે કરારો જવાબ આપ્યો છે. હિનાના નિવેદન સામે પલટનાર કરતા શ્રી શ્રીએ કહ્યું કે પાકિસ્તાનને એ વાતની ખબર હોવી જોઇએ કે સમસ્યા તેમના તરફથી જ છે. ભારતને અન્ય કોઇ પડોશી દેશો સાથે સમસ્યા નથી.
પાકિસ્તાનના મંત્રી હિનાનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાજ શરીફે કહ્યું હતું કે ભારત સાથે 3 યુદ્ધ થયા અને તેને કારણે ગરીબી અને બેરાજગારી જ આવી છે. એટલા માટે હું PM મોદીને કહેવા માંગુ છું કે અમે સમસ્યાનું નિરાકરણ લાવવા માંગીએ છીએ.
સ્વિટઝરલેન્ડના દાવોસમાં ચાલી રહેલા વર્લ્ડ ઇકોનોમિક ફોરમની વાર્ષિક બેઠક 2023માં સાઉથ એશિયા પર આયોજિત એક સત્રમાં બોલતા હિના રબ્બાનીએ કહ્યુ કે, જ્યારે હું વિદેશ મંત્રી તરીકે ભારત ગઇ હતી ત્યારે અમે વધુ સારા સહયોગ માટે સખત મહેનત કરી હતી. વર્તમાન સ્થિતિની સરખામણીએ તે વખતે અમે ઘણી સારી સ્થિતિમાં હતા. મંત્રી હિના રબ્બાનીએ કહ્યું કે, આટલા વર્ષોમાં અમે જે કંઇ પણ કર્યું છે,તેનાથી દુશ્મની વધી છે. આપણને એ વાતની ખબર હોવી જોઇએ કે આપણે ભૌગોલિક સ્થિતિને બદલી શકતા નથી. આપણે એ પણ સમજવું પડશે કે આ સાઉથ એશિયાની સમસ્યા નથી, પરંતુ, ભારત અને પાકિસ્તાનની સમસ્યા છે. રબ્બાનીએ કહ્યું કે રાજનીતિક સમસ્યા ભારત તરફથી છે.
પાકિસ્તાન મંત્રી હિના રબ્બાની ખારે ભારત સાથે વાતચીતને લઇને કહ્યુ કે, હું માનુ છું કે દો બંને દેશોની પાસે એક જ સમયે ડિપ્લોમેટીક સ્કીલ લીડર હોય અને તેમને જો ચૂંટણીમાં જ રસ નહીં હોય, તો એવી કોઇ સમસ્યા નથી જેનો ઉકેલ ન આવે. તેમણે કહ્યું કે, આપણે ચૂંટણીથી ઉપર ઉઠીને શાંતિની ઇચ્છા રાખવાની જરૂરત છે.
મંત્રી હિના ખારે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના દેશ માટે એક સારા નેતા હોય શકે છે. પરંતુ મને PM મોદી પાકિસ્તાનીના સહયોગી તરીકે નજરે નથી પડતા.તેમણે કહ્યું કે, પાકિસ્તાને ભૂતકાળમાંથી શીખ મેળવી છે અને હવે આગળ વધવા માંગે છે. પણ, મને લાગે છે કે ભારત હમેંશાથી એક એવો દેશ હતો જ્યાં બધા ધર્મના લોકો શાંતિથી રહી શકતા હતા, પરંતુ ભારતમાં હવે આવું નથી રહ્યું. રબ્બાનીએ કહ્યું કે હું એમ નથી કહેવા માંગતી કે પાકિસ્તાનમાં કોઇ સમસ્યા નથી, પરંતુ અમારી સરકાર એ સુનિશ્ચિત કરવા માટે કામ કરી રહી છે કે નવા અને પ્રવર્તમાન કાયદાથી અલ્પસંખ્યક લોકોની સુરક્ષા કરી શકાય.
આ પેનલનો હિસ્સો રહેલા આર્ટ ઓફ લિવિંગના ફાઉન્ડર શ્રી શ્રી રવિશંકરે હિનાના આરોપ સામે જડબાતોડ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, સમસ્યા પાકિસ્તાન તરફથી છે ભારત તરફથી નથી. બંને દેશોમાં એકસરખા ભાષા બોલાઇ છે, સંસ્કૃતિ, ખાણી પીણી બધું સરખું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અનેક વખત પાકિસ્તાન તરફ હાથ આગળ વધારીને મદદ કરવાની કોશિશ કરી હતી. તેમણે કહ્યું કે હિના રબ્બાનીના આરોપોનો કોઇ મતલબ નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp