ટિકટોકરે સળગતા જંગલની વચ્ચે બનાવ્યો વીડિયો, જાણો પછી શું થયું...

PC: khabarnaamaa.com

ટિકટોક એક એવું પ્લેટફોર્મ છે, જેણે ઘણા યુઝર્સને રાતોરાત સ્ટાર બનાવી દીધા છે. પરંતુ ઘણી વખત કેટલાક ટિકટોક સ્ટાર્સને તેમના કન્ટેન્ટના કારણે લોકોની ફટકારનો પણ સામનો કરવો પડે છે. પાકિસ્તાની સોશિયલ મીડિયા સ્ટાર હુમૈરા અસગર પણ આ સમયે પોતાના એક ટિકટોક વીડિયો પછી લોકોના નિશાન પર આવી ગઈ છે. અસલમાં હુમૈરાએ ટિકટોક પર પોતાનો એક વીડિયો શેર કર્યો છે. વીડિયો પાકિસ્તાનના મોસ્ટ ટ્રેન્ડિંગ ગીત પાસૂરી પર બનાવવામાં આવ્યો છે. હુમૈરાનો આ વીડિયો જંગલમાં શૂટ કરવામાં આવ્યો છે અને વીડિયોમાં તેની પાછળ જંગલમાં ભીષણ આગ લાગેલી જોવા મળી રહી છે.

જંગલમાંથી પોતાનો ડ્રામેટિક વીડિયોને શેર કરતા હુમૈરાએ કેપ્શનમાં લખ્યું છે- જ્યાં પણ જાઉં છું આગ લાગી જાય છે. વીડિયોમાં હુમૈરા આગના કારણે સળગી રહેલા ઝાડની સામે લાંબુ ગાઉન પહેરીને ટશનમાં અને એટિટ્યૂડ સાથે વોક કરતી જોવા મળી રહી છે. હુમૈરાએ આ વીડિયો ફન અને એન્ટરટેઈનમેન્ટ માટે બનાવ્યો હતો પરંતુ સળગતા ઝાડની સાથે વીડિયો બનાવવા પર તેને બરાબરની ટ્રોલ કરવામાં આવી રહી છે અને તેને લોકોની ખરી-ખોટી પણ સાંભળવી પડી રહી છે. હુમૈરાનો આ ટિકટોક વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થઈ રહ્યો છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે હુમૈરાએ 15 સેકન્ડના વીડિયો બનાવવા માટે જંગલના ઝાડમાં આગ લગાવી હતી. ઘણા લોકો આ દાવો કરતા પાકિસ્તાનની સરકારને તેને સજા આપવાની પણ માંગણી કરી રહ્યા છે.

વીડિયો પર થઈ રહેલા વિવાદ અને ટ્રોલિંગના કારણે હુમૈરાની ટીમ તરફથી એક સ્ટેટમેન્ટ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે હુમૈરાએ આગ લગાડી નથી અને વીડિયો બનાવવામાં કોઈ નુકસાન થયું નથી.

ટ્રોલિંગ પછી હુમૈરાએ તે વીડિયો ડિલીટ કરી નાખ્યો હતો પરંતુ પછી પણ તેનો  વિવાદ વકરતો જઈ રહેલો જોવા મળ્યો છે. પર્યાવરણ કાર્યકર્તાઓ અને ઈસ્લામાબાદ વાઈલ્ડલાઈફ મેનેજમેન્ટ બોર્ડની ચેરમેન રીના સઈદ ખાન શેટ્ટીએ કહ્યું હતું કે-તેણે આગને ગ્લેમરાઈઝ કરવાના બદલે પાણીની ડોલ લઈને તે ઓલવવાનું કામ કરવું જોઈતું હતું. હુમૈરાની વાત કરીએ તો ટિકટોક પર તેના 11 મિલિયન ફોલોઅર્સ છે. ફેન્સ તેના વીડિયોને ઘણો પસંદ કરે છે પરંતુ તેની એક ભૂલ તેની પર જ ભારી પડતી જોવા મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp