આ છે પાકિસ્તાનની પહેલી હિન્દુ મહિલા DSP મનીષા રુપેતા, વાંચો તેની કહાની

PC: bbc.com

પાકિસ્તાનમાં મનીષા રૂપેતા પાકિસ્તાનની પહેલી હિંદુ મહિલા છે, જેને DSP બનવાનું સૌભાગ્ય મળ્યું છે. આ સમાચારને BBC એ પ્રકાશિત કર્યા છે, સાથે જ તેનો એક ઇન્ટરવ્યૂ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. મનીષા રૂપેતાએ સિંધ લોક સેવાની પરીક્ષા પાસ કરી છે, ત્યાર બાદ તેને આ સફળતા મળી છે. માહિતી અનુસાર, મનીષા પાકિસ્તાનના સિંધ પ્રાંતની રહેવાસી છે. સિંધ પ્રાંતનો જાકુબાબાદ એક ખૂબ જ પછાત જિલ્લો છે, ત્યાં શિક્ષાની ભારે અછત છે, તેવી સ્થિતિમાં મનીષાએ પરીક્ષા પાસ કરીને ઈતિહાસ બનાવી દીધો છે.

BBC ના રિપોર્ટ અનુસાર, જાકુબાબાદથી જ મનીષાએ પોતાનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂરૂ કર્યું છે. 13 વર્ષની ઉંમરમાં જ તેના પિતાનું નિધન થઇ ગયું હતું. તમામ મુશ્કેલીઓ ઉપરાંત મનીષાએ આ કારનામું કર્યું છે. પિતાના મૃત્યુ બાદ મનીષાના માતા કરાચી આવી ગયા હતા, જેથી બાળકોનું શિક્ષણ સારી રીતે થઇ શકે. જાકુબાબાદમાં બાળકોના શિક્ષણમાં કોઈ સ્કોપ ન હતો, ત્યારે મનીષાની માતાએ આ નિર્ણય લીધો. શરૂઆતમાં મનીષા મેડિકલનું શિક્ષણ મેળવવાની હતી, પણ તેના દિલમાં પોલીસ બનવાની ઈચ્છા હતી, ત્યારે મનીષાએ પોતાની તૈયારી શરૂ કરી દીધી અને સફળતા મેળવી લીધી.

મનીષાના પરિવારના સભ્યોને લાગતું હતું કે, પોલીસની સેવા છોકરીઓ માટે નથી, પણ મનીષાને પોલીસ જ બનવું હતું, ત્યારે મનીષાએ પોતાની તૈયારી કરી અને સફળતા મેળવી. સોશિયલ મીડિયા પર મનીષાને શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે.

સિંધની રહેવાસી મનીષા રૂપેતા પહેલી હિંદુ મહિલા છે, જેને પાકિસ્તાન પોલીસમાં ડેપ્યુટી સુપરિટેન્ડેન્ટના પદ પર નિમણૂક મળી છે. તેની આ નિમણૂક સિંધ પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા પાસ કર્યા બાદ મળી છે, આ પરીક્ષા પાસ કરનાર પણ તે પહેલી હિંદુ મહિલા છે. સિંધ પબ્લિક સર્વિસ કમિશન તરફથી જાહેર થયેલા પરિણામોમાં 152 સફળ ઉમેદવારોમાં મનીષાને 16મુ સ્થાન મળ્યું છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp