અમેરિકામાં લોકો થીજી રહ્યા છે, જાણો શરીરના કેટલા તાપમાન પર વ્યક્તિનું મોત થાય?

PC: proiqra.com

દુનિયાના સૌથી શક્તિશાળી દેશોમાંથી એક અમેરિકા હાલ ઠંડીનો સામનો કરી રહ્યું છે. ત્યાંની હાલત ઠંડીના કારણે ઘણી નાજૂક છે. 50થી પણ વધારે લોકોના મોત ઠંડીના કારણે થઇ ચૂક્યા છે. હાલ વર્તમાનની વાત કરીએ તો અમેરિકામાં તાપમાન માઇનસ 45 ડિગ્રી સુધી ચાલ્યું ગયું છે.

ઠંડીના કારણે લોકોનું જીવન ઠપ્પ થઇ ગયું છે. બરફના તોફાને ક્રિસમસના જશ્નનું પ્લાનિંગ ખરાબ કરી દીધું છે. મજબૂરીમાં લોકો પોતાના ઘરોની અંદર કૈદ થઇ ગયા છે. આ ઠંડીના કારણે અમેરિકામાં એક વ્યક્તિનું મોત બરફમાં જામી જવાના કારણે થયું છે.

એ પ્રકારની ઠંડી પડી રહી છે કે, જો વ્યક્તિ ખુલ્લી હવાના સંપર્કમાં આવે તો તેની સ્કિન ડેડ થઇ શકે છે. તો જાણો કે, કેટલા ડિગ્રી તાપમાન સુધી માણસનું શરીર ઠંડી સહન કરી શકે છે. સામાન્ય રૂપે વ્યક્તિ 140 ડિગ્રી ફેરનહીટ કે પછી 60 ડિગ્રી સેલ્સિયસ પર 10 મિનિટની અંદર હાઇપરથર્મિયાથી પીડિત થઇ જાય છે.

ઠંડીથી બચીને જીવતા રહેવું એક ખૂબ જ મુશ્કેલ કામ છે. એક વ્યક્તિને સામાન્ય રૂપે 70 ડિગ્રી ફેરનહીટ એટલે કે, 21 ડિગ્રી સેલ્સિયસ પર ઠંડીની અવળી અસર આવવા લાગે છે, પણ તેના હાલત ખરાબ થવામાં કેટલો સમય લાગે છે તે ફક્ત એ વાત પર નિર્ભર કરે છે કે તે વ્યક્તિ ઠંડીને કેટલી સહન કરી શકે છે અને હાઇબરનેશનનું રહસ્ય શું છે. અત્યાર સુધી આ વાત પર ચર્ચા થયા કરે છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, અમેરિકાના પશ્ચિમી રાજ્ય મોંટાનામાં ન્યૂનતમ તાપમાન માઇનસ 45 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચે આવી ગયું છે. નેશનલ વેધર સર્વિસનું કહેવું છે કે, ડેસ મોઇનેસ, આયોવામાં તાપમાન માઇનસ 38 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું, જે 5 મિનિટથી પણ ઓછા સમયમાં ફ્રોસ્ટબાઇટ પેદા કરી શકે છે.

સરળ શબ્દોમાં કહીએ તો જો આ સ્થિતિમાં વ્યક્તિ ખુલ્લી હવાના સંપર્કમાં આવે તો ઠંડીથી તેની સ્કિન ડેડ થઇ શકે છે. આ આપદામાં હજુ સુધી લગભગ 48 લોકોના મોતના સમાચાર આવ્યા છે. સૌથી વધારે 27 લોકોના મોત ન્યુયોર્ક શહેરમાં જ થયા છે અને અન્ય મોત દેશના અલગ અલગ વિસ્તારોમાં થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp