લોકો દીકરાને બોયફ્રેન્ડ માને છે, યુવાન દેખાવા મહિલાએ કરાવી 200 સર્જરી,જણાવી ઉંમર

PC: indiatv.in

USAમાં રહેતી આ મહિલાએ પોતે કાયમ યુવાન દેખાય તે માટે 200થી વધુ સર્જરી કરાવી છે અને અત્યાર સુધીમાં આની પાછળ તે 8 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરી ચુકી છે. અલબત્ત તે છ બાળકોની માતા પણ છે. TV પર્સનાલિટી અને મોડલ લેસી વાઈલ્ડ કહે છે કે આજના સમયે દરેક વ્યક્તિ તેને ડેટ કરવા માંગે છે અને દરેક છોકરી તેને નફરત કરે છે. તે પોતાને 'પ્લાસ્ટિકની જિંદગી' જીવતી 'મિલિયન ડોલર બાર્બી' કહે છે.

મીડિયા સુત્રોથી પ્રાપ્ત અહેવાલ મુજબ લેસી વાઈલ્ડનું અસલી નામ પૌલા થેબર્ટ છે. ડોક્ટર્સ દ્વારા તેમને વધુ સર્જરી ન કરાવવાની ચેતવણી આપવામાં આવી છે. આ સાથે લેસી વાઈલ્ડએ પણ કહે છે કે તે અન્ય મહિલાઓને તેની જેમ જીવન જીવવાની જીવનશૈલીથી દૂર રહેવાની સલાહ આપે છે. પરંતુ તે પુરુષોનું ધ્યાન આકર્ષિત કરવાનું ખુબ પસંદ કરે છે.

લેસી વાઈલ્ડ અમેરિકાના વર્જિનિયાની રહેવાસી છે. તે કહે છે, 'છોકરીઓ મને નફરત કરે છે. દરેક છોકરો મને ડેટ કરવા માંગે છે. પ્લાસ્ટિકે મને 55 વર્ષની ઉંમરે એકદમ પરફેક્ટ બનાવી દીધી છે, હાલમાં હું લગભગ 30 વર્ષની દેખાઉં છું.

લેસી વાઈલ્ડ કહે છે, 'મારો પુત્ર 35 વર્ષનો છે અને લોકો માને છે કે તે મારો બોયફ્રેન્ડ છે. હું સિંગલ જ છું, અને કરોડપતિ લોકો માટે ઉપલબ્ધ છું. કોઈની સાથે ડેટિંગ કરવું મુશ્કેલ છે. એવું એટલા માટે કે, તે મને મારા શરીરના કારણે પસંદ કરશે કે સ્ટેટસને કારણે? તેણે પોતાના આ યુવાન દેખાવા પાછળનો શ્રેય પણ તેના પરિવારને આપ્યો છે. મારે બાળકોને મોટા કરવા માટે અને તેમને ઉછેરવા માટે ખુબ સંઘર્ષ કરવો પડ્યો છે. મને તે બાળકો પર ખુબ ગર્વ છે કે, તેમણે મને આવું કરવા માટે ઘણું યોગદાન આપ્યું છે. આ મતલબી અને બદલતી દુનિયામાં હવે તેઓ પુખ્ત વયના થઇ ગયા છે.

લેસી વાઈલ્ડએ તેના છ બાળકોને એકલા હાથે ઉછેર્યા છે. તેણે વર્ષ 2011માં આવેલી M TVની ડોક્યુમેન્ટરી સિરીઝ ટ્રુ લાઈફમાં કામ કર્યું હતું. આમાં તેની પુત્રી ટોરી પણ તેની સાથે હતી. ત્યારથી તે જાણીતી બની ગઈ છે.  જ્યારે, લેસીએ એકવાર એક કપ જીતવા માટે 24 વર્ષની ઉંમરે તેના જીવનની પ્રથમ સર્જરી કરી હતી. ત્યારથી તે આ દુનિયાની પ્લાસ્ટિક સર્જરીની સૌથી મોટા ચાહક માની એક બની ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp