'લોકો સમજે છે મા-દીકરો', 25 વર્ષીય યુવક 4 બાળકોની માતાના પ્રેમમાં પડ્યો

PC: aajtak.in

કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે. પ્રેમ ગમે ત્યાંથી થઈ શકે છે. કોઈપણ ઉંમરે થઇ શકે છે, તે ઉંમરના તફાવતને અવગણે છે, પ્રેમ ક્યારેય ઉંમર, ધર્મ અને જાતિ જોતો નથી. તેઓ માત્ર તેમની સામે પ્રેમ જુએ છે. એક વાર દિલ કોઈ પર આવી જાય તો એ તેનું બની જાય છે.

એક કપલની લવ સ્ટોરી, જેની ઉંમરમાં દસ-પંદર વર્ષ નહિ પરંતુ ખાસ્સો એવો 29 વર્ષનો તફાવત છે, આવી એક લવ સ્ટોરી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ઉંમરમાં મોટો તફાવત હોવાને કારણે તેમને લોકોની ખરાબ ટિપ્પણીઓનો સામનો કરવો પડે છે. આ દંપતીનું કહેવું છે કે, લોકો તેમની મજાક ઉડાવે છે, તેમની ટીકા કરે છે અને તેમની વધુ ખરાબ અને આકરી ટીકા કરે છે. આ કપલે તાજેતરમાં સગાઈ કરી છે. બંને જલ્દી લગ્ન કરવા જઈ રહ્યા છે.

કપલનું કહેવું છે કે તેઓ પહેલી નજરમાં જ એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા. કપલે જણાવ્યું કે તેમની તસવીરો જોઈને ઘણા લોકોને લાગે છે કે તેઓ મા-દીકરા છે.

ઈંગ્લેન્ડના રહેવાસી લ્યુક ઈલિયાસ અને સ્ટેફ વ્હાઈટ છ મહિના પહેલા મળ્યા હતા. હવે બંનેએ એકબીજા સાથે સગાઈ કરી લીધી છે. અને ટૂંક સમયમાં લગ્ન પણ કરી લેવાના છે. લ્યુક અને સ્ટેફે ગયા વર્ષે જૂનમાં ફેસબુક પર ચેટિંગ શરૂ કર્યું હતું. બે દિવસ પછી બંને મળ્યા. ત્યારબાદ બંનેએ એકબીજાને ગળે લગાવ્યા અને ઉંમરમાં 29 વર્ષનો તફાવત હોવા છતાં ડેટ કરવાનું શરૂ કર્યું. 25 વર્ષીય લ્યુક કહે છે કે તેને 54 વર્ષીય સ્ટેફ પર ફિદા થઇ ગયો હતો. તે કહે છે, 'તે જમીન સાથે જોડાયેલી છે અને તેનું વ્યક્તિત્વ ખૂબ જ મધુર છે.'

સ્ટેફ ચાર બાળકોની માતા છે. તેણી કહે છે કે જ્યારે તે લ્યુક સાથે પ્રથમ ડેટ પર ગઈ ત્યારે તેણે તેની સાથે આગળ વધવાનું નક્કી કરી લીધું હતું. તેને લાગ્યું કે તેણે લોટરી જીતી લીધી છે. ડ્રાઇવર તરીકે કામ કરતા લ્યુક કહે છે કે, સ્ટેફના રૂપમાં તેને તેના જીવનનો પ્રેમ મળી ગયો છે.

તે કહે છે કે, તેને તેના પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ ટેકો છે, પરંતુ અજાણ્યા લોકો તેને ખરાબ નજરોથી જોઈ રહે છે. લ્યુક અને સ્ટેફ બંને તેમની ઉપર આવતી આવી ભદ્દી ટિપ્પણીઓને અવગણવાનો પ્રયાસ કરે છે. બંને વર્ષના અંતમાં લગ્ન કરી લેશે તેવી આશા રાખી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp