ઇમારતની નીચે દીકરી દબાઈ ગઈ, મોત થયું, છતા પિતા હાથ પકડીને બેસી રહ્યા કે કદાચ...

PC: dailymail.co.uk

તુર્કીમાં 15 વર્ષની વ્હાલસોયી દીકરી અને પિતા ઘરમાં સુતા હતા ત્યારે ભૂંકપના એક આંચકાએ પિતા- દીકરીને અલગ કરી દીધા. કાટમાળ નીચે દબાઇ જતા દીકરીનું મોત થયું અને પિતા તેનો હાથ પકડીને બેસી રહ્યા છે.

દીકરીને વ્હાલનો દરિયો કહેવામાં આવે છે કે પછી ભલે તે દીકરી ભારતની હોય, અમેરિકાની હોય કે તુર્કીની હોય. તુર્કીમાં તાજેતરમાં ભૂંકપને કારણે અનેક જિંદગીઓ પળવારમાં વેરાન થઇ ગઇ, અનેક મિલ્કતો હતી ન હતી થઇ ગઇ. પરંતુ સોશિયલ મીડિયા પર એક તસ્વીર વાયરલ થઇ રહી છે, તે જોઇને તમારી આંખમાંથી આંસૂ સરી પડશે. ઇમારતની નીચે પોતાની વ્હાલસોયી દીકરી દબાઇ ગઇ હતી, પિતાને ખબર છે કે દીકરીનું મોત થયું છે, પરંતુ આમ છતા પિતા ઇમારત નીચે દબાયેલી નાનકડી દીકરીનો હાથ પકડીને સુમસામ બેસી રહ્યા છે.કદાચ, એવી આશામાં કે ઇશ્વર કોઇ ચમત્કાર કરે અને દીકરી પાછી ઉભી થઇ જાય. દરેક પિતાને દીકરી વ્હાલી હોય છે.

તુર્કીમાં ભૂંકપની આમ તો અનેક તસ્વીરો સામે આવી રહી છે, પરંતુ એક તસ્વીર લોકોને વિહવળ કરી રહી છે. લોકો આ તસ્વીર જોઇને કહી રહ્યા છે કે, કુદરત આટલો નિષ્ઠુર કેમ હશે કે એક  નાનકડી દીકરીને છીનવીને પિતાનું જીવન વેરાન કરી નાંખ્યુ.

દક્ષિણ તુર્કી અને ઉત્તર સીરિયામાં તબાહી મચાવનાર બે ભૂકંપમાં અંદાજે 7800 લોકોના મોત થયા છે. તુર્કીના ભૂંકપના  અનેક વિડીયો અને ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે, પરંતુ Kahramanmaraş વિસ્તારમાં એક મકાન નીચે દબાઇ ગયેલી દીકરીના હાથ પકડીને બેઠેલા પિતાની તસ્વીર સોશિયલ મીડિયામાં જબરદસ્ત વાયરલ થઇ રહી છે. સોમવારે આ પિતાની દીકરીનું મોત થયું હતું.

જાણવા મળેલી માહિતી મુજબ Mesut Hancer નામની વ્યકિત અને તેમની 15 વર્ષની દીકરી Irmak જ્યારે ઘરમાં સુતા હતા ત્યારે ભૂકંપની આંચકા તેમનું મકાન જમીન દોસ્ત થઇ ગયું હતું અને પલંગ પર સુતેલી દીકરી ઉંઘમાં જ મોતને વ્હાલી થઇ ગઇ હતી. પિતા માટે આ સદમો સહન કરવો મુશ્કેલ હતો. Mesut Hancer પોતાની 15 વર્ષની દીકરીનો હાથ પકડીને બેસી રહ્યો છે કે, કદાચ ચમત્કાર થાય અને દીકરી જીવતી થઇ જાય.

તુર્કીમાં પહેલા 7.8ની તીવ્રતાનો ભૂંકપ આવ્યો હતો અને થોડા સમય પછી બીજો ભૂંકપ આવ્યો જેની તીવ્રતા 7.7ની હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp