અમેરિકાના ફર્સ્ટ લેડીને PM મોદીએ આપ્યો ગ્રીન ડાયમંડ, જાણો બાઇડનને શું આપ્યું?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના અમેરિકા પ્રવાસના બીજા તબક્કામાં બુધવારે વ્હાઇટ હાઉસ પહોંચ્યા હતા. આ દરમિયાન PM મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને એકબીજાને ઘણી ભેટ પણ આપી હતી. PM મોદીએ અમેરિકાના ફર્સ્ટ લેડી અને જો બાઇડનની પત્ની જીલ બાઇડનને ગ્રીન ડાયમંડ ભેટમાં આપ્યો.PM ભારતના વિવિધ રાજ્યોની સંસ્કૃતિઓ દર્શાવતી વસ્તુઓએ ભેટમાં આપી હતી.
અમેરિકાના પ્રવાસે ગયેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે વ્હાઈટ હાઉસમાં રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે મુલાકાત કરી હતી. બાઇડન અને તેમના પત્ની જીલ બાઇડને વ્હાઇટ હાઉસમાં PM મોદીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. બાઇડને PM મોદી માટે ખાનગી ડિનરનું આયોજન કર્યું છે. વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન અને અને ફર્સ્ટ લેડી જીલ બાઇડન તરફથી PM મોદીને ઘણી ભેટ આપવામાં આવી હતી.
સત્તાવાર ભેટ તરીકે, જો બાઇડન, ફર્સ્ટ લેડી જીલ બાઇડને20મી સદીની શરૂઆતમાં હાથથી બનાવેલી એન્ટિક અમેરિકન બુક ગેલી પીએમ મોદીને ભેટ આપી હતી. આ સિવાય રાષ્ટ્રપતિ બાઇડને PM મોદીને વિન્ટેજ અમેરિકન કેમેરા પણ ભેટમાં આપ્યો હતો. બાઇડને PM મોદીને જ્યોર્જ ઈસ્ટમેનની પ્રથમ કોડક કેમેરા પેટન્ટની આર્કાઈવલ પ્રતિકૃતિ અને અમેરિકન વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફી પરનું હાર્ડકવર પુસ્તક પણ આપ્યું હતું. , જીલ બાઇડને રોબર્ટ ફ્રોસ્ટની એકત્રિત કવિતાઓ ની પ્રથમ આવૃત્તિની નકલ PM મોદીને ભેટમાં આપી.
હવે એ જાણીએ કે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન અને તેમના પત્ની જીલ બાઇડનને ભેટમાં શું શું આપ્યું.
પંજાબમાં તૈયાર થયેલું ઘી, જે અજ્યદાન (ઘીનું દાન) માટે ચઢાવવામાં આવે છે.
મહારાષ્ટ્રમાં બનાવેલ ગોળ આપવામાં આવ્યો જે ગોળદાન માટે ઉપયોગ થાય છે.
ઉત્તરાખંડમાંથી મેળવેલા લાંબા દાણાના ચોખા, જે અનાજ દાન તરીકે ચઢાવવામાં આવે છે.
રાજસ્થાનમાં હાથેથી બનાવેલા, આ 24 કેરેટ અને હોલમાર્કવાળો સોનાનો સિક્કો જે હિરણ્યદાન (સોનાના દાન) માટે આપવમાં આવે છે.
ગુજરાતમાં તૈયાર કરેલું મીઠું જે મીઠાંના દાન માટે આપવામાં આવે છે.
એક બોક્સમાં 99.5 ટકા શુદ્ધ અને હોલમાર્ક કરેલો ચાંદીનો સિક્કો પણ છે જે રાજસ્થાનના કારીગરો દ્વારા સુંદર રીતે બનાવવામાં આવ્યો છે અને તેને રૌપ્યદાન (ચાંદીનું દાન) તરીકે આપવામાં આવે છે.
તમિલનાડુમાં તલ (તલના બીજનું દાન) આપવામાં આવે છે જેમાં તલદાન હેઠળ સફેદ તલ આપવામાં આવે છે.
મૈસૂર, કર્ણાટકમાંથી મેળવેલો ચંદનનો એક સુગંધિત ભાગ ભૂદાન (જમીનનું દાન) માટે આપવામાં આવ્યો હતો જે ભૂદાન માટે જમીન પર ચઢાવવામાં આવે છે.
પશ્ચિમ બંગાળના કુશળ કારીગરો દ્વારા હાથથી બનાવેલું ચાંદીનું નાળિયેર જે ગૌદાન માટે ગાયના સ્થાન પર ચઢાવવામાં આવે છે.
બોક્સમાં ભગવાન ગણેશની મૂર્તિ અને દિવો છે. જે ભગવાન વિઘ્નોનો નાશ કરનાર માનવામાં આવે છે અને કોઈપણ કાર્ય શરૂ કરતા પહેલા તમામ દેવતાઓમાં સૌથી પહેલા તેમની પૂજા કરવામાં આવે છે. ગણેશજીની આ ચાંદીની મૂર્તિ અને ચાંદીના દિવાને કોલકાતાના પાંચમી પેઢીના ચાંદીના કારીગરોના પરિવાર દ્વારા હાથથી તૈયાર કરવામાં આવી છે.
ઉત્તર પ્રદેશમાં બનેલી તાંબાની પ્લેટ, જેને તામ્ર-પત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. તેના પર એક શ્લોક લખાયેલો છે. તાંબાની પ્લેટનો પ્રાચીન સમયમાં લેખન અને રેકોર્ડ રાખવાના માધ્યમ તરીકે વ્યાપકપણે ઉપયોગ થતો હતો.
આ સિવાય પીએમ મોદીએ અમેરિકાની ફર્સ્ટ લેડી ડૉ. જીલ બાઇડેનને પણ ખાસ ભેટ આપી હતી. પીએમ વતી જીલને લેબમાં તૈયાર થયેલો 7.5 કેરેટનો ગ્રીન ડાયમંડ આપવામાં આવ્યો હતો. આ હીરા પૃથ્વી પરથી ખોદવામાં આવેલા હીરાના રાસાયણિક અને ઓપ્ટિકલ ગુણધર્મો દર્શાવે છે. હીરા પણ પર્યાવરણને અનુકૂળ છે, કારણ કે તેના ઉત્પાદનમાં સૌર અને પવન ઉર્જા જેવા પર્યાવરણીય વૈવિધ્યસભર સંસાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગ્રીન ડાયમંડને અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ચોકસાઇ સાથે પોલીશ્ડ કરવામાં આવે છે.
જીલ બાઇડનનેને પેપર મેશી ભેટમાં આપવામાં આવી છે. આ એ બોક્સ છે જેમાં ગ્રીન ડાયમંડ રાખવામાં આવે છે. કાર-એ-કલમદાની તરીકે ઓળખાતું, કાશ્મીરના ઉત્કૃષ્ટ પેપીયર માચેમાં કોતરણી સાથેનું આ બોક્સ કુશળ કારીગરો તૈયાર કરવામાં આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ અમેરિકન પ્રવાસ ઘણી રીતે ખાસ છે. વડાપ્રધાન તરીકે મોદીની આ છઠ્ઠી અમેરિકા મુલાકાત છે. જોકે, આ પહેલીવાર છે જ્યારે તેઓ રાજકીય પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન PM મોદી વ્હાઇટ હાઉસમાં જો બાઇડન સાથે મીટિંગ કરશે.PM મોદીના સન્માનમાં સ્ટેટ ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે. બીજા દિવસે PM કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધશે. PM મોદી છેલ્લા દિવસે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને વિદેશ મંત્રી એન્ટની બ્લિંકનને પણ મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp