પુતિન સાથે મીટિંગ બાદ હૉસ્પિટલમાં દાખલ થવું પડ્યુ બેલારુસના રાષ્ટ્રપતિને

PC: livemint.com

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની મીટિંગના થોડા જ સમય બાદ બેલારૂસના રાષ્ટ્રપતિ એલેક્જેન્ડર લુકાશેન્કોની તબિયત બગડી ગઈ અને તેમને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. બેલારૂસના વિપક્ષી નેતા વાલેરી સેપકાલોનું કહેવું છે કે, એલેક્જેન્ડર લુકાશેન્કોની હાલત ગંભીર છે. બેલારુસના રાષ્ટ્રપતિને વ્લાદિમીર પુતિનના નજીકના નેતાઓમાંથી એક માનવામાં આવે છે. વાલેરી સેપકાલોએ કહ્યું કે, પ્રાથમિક જાણકારીમાં ખબર પડી કે, એલેક્જેન્ડર લુકાશેન્કોનું સ્વાસ્થ્ય બગડ્યા બાદ તાત્કાલિક મોસ્કોની સેન્ટ્રલ ક્લિનિકલ હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા છે અને હાલત ગંભીર છે.

એટલું જ નહીં, બેલારૂસના વિપક્ષી નેતાએ રાષ્ટ્રપતિને ઝેર આપવા સુધીની આશંકા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, બેલારુસના રાષ્ટ્રપતિને હૉસ્પિટલ લઈ જવા અને બચાવવાનો પ્રયાસ એટલે થઈ રહ્યો છે જેથી કોઈને કોઈ શંકા ન રહે. ક્રેમલીન તરફથી ઝેર આપવાની પણ આશંકા છે. ઉલ્લેખનીય છે કે, એલેક્જેન્ડર લુકાશેન્કોના સ્વાસ્થ્યને લઈને છેલ્લા કેટલાક સમયથી ચર્ચાઓ રહી છે. આ મહિનાની શરૂઆતમાં બેલારૂસના રાષ્ટ્રપતિ રશિયા પહોંચ્યા હતા અને વિક્ટ્રી ડે પરેડમાં હિસ્સો લીધો હતો.

જો કે, તેઓ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે લંચમાં સામેલ થયા નહોતા અને તરત જ પરત ફરી ગયા હતા. તેને લઈને પણ ઘણા પ્રકારની ચર્ચાઓ થઈ હતી. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે, એલેક્જેન્ડર લુકાશેન્કો જ્યારે પરત ફર્યા તો થાકેલા દેખાઈ રહ્યા હતા અને તેમના હાથમાં બેન્ડેજ બાંધેલી હતી. જો કે તેમણે આ અફવાઓને નકારતા કહ્યું હતું કે, હું મરવા જઈ રહ્યો નથી. તમારે મારી સાથે અત્યારે લાંબા સમય સુધી સંઘર્ષ કરવો પડશે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, એલેક્જેન્ડર લુકાશેન્કોએ મે મહિનાના શરૂઆતી દિવસોમાં એક મીટિંગ દરમિયાન કહ્યું હતું કે તેઓ એડિનોવાયરસથી ઝઝૂમી રહ્યા છે. તે કોમન કોલ્ડ વાયરસ છે.

જો કે, તેમણે કહ્યું હતું કે જો કોઈ એમ વિચારી રહ્યું છે કે હું મરવા જઈ જઈ રહ્યો છું તો અત્યારે તેમણે ચિંતા કરવાની જરૂરિયાત નથી. એલેક્જેન્ડર લુકાશેન્કો એ દરમિયાન બોલવામાં પણ મુશ્કેલી અનુભવી રહ્યા હતા. એક જ મહિનાની અંદર આ બીજો અવસર છે, જ્યારે બેલારુસના રાષ્ટ્રપતિને હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. 68 વર્ષીય એલેક્જેન્ડર લુકાશેન્કો વ્લાદિમીર પુતિનની ખૂબ નજીકના નેતા અને તેમને યુક્રેન યુદ્ધમાં રશિયાનું સમર્થન કર્યું છે. હાલમાં બેલારુસના રાષ્ટ્રપતિની ઓફિસથી કોઈ જાણકારી શેર કરવામાં આવી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp