તુર્કી-સીરિયા 7.8ની તીવ્રતાનો ભૂકંપ, મૃતકોની સંખ્યા 100ને પાર, ભીષણ તબાહી

PC: twitter.com/sentdefender

તુર્કી અને સીરિયામાં સોમવારે ભૂકંપ તેજ ઝટકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.8 હતી. ભૂકંપથી દક્ષિણ પૂર્વી તુર્કી અને સીરિયામાં ભારે નુકસાન થવાના સમાચાર મળી રહ્યા છે. બંને દેશોમાં અત્યાર સુધી ભૂકંપથી 100 કરતા વધુ લોકોના મોત થઇ ચૂક્યા છે. તુર્કી અને સીરિયા બંને દેશોમાં ઘણી જગ્યાઓ પર ઇમારતો પડી ગઇ છે. મૃતકોની સંખ્યા હજુ વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભૂકંપનું કેન્દ્ર તુર્કીના ગાઝિયાંટેપમાં હતું. તે સીરિયા બોર્ડરથી 90 કિલોમીટર દૂર સ્થિત છે.

એવામાં સીરિયાના ઘણા શહેરોમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા છે. કહેવામાં આવી રહ્યું છે કે બોર્ડરના બંને તરફ તબાહી મચી છે. કહેવામાં આવી રહ્યું છે કે, તુર્કીમાં ભૂકંપ સ્થાનિક સમય મુજબ સવારે 4:17 વાગ્યે આવ્યો. તેની ઊંડાઇ જમીનથી 17.9 કિલોમીટર અંદર હતી. ભૂકંપનું  કેન્દ્ર ગાઝિયાંટેક પાસે હતું. ભૂકંપના તેજ ઝટકામાં ઘણી ઇમરાતો પડી ગઇ છે. ન્યૂઝ એજન્સી AFPના રિપોર્ટ મુજબ, અત્યાર સુધી 53 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. તુર્કીના ઓસ્માનિયામાં 34 ઇમારતો તબાહ થઇ ગઇ છે.

તુર્કીના રાષ્ટ્રપતિ રજબ તૈયાબ ઇરદુગાને ટ્વીટ કરીને જણાવ્યું કે, ભૂકંપથી પ્રભાવિત ક્ષેત્રોમાં રેસ્ક્યૂ અભિયાન ચાલુ છે. ભૂકંપ દરમિયાન ઓછામાં ઓછી 6 વખત ઝટકા લાગ્યા. ઇરદુગાને લોકોને અપીલ કરી છે કે તેઓ ક્ષતિગ્રસ્ત ઇમરતોમાં પ્રવેશ ન કરે.

કહેવામાં આવી રહ્યું છે કે ભૂકંપના ઝટકા લેબનાન, સીરિયામાં પણ અનુભવાયા છે. સીરિયામાં અલેપ્પો અને હમા શહેરથી નુકસાનના સમાચાર સામે આવી રહ્યા છે. સિવિલ ડિફેન્સ મુજબ સીરિયામાં તુર્કી નજીક આવેલી વિસ્તારમાં ઘણી ઇમારતો પડી ગઇ છે.

દમિશ્કમાં પણ ભૂકંપના ઝટકા બાદ લોકો રસ્તા પર આવી ગયા. લેબનાનમાં લગભગ 40 સેકન્ડ સુધી ભૂકંપના ઝટકા અનુભવાયા. તુર્કીની ઇમરજન્સી સર્વિસે કહ્યું કે, 7.8ની તીવ્રતાના ભૂકંપથી 7 પ્રાંતોમાં ઓછામાં ઓછા 76 લોકોના મોત થયા છે અને 440 લોકો ઇજાગ્રસ્ત થયા છે.

તુર્કીમાં આવેલા ભીષણ ભૂકંપની અસરથી સીરિયામાં 86 લોકોના મોત થઇ ગયા અને 200 કરતા વધુ લોકો ઇજાગ્રસ્ત થઇ ગયા છે. તુર્કીની ભૌગોલિક સ્થિતિના કારણે અહીં મોટા ભાગે ભૂકંપના ઝટકા આવતા રહે છે. અહીં વર્ષ 1999માં આવેલા ભૂકંપમાં 18,000 લોકોના મોત થયા હતા. ઓક્ટોબર 2011માં આવેલા ભૂકંમાં 600 કરતા વધુ લોકોના મોત થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp