26th January selfie contest

પહેલી વખત નથી થયો પુતિનને મારવાનો પ્રયાસ, જાણો 5 કાવતરા કેવી રીતે નિષ્ફળ કર્યા

PC: bbc.com

રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં બુધવારે રશિયા તરફથી મોટો દાવો કરવામાં આવ્યો છે. મોસ્કોએ કહ્યું કે, યુક્રેને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની હત્યાનું ષડયંત્ર રચવામાં આવ્યું. તેણે ક્રેમલિન પર ડ્રોનથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો. રશિયાએ તેને આતંકવાદી કૃત્ય કરાર આપ્યો. બીજી તરફ કીવે આ આરોપોને નકારી દીધા છે. આ પહેલી વખત નથી જ્યારે પુતિન પર હુમલાના પ્રયાસ થયા હોય, આ અગાઉ પણ પુતિનના દુશ્મનોએ આ પ્રકારના પ્રયાસ કર્યા છે.

રશિયાએ આરોપ લગાવ્યો કે, પુતિનની હત્યા કરવાના ષડયંત્ર હેઠળ રશિયાના રાષ્ટ્રપતિના આવાસ પર ડ્રોનથી હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો. રશિયાએ એક નિવેદનાં કહ્યું કે, 2 માનવરહિત વ્હીકલ (ડ્રોન)ને રશિયા તરફ મોકલવામાં આવ્યા હતા. તેમના નિશાના પર રાષ્ટ્રપતિ પુતિનનું આવાસ હતું. તેને તોડી પાડવામાં આવ્યા છે. આ રશિયન સંઘના રાષ્ટ્રપતિનો જીવ લેવાનો પ્રયાસ હતો. હુમલામાં પુતિનને કોઈ નુકસાન થયું નથી. અમે જવાબી કાર્યવાહી કરવાના અધિકાર હેઠળ કામ કરીશું.

વ્લાદિમીર પુતિન છેલ્લા 24 વર્ષથી સાર્વજનિક જીવનમાં છે. પૂર્વ ઇન્ટેલિજેન્સ અધિકારી પુતિને વર્ષ 1999થી સતત રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનના રૂપમાં કામ કર્યું છે. 2 વખત 1999 અને 2000 સુધી અને વર્ષ 2008 થી વર્ષ 2012 સુધી તેમણે વડાપ્રધાનનું પદ સંભાળ્યું. તો પહેલી વખત રાષ્ટ્રપતિના રૂપમાં તેમણે વર્ષ 2000 થી વર્ષ 2008 સુધી કાર્ય કર્યું. બીજી વખત વર્ષ 2012માં તેમણે આ પદ સંભાળ્યું, ત્યારબાદ સતત તેઓ આ પદ પર બન્યા છે. આ કાર્યકાળ દરમિયાન આ અવસર એવા આવ્યા જ્યારે પુતિન વિરુદ્ધ જીવલેણ હુમલાના પ્રયાસ થયા, પરંતુ દરેક વખતના પ્રયાસ નિષ્ફળ રહ્યા.

મે 2022માં યુક્રેનના રક્ષા ઇન્ટેલિજેન્સ પ્રમુખ કાયર્લો બુડાનોવે ખુલાસો કર્યો હતો કે રશિયા-યુક્રેન યુદ્ધની શરૂઆતમાં પુતિન પર એક જીવલેણ હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ નિષ્ફળ પ્રયાસ કાકેશન (કાળા સાગર અને કેસ્પિયન સાગર વચ્ચેનું એક ક્ષેત્ર)માં થયો. મેજર જનરલ બુડાનોવે કહ્યું હતું કે, પુતિન પર હુમલો કરવામાં આવ્યો હતો જેમ કે તેમણે જણાવ્યું. આ ગેર-સાર્વજનિક જાણકારી છે. પૂરી રીતે નિષ્ફળ પ્રયાસ, પરંતુ એ વાસ્તવમાં થયો. આ રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા પછીની વાત છે.

રશિયન મીડિયાએ ફેબ્રુઆરી 2012માં ચેચન (દક્ષિણી રશિયામાં સ્થિત એક દેશ) લિંકવાળા 2 વ્યક્તિઓનો એક વીડિયો પ્રસારિત કર્યો હતો. જેમાં બંને વ્યક્તિ પુતિનની હત્યા કરવાનો પ્રયાસ કરવાની વાત કબૂલી રહ્યા હતા. તેમની ધરપકડ જાન્યુઆરી 2012માં યુક્રેનના ઓડેસામાં થઈ હતી. રિપોર્ટ્સ મુજબ, બંને વ્યક્તિ ચેચન ઇસ્લામિસ્ટ માસ્ટરમાઈન્ડ દોકૂ ઉમારોવના આદેશ પર ગુનાહિત ષડયંત્રને અંજામ આપવાનો હતો. નવેમ્બર 2002માં પુતિન પર એક જીવલેણ હુમલાનો પ્રયાસ ફરીથી નિષ્ફળ કરી દેવામાં આવ્યો, જ્યારે તેઓ ક્રેમલિન પાસે એક મોટરવે પરથી પસાર થઈ રહ્યા હતા.

એક જૂથે રોડના કિનારે 40 કિલો વિસ્ફોટક રાખવાનો દાવો કર્યો હતો. પુતિનનો રુટ બદલી દેવામાં આવ્યો, પરંતુ ત્યારબાદ શંકાસ્પદ વસ્તુઓ પણ ન મળી. પુતિનને મારવાના ષડયંત્ર રચવન આરોપમાં વર્ષ 2002માં અજરબેજાનમાં એક ઈરાકી નાગરિકની ધરપકડ કરવામાં આવી હતી. સત્તાવાર યાત્રા પર ગયેલા પુતિન પર આ પ્રયાસ જાન્યુઆરીમાં થવાનો હતો. ધરપકડ થયેલા વ્યક્તિના કથિત રીતે અફઘાનિસ્તાન અને ચેચન લડાકુઓ સાથે સંબંધ હતા. તે એક સહ-ષડયંત્રકારને વિસ્ફોટક ઉપલબ્ધ કરાવવાની તૈયારીમાં હતો. જો કે ષડયંત્રને સુરક્ષા બળોને નિષ્ફળ કરી દીધું અને એ વ્યક્તિ અને તેના સાથી બંનેની ધરપકડ કરી લેવામાં આવી. બંને આરોપીઓને 10 વર્ષ માટે જેલની સજા સંભળાવી હતી.

ઓક્ટોબર 2023માં બ્રિટનના ઇન્ટેલિજેન્સ અધિકારીઓએ પુતિનને મારવાના ષડયંત્ર રચવાના આરોપમાં 2 લોકોની ધરપકડ કરી હતી. બાતમી બાદ ધરપકડ કરવામાં આવેલા આરોપીઓને એક પોલીસ સ્ટેશનમાં 5 દિવસ માટે રાખવામાં આવ્યા હતા. અંતે તેમને એ શરત પર છોડી દેવામાં આવ્યા કે તેઓ રશિયા જતા રહેશે. દાવાઓ મુજબ, આરોપીઓમાંથી એક પૂર્વ રશિયન ઇન્ટેલિજેન્સ સેવાનો અધિકારી હતો. રિપોર્ટ્સ મુજબ, આ લોકો ષડયંત્રથી 3 વર્ષ પહેલા બ્રિટન આવ્યા હતા. એક સુપારી કીલર દ્વારા તેમને આ કામ કરવા કહેવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp