26th January selfie contest

96 વર્ષીય ક્વીને આ રીતે મેળવી હતી લાંબી ઉંમર, દારૂ હતો ડાયટનો હિસ્સો! જાણો ડાયટ

PC: fox29.com

ગ્રેટ બ્રિટનના શાહી મહેલ બકિંઘમ પેલેસમાંથી 8 સપ્ટેમ્બર, 2022, ગુરુવારે જાણકારી આપવામાં આવી કે મહારાણી એલિઝાબેથ દ્વિતીય હવે આ દુનિયામાં નથી રહ્યા. મહારાણી એલિઝાબેથનો જન્મ 21 એપ્રિલ, 1926ના રોજ થયો હતો અને તેમનું મૃત્યુ 96 વર્ષની ઉંમરમાં થયુ છે. 1952માં પોતાના પિતા કિંગ જ્યોર્જ પંચમના મૃત્યુ બાદ 25 વર્ષની ઉંમરમાં જ મહારાણી એલિઝાબેથ દ્વિતીય ગાદી પર બેઠા હતા. મહારાણી એલિઝાબેથ ગ્રેટ બ્રિટનના સૌથી ઉંમરલાયક અને સૌથી લાંબા સમય સુધી રાજ કરનારા મહારાણી હતા. શાહી પેલેસ દ્વારા તેમના મૃત્યુનું કારણ તો જણાવવામાં નથી આવ્યું પરંતુ, લોકો તેમની આટલી વધુ ઉંમરનું રહસ્ય જરૂર જાણવા માંગે છે.

Webmd અનુસાર, ભલે મહારાણી એલિઝાબેથ દ્વિતીય દુનિયાના સૌથી ધનવાન મહિલાઓમાંથી એક હતા પરંતુ, તેમણે પોતાની લાઈફને હંમેશાં સાધારણ રાખી. તેમની સાદગીપૂર્ણ લાઈફસ્ટાઈલે તેમની લાંબી ઉંમરમાં સહાયતા કરી. તેમણે પોતાના ડાયટ, એક્સરસાઈઝ, ઊંઘવાની આદત અને પોતાના ડેલી રૂટિન વિશે ક્યારેય જાણકારી નથી આપી પરંતુ, એવુ લાગે છે કે તેમની લાઈફસ્ટાઈલ ઘણી સારી હતી.

Webmdએ આગળ જણાવ્યું, ક્વીન એલિઝાબેથ દ્વિતીયની ડાયટ સારી રહેતી હતી. શાહી શેફ ડેરેન મેકગ્રાડીએ 2017માં સીએનએનને જણાવ્યું હતું, મહારાણી સવારની શરૂઆત અર્લ ગ્રે ચા સાથે કરતા હતા. ત્યારબાદ નાસ્તામાં એક વાડકો આખું અનાજ અથવા દહીં લેતા હતા. ક્યારેક-ક્યારેક તેની જગ્યાએ ટોસ્ટ અને જેમ પણ લેતા હતા. જો તેમણે કોઈ ફંક્શનમાં ભોજન ના લેવું હોય તો તેઓ બપોર અને રાતના ભોજનમાં માત્ર કૂક કરેલું ગ્રિલ્ડ નોનવેજ ખાતા હતા. બપોરના ભોજનમાં સલાડની સાથે માછલી અથવા તેતર અથવા હરણ ખાતા હતા. રાત્રે ડિનરમાં ફેટ વિનાની માછલી ખાતા હતા. તેમની ડાયટ હંમેશાં ક્લીન રહી હતી. તેઓ જે કંઈ પણ ખાવા ઈચ્છતા હતા તે ખાઈ શકતા હતા પરંતુ, તેઓ હંમેશાં ડિસિપ્લીનની સાથે હેલ્ધી ભોજન જ કરતા હતા. પરંતુ, મહારાણી બપોરના ભોજન અને રાતના ભોજનની વચ્ચે ફિંગર સેન્ડવીચ અને કેકની સાથે ચા લેતા હતા. જણાવવામાં આવે છે કે, તેઓ દરરોજ દારૂ પીતા હતા.

Webmd અનુસાર, મહારાણી એલિઝાબેથ દ્વિતીય કોઈ સ્પેશિયલ એક્સરસાઈઝ નહોતા કરતા. તેઓ પોતાના ડેઈલી રૂટિનમાં ફિઝિકલ એક્ટિવિટીને સામેલ કરતા હતા, જેને કારણે તેમને એક્ટિવ રહેવામાં મદદ મળતી હતી. સમય મળતા જ તેઓ પોતાના ડૉગ્સની સાથે ફરતા હતા અને ઘોડેસવારી કરવા પણ જતા હતા. આ ઉપરાંત, પૂરતી ઉંઘ લેવાને કારણે પણ તેમના સ્વાસ્થ્યને ઘણો ફાયદો મળતો હતો. તેઓ રાત્રે 11 વાગ્યા પહેલા સૂઈ જતા હતા અને સવારે 7.30 વાગ્યા સુધીમાં ઉઠી જતા હતા.

લોંગ લિવ ધ ક્વીન બુકના રાઈટર બ્રાયન કોજલોવ્સ્કીએ લખ્યું હતું, માનસિક આદતો, વિચારવાની અનોખી રીત, ભોજન, એક્સરસાઈઝ, કામ અને પર્યાપ્ત આરામે પણ તેમને આટલી વધુ ઉંમર આપી. કોજલોવ્સ્કીએ ઘણા અન્ય કારણો વિશે પણ જણાવ્યું, જેણે મહારાણીને આટલી વધુ ઉંમર સુધી શારીરિક અને માનસિકરીતે સ્વસ્થ રહેવામાં મદદ કરી.

કામમાં બિઝી રહેવુ

રાણી દર વર્ષે ડઝનો પબ્લિક અપીરિયન્સ કરતા હતા અને દરરોજ રાજ્યીય મામલાઓ સંબંધિત પેપરની કાર્યવાહીમાં ઘણો લાંબો સમય વીતાવતા હતા. તેને કારણે તેઓ કામમાં બિઝી રહેતા હતા.

દાન-ધર્મમાં આગળ

જ્યારથી મહારાણી એલિઝાબેથ સિંહાસન પર બેઠા ત્યારથી જ તેમની ભાવના ઘણી સારી માનવામાં આવી. તેઓ હંમેશાં દાન-ધર્મમાં વિશ્વાસ ધરાવતા હતા અને દરેક જરૂરિયાતમંદોની મદદ માટે તેઓ હંમેશાં આગળ રહેતા હતા.

ચાર્જ કરવા માટે સમય કાઢવો

જો કોઈ ચા પીતું હોય તો તેમના શરીરમાં એનર્જી આવી જાય છે. મહારાણી પણ બપોરે પોતાની ચા માટે સમય કાઢતા હતા. તેઓ પ્રકૃતિ સાથે સમય વીતાવતા હતા.

અન્ય સંભવિત કારણો

મહારાણીએ પોતાના પિતા, કાકા, દાદા, પરદાદા અને અંતે પોતાની બહેનને પણ ધૂમ્રપાન સાથે સંબંધિત બીમારીઓના કારણે ગૂમાવી દીધા હતા, આથી તેમણે ક્યારેય સ્મોકિંગ ના કર્યું.

પોતાની ઉંમરના નવ દાયકા પૂર્ણ કર્યા બાદ મહારાણી એલિઝાબેથ છેલ્લાં કેટલાક સમયથી બીમાર ચાલી રહ્યા હતા. તેમને ફેબ્રુઆરીના અંતમાં કોરોના થયો હતો. જોકે, મહારાણી છેલ્લાં 20 વર્ષોમાં માત્ર ત્રણવાર હોસ્પિટલ ગયા. મહેલના લોકોના જણાવ્યા અનુસાર, ઓક્ટોબર 2021માં રાણીને થાક લાગ્યો હતો આથી તેમણે ઉત્તરી આયર્લેન્ડની યાત્રા અચાનક રદ્દ કરી દીધી હતી અને બીજા દિવસે તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp