રાવણના દેશમાં ગુંજશે શ્રીરામનો નાદ, બનશે રામાયણ સર્કિટ

PC: go-lanka.com

મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના જન્મસ્થળ અયોધ્યામાં તો ભવ્ય રામ મંદિર બની જ રહ્યું છે. અયોધ્યાથી હજારો કિલોમીટર દૂર દક્ષિણમાં રાવણના દેશમાં પણ પ્રભુ શ્રીરામની મહિમાના ગુણગાન હશે. ભારતીય પર્યટકો માટે ખાસ કરીને શ્રીલંકામાં રામાયણ સર્કિટનું નિર્માણ થવા જઈ રહ્યું છે. આ એ સ્થળ છે, જ્યાં ભગવાન શ્રી રામના ચરણ પડ્યા હતા. એટલું જ નહીં અહીં સીતા સર્કિટ પણ હશે. સીતાજીને રાવણે અહીં અશોક વાટિકામાં રાખ્યા હતા. રામાયણ સર્કિટની ખાસ વાત એ છે કે, તેને જોવા માટે ભારતીય શ્રદ્ધાળુઓને એક ખાસ સુવિધા પણ આપવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, અહીં ભારતીય કરન્સી એટલે કે ભારતીય રૂપિયા પણ ચાલશે.

શ્રીલંકાના ભારતીય મહાકાવ્યની સાથે એક સમૃદ્ધ સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંબંધ છે. રામાયણમાં વર્ણન છે કે, જે આજે શ્રીલંકા છે આ જ લંકાના રાજા દશાનન એટલે કે રાવણે જ્યારે સીતા મૈયાનું અપહરણ કર્યુ હતું, ત્યારે ભગવાન રામે લંકામાં યુદ્ધ લડ્યું અને રાવણનો વધ કર્યો હતો. રાવણ મહાન વિદ્વાન હતો. રામાયણમાં એ વાતનું પણ વર્ણન છે કે, ભગવાન રામે પોતે લક્ષ્મણને કહ્યું હતું કે, તેઓ રાવણ પાસેથી જ્ઞાનની વાતો ગ્રહણ કરે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શ્રીલંકા રામાયણ સર્કિટને ફરીથી બનાવવાની પ્રક્રિયામાં છે, તેમા એક અલગ સીતા સર્કિટ પણ સામેલ છે.

શ્રીલંકામાં એવા ઘણા ઐતિહાસિક સ્થળ છે, જેનું વર્ણન રામાયણમાં છે. શ્રીલંકામાં કેટલાક લોકપ્રિય રામાયણ ટ્રેલ્સમાં સિગિરિયા સામેલ છે, અહીં પથ્થરોમાંથી નિર્મિત એક પ્રાચીન કિલ્લો છે, જેને રાજા રાવણનો મહેલ જણાવવામાં આવે છે. માન્યતા છે કે, રાવણે સીતાજીને સિગિરિયા પહાડીની નજીક એક ગુફામાં બંદી બનાવીને રાખ્યા હતા. તે શ્રીલંકામાં પર્યટકોની પહેલી પસંદ પણ છે. તેમજ, નુવારા એલિયા શહેરમાં અશોક વાટિકા એક અન્ય લોકપ્રિય સ્થળ છે. માન્યતા અનુસાર, આ એ જ સ્થળ છે જ્યાં સીતા મૈયાને રાખવામાં આવ્યા હતા. અહીં સીતાજીને હનુમાનજી મળ્યા હતા અને તેમને ભગવાન રામની અંગુઠી આપી હતી.

ત્રિંકોમાલી શહેરમાં ઘણા પ્રસિદ્ધ મંદિરો આવેલા છે, જે કોઈક ને કોઈક રૂપમાં રામાયણકાળ સાથે સંકળાયેલા છે. કોનેશ્વરમ મંદિર એવુ જ એક પ્રાચીન મંદિર છે. માનવામાં આવતું રહ્યું છે કે, આ મંદિરનું નિર્માણ ભગવાન રામે ભગવાન શિવજીના સન્માનમાં કરાવ્યું હતું. રામાયણ કાળ સાથે સંબંધિત એવા જ કેટલાક સ્થળો છે, જેને શ્રીલંકામાં જોઈ શકાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp