13 મહિલાઓ પર બળાત્કાર કરનાર જેલમાંથી બહાર આવ્યો

PC: lancs.live

13 મહિલાઓ પર બળાત્કારના ગુનામાં દોષિત પુરૂષને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો છે. આ કુખ્યાત ગુનેગારનું નામ એન્ડ્રુ બાર્લો છે. તે 1988માં અનેક ગુનાઓ કર્યા બાદ પકડાયો હતો. આ મામલો UKના ગ્રેટર માન્ચેસ્ટરનો છે. ગયા વર્ષના ડિસેમ્બર મહિનામાં તેની મુક્તિની જાહેરાત કરવામાં આવી હતી. તત્કાલીન DyPM ડોમિનિક રાબે પણ તેની મુક્તિની જાહેરાતનો વિરોધ કર્યો હતો. 66 વર્ષીય બાર્લોએ 13 મહિલાઓ પર બળાત્કાર કર્યો અને આ ઉપરાંત અન્ય ઘણા ગુનાઓ પણ કર્યા હતા.

એન્ડ્રુ બાર્લોને 13 આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. તેણે 34 વર્ષ જેલમાં વિતાવ્યા છે. તેને જેલમાંથી સીધો એક હોસ્ટેલમાં લઈ જવામાં આવ્યો છે. અગાઉ તેઓ એન્ડ્રુ લોન્ગમાયર તરીકે જાણીતા હતા. પછી તેણે પોતાનું નામ બદલીને એન્ડ્રુ બાર્લો કરી નાખ્યું હતું.

લાંબો સમય જેલમાં વિતાવવાને કારણે તેને છોડી દેવાનો આદેશ આપવામાં આવ્યો હતો. પેરોલ બોર્ડે કહ્યું હતું કે, તેણે 34 વર્ષની સજા પૂરી કરી લીધી છે, તેથી તેને જેલમાંથી મુક્ત કરવામાં આવશે. પરંતુ તે નિરીક્ષણ હેઠળ રહેશે. તે ગ્રેટર માન્ચેસ્ટર જઈ શકશે નહિ. તે એક નિશ્ચિત સરનામે જ રહેશે. તેણે પોતાના નવા સંબંધો વિશે માહિતી આપવી પડશે. આ ઉપરાંત, તેણે નિયમિતપણે ડ્રગ ટેસ્ટ પાસ કરવો પડશે. અને GPS દ્વારા પણ તેની દેખરેખ રાખવામાં આવશે.

આ બળાત્કારીના જેલમાંથી છૂટ્યા બાદ એક પીડિતાએ કહ્યું, 'મને ડર છે કે તે ફરી એકવાર પોતાનું નામ બદલી નાખશે. હું માનું છું કે એવી કેટલીક વધુ પીડિતાઓ છે કે જેઓ આગળ આવી નથી. તેણે 34 વર્ષ જેલમાં વિતાવ્યા છે, પરંતુ તે હજી પણ તેવો જ દુષ્ટ માણસ છે. મને તો લાગે છે કે તે હજુ પણ એવો જ ખતરનાક છે.'

જો કે, તે 66 વર્ષનો છે, પરંતુ હવે તે ખભા પર 34 વર્ષ જેલમાં રહેવાનું લેબલ લગાવીને આવ્યો છે.' બાર્લોને 1988માં 11 મહિલાઓ પર બળાત્કાર માટે 11 આજીવન કેદની સજા અને અન્ય ગુનાઓ માટે વધારાની 56 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. ત્યાર પછી પણ તેને અન્ય કેટલાક કેસમાં સજા ફટકારવામાં આવી હતી.

2010માં અને ફરીથી 2017માં તેને વધુ બે આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આ સજા 1981 અને 1982ના ગુનાઓ માટે આપવામાં આવી હતી.

ન્યાય મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું, 'અમે જાણીએ છીએ કે પીડિતો માટે આ મુશ્કેલ સમય હશે, પરંતુ એન્ડ્રુ બાર્લો તેના બાકીના જીવન માટે દેખરેખ હેઠળ રહેશે અને જો તે તેની મુક્તિની કડક શરતોનો ભંગ કરશે તો તેને ફરીથી જેલ થઈ શકે છે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp