ઝડપથી વધી રહ્યો છે ભાડા પર ગર્લફ્રેન્ડ અને પત્ની લેવાનો બિઝનેસ, જાણો કારણ

PC: twitter.com

ચીનમાં ઝડપથી ઘટતી આબાદી તેને મોટા જોખમ તરફ લઈ જઈ રહી છે. યુવાનો લગ્ન કરવાથી બચી રહ્યા છે. જ્યારે, વન ચાઇલ્ડ પોલિસીને કડકાઈપૂર્વક લાગૂ કરનારી કમ્યુનિસ્ટ સરકાર હવે ત્રણ બાળકો પેદા કરવા માટે કહી રહી છે. આ સમસ્યા સામે લડવા માટે ચીની પરિવાર પોતાના બાળકો પર લગ્ન કરવાનું દબાણ કરી રહ્યા છે. તેઓ તેમના માટે બ્લાઇન્ડ ડેટ ફિક્સ કરી રહ્યા છે. દરમિયાન, અહીં એક નવો બિઝનેસ ઝડપથી વિકસી રહ્યો છે. તેમા લોકો ભાડાથી ગર્લફ્રેન્ડ અને પત્નીઓ લઇ રહ્યા છે.

સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના રિપોર્ટ અનુસાર, ભાડા પર ગર્લફ્રેન્ડ અને પત્નીઓ લેવા માટે વેબસાઈટ્સ પણ ઉપલબ્ધ છે, જ્યાં લોકો રજિસ્ટર કરાવી રહ્યા છે. પોતાને રિપોર્ટર કહેનારા નાનજિંગ નામના એક વ્યક્તિએ એવી જ એક વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરાવ્યું. જ્યાં ના માત્ર ગર્લફ્રેન્ડ પરંતુ બોયફ્રેન્ડ પણ ભાડા પર મળી રહ્યા છે. ચીનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વીચેટ પર એક છોકરીએ નાનજિંગનો સંપર્ક કર્યો. તેણે જણાવ્યું કે, તે 29 વર્ષની છે અને તેનું નામ મુમુ છે અને યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી છે. મુમુએ જણાવ્યું કે, તેની ફી 100 યુઆન (10227 રૂપિયા) છે. તે વાતચીત કરવાના વધારાના 500 યુઆન (6003 રૂપિયા) અને ટ્રાવેલ કરવાના 350 યુઆન (4202 રૂપિયા) લે છે. મુમુનું કહેવુ છે કે, તે ઓફિસમાં કામ કરે છે અને મહિનાના 500 યુઆન (60026 રૂપિયા)ની કમાણી કરે છે. માત્ર, ખાલી ટાઇમ અથવા રજાઓમાં તે આ કામ કરે છે.

મુમુએ કહ્યું કે, તેને એવા પણ લોકો મળે છે, જે નકલી પત્ની બનાવીને પોતાના પેરેન્ટ્સ સાથે વાતચીત કરાવે છે, જેથી લગ્નના દબાણથી બચી શકાય. તેમજ, કેટલાક લોકો નકલી દુલ્હન બનાવીને ફંક્શન્સનું પણ આયોજન કરે છે, જેથી લગ્નનું સર્ટિફિકેટ મેળવી શકાય. ઘણા ક્લાઇન્ટ ગે હોય છે. એવામાં તેમને સારી એવી કમાણી કરવાની તક મળી જાય છે. મુમુનું કહેવુ છે કે, બોયફ્રેન્ડ બનાવ્યા બાદ તે આ ઇન્ડસ્ટ્રીને છોડી દેશે.

ચીનના યુવાનોની લગ્ન પ્રત્યે ઈચ્છા ઓછી થતી જઈ રહી છે. તેઓ વધુ જવાબદારી લેવાથી બચી રહ્યા છે. પરંતુ, લગ્નોની સંખ્યા વધારવા માટે સરકાર તમામ પ્રકારના પ્રયત્નો કરી રહી છે. સરકાર લગ્ન માટે રજાઓ પણ આપે છે. જ્યારે, માતા-પિતા લગ્ન કરવાનું દબાણ બનાવે છે. તેનાથી બચવા માટે યુવાનો પરિવાર સાથે ક્યારેક નકલી પત્નીની મુલાકાત કરાવી દે છે, તો ક્યારેક નકલી મેરેજ સર્ટિફિકેટ બતાવી દે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp