ચર્ચમાં 600 બાળકોનું યૌન શોષણ, તેમાં 156 પાદરી પણ સામેલ

PC: baltimoresun.com

અમેરિકાના મેરીલેન્ડ સ્ટેટમાં એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. અહીં 156 કેથોલિક પાદરિઓએ કેટલાક અન્ય લોકો સાથે મળીને 80 વર્ષોમાં એટલે કે 1940થી લઇને અત્યારસુધી 600 કરતા વધુ બાળકોનું યૌન શોષણ કર્યું છે. મેરીલેન્ડના એટર્ની જનરલ એન્થની બ્રાઉને બુધવારે 463 પાનાનો આ રિપોર્ટ જાહેર કર્યો. 4 વર્ષ સુધી તપાસ બાદ આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. તેમા પાદરીઓના દુર્વ્યવહાર અને ચર્ચ પ્રબંધન દ્વારા મામલાને સંતાડવાની આખી ડિટેલ સામેલ છે. આ અપરાધમાં બાલ્ટીમોરના આર્ચડાયસિસના સભ્યોના સામેલ હોવાની વાત સામે આવી છે. આ અમેરિકાનો પહેલો કેથોલિક સૂબો છે. નવો રિપોર્ટ રોમન કેથોલિક ચર્ચમાં થતા યૌન શોષણના દાયકાઓ લાંબા ખુલાસામાં એક નવી કડી છે.

યૌન શોષણ સાથે સંકળાયેલા આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અપરાધોમાં મોટાભાગે એ બાળકોને ટાર્ગેટ કરવામાં આવ્યા જે મજબૂર હતા અને ચર્ચમાં ઘણા નાના કામ કરતા હતા. શોષણ દરમિયાન આ બાળકોને કહેવામાં આવતું હતું કે, આ ભગવાનની મરજી છે. તેમજ તેમને ધમકી પણ આપવામાં આવતી હતી કે જો તેમણે કોઇને આ વિશે કંઇ કહ્યું તો તેમના પરિવારના લોકો નર્કમાં જશે.

હાલમાં મેરીલેન્ડ સીનેટે એક બિલ પાસ કર્યું છે. તે અંતર્ગત યૌન શોષણ વિરુદ્ધ કેસ દાખલ કરવાની સીમાઓને નિરસ્ત કરી દેવામાં આવી છે. નવા કાયદા અંતર્ગત, ભલે મામલો ગમે તેટલો જૂનો હોય, પીડિત તેના સંબંધમાં કેસ દાખલ કરાવી શકે છે. સ્ટેટના કેથોલિક કોન્ફ્રેન્સે આ બિલનો વિરોધ કરતા તેને ખોટું અને અસંવેધાનિક ગણાવ્યું હતું.

મેરીલેન્ડના આ રિપોર્ટમાં એવા કોઇપણ આરોપીનું નામ સામે નથી આવ્યું જે હાલ પાદરી વર્ગમાં સેવા કરી રહ્યું છે. મોટાભાગના આરોપીઓના પહેલા મોત થઈ ચુક્યા છે. રિપોર્ટ જાહેર કરવાની મંજૂરી આપનારા બાલ્ટિમોરના જજ ટેલરે કહ્યું- આરોપીઓના મૃત્યુ બાદ અમે તમામ મામલાઓનો ખુલાસો અને તેની ગણતરી કરીને જ પીડિતોને ન્યાય અપાવી શકીએ છીએ. 456 પાનાનો રિપોર્ટ બનાવવામાં બે એટર્ની જનરલ સામેલ હતા. તેને સમય-સમય પર જ્યૂરી દ્વારા જાહેર કરવામાં આવેલા સમનોને ભેગા કરીને બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત, તેમા કર્મીઓના રેકોર્ડ, મેડિકલ અને સાઇકોલોજિકલ હેલ્થ ડોક્યૂમેન્ટ્સ, ઓફિશિયલ ચર્ચ નીતિઓ જેવા હજારો દસ્તાવેજો સામેલ કરવામાં આવ્યા છે. એટર્ની જનરલ બ્રાઉને પોતાની ઓફિસમાં યૌન શોષણનો મામલો દાખલ કરાવવા માટે એક હોટલાઇન પણ સ્થાપિત કરી છે. તેમના અનુસાર, તેના દ્વારા અત્યારસુધી 300 કરતા વધુ લોકો સંપર્ક કરી ચુક્યા છે.

રિપોર્ટમાં એવા 33 પાદરી સામેલ છે જેમના નામ પહેલા કોઈ મામલામાં સામે નહોતા આવ્યા. સાથે જ ચર્ચ સાથે સંકળાયેલા 146 આરોપીઓના નામ છે, જેમા મોટાભાગના પુરુષ છે જે પુજારી તરીકે સેવા કરી ચુક્યા છે. આ ઉપરાંત, 10 લોકો એવા છે જેમના નામ હજુ સામે નથી આવ્યા. રિપોર્ટ અનુસાર, આ લોકો હજુ પણ જીવિત હોઇ શકે છે અને શક્ય છે કે અત્યારસુધી તેમની ઓળખ ના કરવામાં આવી હોય. તેમજ, તેમા ચર્ચ પ્રબંધનના કેટલાક એવા લોકોનો પણ ઉલ્લેખ છે જેમણે અપરાધ છૂપાવવામાં આરોપીઓની મદદ કરી હતી.

કેથોલિક ચર્ચમાં યૌન શોષણ સ્કેન્ડલ 20 વર્ષો કરતા વધુ સમયથી સામે આવતું રહ્યું છે. સૌથી પહેલા તેનો ખુલાસો 2002માં ધ બોસ્ટન ગ્લોબ મીડિયા કંપનીએ કર્યો હતો. તેમણે ચર્ચમાં સગીરોની સાથે થનારા શોષણ પર એક રિપોર્ટ પબ્લિશ કર્યો હતો. ત્યારબાદ 5 પાદરીઓ પર ક્રિમિનલ કેસ ચલાવવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં ઘણા પીડિતોને ખુલીને સામે આવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા અને થોડાં જ સમયમાં યૌન શોષણના 249 મામલા દાખલ કરવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp