પાકિસ્તાને 72 વર્ષમાં મિસ યૂનિવર્સમાં ભાગ નથી લીધો એક મોડલે લીધો તો બબાલ મચી
માલદીવમાં યોજાયેલી મિસ યૂનિવર્સ ર્સ્પધામાં એરિકા રોબિનને 'મિસ યુનિવર્સ' પાકિસ્તાનનો ખિતામ મળ્યો છે. અહીં સુધી પહોંચનારી એરિકા પહેલી પાકિસ્તાની યુવતી છે. પાકિસ્તાને 72 વર્ષમાં ક્યારેય મિસ યુનિવર્સમાં પ્રતિનિધિત્વ કર્યું નથી, હવેએરિકા રોબિને પ્રતિનિધ્તવ કર્યું તો પાકિસ્તાનમાં આ વાતથી ભારે બબાલ મચી ગઇ છે. ઇન્ચાર્જ પ્રધાનમંત્રીએ તો એરિકાના મિસ યુનિવર્સમાં ભાગ લેવાને શરમજનક વાત તરીકે લેખાવી છે.
'મિસ યુનિવર્સ' સ્પર્ધાને લઈને પાકિસ્તાનમાં હોબાળો ચાલી રહ્યો છે. જેનું કારણ છે 24 વર્ષની મોડલ એરિકા રોબિન. એરિકા ખ્રિસ્તી ધર્મમાંથી આવે છે અને તે આ સ્પર્ધામાં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરી રહી છે.
પરંતુ પાકિસ્તાનના ઇન્ચાર્જ વડાપ્રધાન મુશ્તાક અહેમદ અને જમાત-એ-ઈસ્લામીના સેનેટર મુશ્તાક અહેમદને એરિકાની મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભાગ લેવો પસંદ ન આવ્યો અને તેને તેમણે શરમજનક વાત લેખાવી છે.
જો કે આ વિવાદ વચ્ચે આ સ્પર્ધાનું આયોજન કરનાર દુબઈના યુજેન ગ્રુપે કહ્યું હતું કે આ સ્પર્ધા માટે પાકિસ્તાનમાંથી મોટી સંખ્યામાં અરજીઓ આવી હતી. હવે આ વર્ષે નવેમ્બરમાં અલ સાલ્વાડોરમાં યોજાનારી આ સ્પર્ધાના અંતિમ રાઉન્ડ માટે ટોચના 5 સ્પર્ધકોની પસંદગી કરવામાં આવી છે.
જ્યાં પાકિસ્તાનમાં કેટલાક લોકો એરિકાની સિદ્ધિથી ખુશ છે તો ઘણા લોકો તેની ટીકા પણ કરી રહ્યા છે. એરિકાએ આ બાબતે મીડિયા સાથેની વાતમાં કહ્યું હતું કે,પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરવું ખૂબ જ સારું લાગે છે. પરંતુ મને એ સમજાતું નથી કે આ પ્રતિક્રિયાઓ ક્યાંથી આવી રહી છે. મને લાગે છે કે લોકોની સમસ્યા એ છે કે હું પુરુષોથી ભરેલા હોલમાં સ્વિમસૂટ પહેરીને વોક કરીશ.
મુસ્લિમ બહુમતી ધરાવતા પાકિસ્તાનમાં મહિલાઓ માટે સૌંદર્ય સ્પર્ધાઓ ભાગ્યે જ જોવા મળે છે. આવી સ્થિતિમાં અલગ-અલગ જગ્યાએ રહેતી પાકિસ્તાની મહિલાઓ માટે 'મિસ વર્લ્ડ પાકિસ્તાન' એકમાત્ર મોટી સ્પર્ધા માનવામાં આવે છે. જે સૌથી પ્રસિદ્ધ પણ છે. જેનું આયોજન પહેલા ટોરન્ટો અને પછી લાહોરમાં કરવામાં આવ્યું હતું.
જો કે પાકિસ્તાન સરકારનું કહેવું છે કે,મિસ યુનિવર્સ સ્પર્ધા માટે આયોજિત કાર્યક્રમનું આયોજન પાકિસ્તાન સરકારની પરવાનગી વગર કરવામાં આવ્યું હતું. જેમાં એરિકા રોબિનને મિસ યુનિવર્સ પાકિસ્તાનનો તાજ પહેરાવવામાં આવ્યો છે. પાકિસ્તાન સરકારે મિસ યુનિવર્સ સ્પર્ધાને લઈને સવાલો ઉઠાવ્યા છે. પાકિસ્તાનના કાર્યકારી માહિતી અને પ્રસારણ મંત્રી મુર્તઝા સોલંગીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા સ્પષ્ટ કર્યું કે પાકિસ્તાન સરકાર અને દેશનું પ્રતિનિધિત્વ દેશ અને સરકારી સંસ્થાઓ કરે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમારી સરકારે આવી કોઈ પણ ઈવેન્ટ માટે કોઈ બિન-રાજ્ય અને બિનસરકારી વ્યક્તિ કે સંસ્થાને નોમિનેટ કર્યા નથી અને કોઈ સરકારનું પ્રતિનિધિત્વ કેવી રીતે કરી શકે?
જો આપણે 'મિસ યુનિવર્સ' સ્પર્ધાના ઈતિહાસ પર નજર કરીએ તો 1952માં આ સ્પર્ધા શરૂ થયાને 72 વર્ષ થઈ ગયા છે. જોકે, આટલા વર્ષોમાં આ પહેલીવાર છે જ્યારે પાકિસ્તાનના કોઈ સ્પર્ધકે ભાગ લીધો હોય. જ્યારે એરિકાને બીજા રાઉન્ડથી પૂછવામાં આવ્યું કે તે તેના દેશ માટે શું કરવા માંગે છે, તો તેનો જવાબ હતો કે, પાકિસ્તાન એક પછાત દેશ છે તેવી માનસિકતા હું બદલવા માંગુ છું. આ ઉપરાંત એરિકાએ એક મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે જ્યારે આ લોકોને મિસ્ટર પાકિસ્તાનની ર્સ્પધા સામે કોઇ વાંધો નથી તો તેઓ એક મહિલાની સિદ્ધીથી આટલા બધા પરેશાન કેમ છે?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp