- World
- 93 વર્ષના રૂપર્ટ મર્ડોક પાંચમી વખત બન્યા વરરાજા, રશિયન સુંદરી સાથે કર્યા લગ્ન
93 વર્ષના રૂપર્ટ મર્ડોક પાંચમી વખત બન્યા વરરાજા, રશિયન સુંદરી સાથે કર્યા લગ્ન

મીડિયા દિગ્ગજ રૂપર્ટ મર્ડોકે 93 વર્ષની વયે પાંચમી વખત લગ્ન કર્યા છે. તેમની કંપની ‘ન્યૂઝ કોર્પ’એ આ જાણકારીની પુષ્ટિ કરી છે. રૂપર્ટ મર્ડોક અને 67 વર્ષીય રશિયન મૂળની સેવાનિવૃત્ત આણવીક જીવ વૈજ્ઞાનિક એલેના જુકોવાએ શનિવારે કેલિફોર્નિયાના બેલ એર સ્થિત પોતાના ફાર્મ હાઉસ પર લગ્ન કર્યા. ‘ન્યૂઝ કોર્પે’એ કપલની તસવીર શેર કરી. આ અગાઉ માર્ચમાં બંનેએ સગાઈ કરી હતી. રૂપર્ટ મર્ડોકે આ અગાઉ વર્ષ 2016માં મોડલ અને એક્ટ્રેસ જેરી હૉલ સાથે લગ્ન કર્યા હતા.
જો કે, વર્ષ 2022માં તેમના છૂટાછેડા થઈ ગયા. જુકોવાએ આ અગાઉ અબજપતિ રોકાણકાર અને રશિયન રાજનીતિજ્ઞ એલેકજેન્ડર જુકોવા સાથે લગ્ન કર્યા હતા. તેમની દીકરી દશાના લગ્ન પહેલા રશિયન અબજપતિ રોમન અબ્રામોવિચ સાથે થયા હતા, જે પ્રીમિયર લીગ ફૂટબોલ ક્લબ ચેલ્સીના માલિક હતા. ગયા વર્ષે રૂપર્ટ મર્ડોકે Fox ન્યૂઝની મૂળ કંપની અને ન્યૂઝ કોર્પના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
કોણ છે એલેના જુકોવા:
એલેના જુકોવા મોસ્કોથી છે અને વર્ષ 1991માં તેણે સોવિયત યુનિયનના અંતિમ વર્ષોમાં અમેરિકા જવાનો નિર્ણય લીધો હતો. આ અગાઉ તે 2 વખત લગ્ન કરી ચૂકી છે. ખાસ વાત છે કે જુકોવાની રૂપર્ટ મર્ડોક સાથે મુલાકાત તેમની ત્રીજી પત્ની વેન્ડી ડેંગ તરફથી આયોજિત એક પારિવારિક કાર્યક્રમમાં થઈ હતી. વર્ષ 2013માં 14 વર્ષના લગ્ન બાદ રૂપર્ટ મર્ડોક અને ડેંગ અલગ થઈ ગયા હતા.
રંગીન રહી છે રૂપર્ટ મર્ડોકની પરિણીત જિંદગી:
રૂપર્ટ મર્ડોકના પહેલા લગ્ન વર્ષ 1956માં ઓસ્ટ્રેલિયન ફ્લાઇટ એટેન્ડેન્ટ પેટ્રિશિયા બુકર સાથે થયા હતા. ત્યારબાદ વર્ષ 1960માં બંનેએ છૂટાછેડા લઈ લીધા. ત્યારબાદ રૂપર્ટ મર્ડોકેની બીજી પત્ની એના ટોર્વ સાથે 3 વર્ષ કરતા વધુ સમય સુધી લગ્નના બંધનમાં રહ્યા. એના ટોર્વ અખબાર રિપોર્ટર હતી. બંનેએ વર્ષ 1999માં છૂટાછેડા લીધા. તેના થોડા મહિનાઓ બાદ જ રૂપર્ટ મર્ડોકે વેન્ડી ડેંગ સાથે લગ્ન કર્યા, જેમના 2013માં છૂટાછેડા થઈ ગયા. ચોથી વખત તેમણે વર્ષ 2016માં મોડલ જેરી હૉલ સાથે લગ્ન કર્યા. રૂપર્ટ મર્ડોકના અલગ અલગ લગ્નથી 6 સંતાન છે.
Related Posts
Top News
સંભલ અને કાનપુરમાં ધૂળેટીના દિવસે નમાઝ અદા કરવાને લઈને જામા મસ્જિદ કમિટીનો મોટો નિર્ણય
પીએમ આવાસ યોજનાના 1.50 લાખ લાભાર્થીઓને મોકલવામાં આવી નોટિસ, સામે આવ્યું આ કારણ
હવે મોદી સરકાર 70 વર્ષ નહીં, પરંતુ આ ઉંમરના લોકોને પણ આપશે આયુષ્માન કાર્ડ!
Opinion
