રશિયા પર યુક્રેનનો પલટવાર, ટોપ કમાન્ડર સહિત આટલા નેવી અધિકારી માર્યા ગયા
યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ભયાનક સ્તર પર પહોંચી ગયું છે. રશિયા જ્યાં જોરદાર એરસ્ટ્રાઈક કરી રહ્યું છે તો યુક્રેન પણ સારી રીતે સામનો કરી રહ્યું છે. યુક્રેનના વિશેષ બળોએ સોમવારે દાવો કર્યો કે, રશિયન સેવસ્તોપોલ બંદરગાહમાં કાળા સાગર વિભાગના કમાન્ડર અને રશિયાના સૌથી વરિષ્ઠ નૌકાદળના અધિકારીઓમાંથી એક એડમીરલ વિક્ટર સોકોલોવને મારી નાખ્યા છે અને ટોપ નેવી કમાન્ડર સહિત 34 અધિકારીઓને પણ મોતને ઘાટ ઉતારી દીધા છે. યુક્રેનનો દાવો છે કે ક્રીમિયામાં કાળા સાગર વિભાગના હેડક્વાર્ટર પર મિસાઇલ હુમલામાં આ કાર્યવાહી કરવામાં આવી છે.
એક ન્યૂઝ એજન્સીએ જ્યારે રશિયન રક્ષા મંત્રાલયને આ વાતની પુષ્ટિ કે ખંડન કરવા માટે કહ્યું કે શું કાળા સાગર વિભાગના ઉચ્ચ કમાન્ડર અને રશિયન નૌકાદળના અધિકારી માર્યા ગયા છે તો મોસ્કોએ તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા ન આપી. રશિયા તેને ન તો સ્વીકારી શકે છે અને ન તેનાથી ઇનકારી કરી રહ્યું છે. યુક્રેને હાલના દિવસોમાં ક્રીમિયા પર એરસ્ટ્રાઈક તેજ કરી દીધી છે. આ એક મહત્ત્વપૂર્ણ ક્ષેત્ર અને સામરિક નજરિયાથી મહત્ત્વપૂર્ણ પોઈન્ટ છે, જ્યાંથી રશિયાએ 19 મહિના લાંબા યુદ્ધમાં યુક્રેન પર અનેક હવાઈ હુમલા કર્યા છે.
જો રશિયન નેવી કમાન્ડરના મોતની પુષ્ટિ થાય છે તો સોકોલોવની હત્યા પર ક્રીમિયા પર કીવના સૌથી ઘાતક હુમલાથી એક હશે, ક્રીમિયાને રશિયાએ વર્ષ 2014માં યુક્રેનથી છીનવીને તેના પર કબજો કરી લીધો હતો. યુક્રેનના વિશેષ બળોએ ટેલિગ્રામ મેસેજિંગ એપ પર કહ્યું કે, કાળા સાગરમાં રશિયન વિભાગના હેડક્વાર્ટર પર હુમલા બાદ વિભાગના કમાન્ડર સહિત 34 નેવી અધિકારીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે, જ્યારે અન્ય 105 ઇજાગ્રસ્ત થઈ ગયા છે.
હુમલામાં ક્ષતિગ્રસ્ત નેવીના હેડક્વાર્ટર ભવનનું જિર્ણોદ્વાર નહીં કરાવી શકાય. જો કે એ તરત સ્પષ્ટ થઈ શક્યું નહીં કે યુક્રેનના વિશેષ બળોએ હુમલામાં મૃતકો અને ઇજાગ્રસ્તોની ગણતરી કેવી રીતે કરી લીધી. રોયટર્સના રિપોર્ટમાં તેની પુષ્ટિ કરવામાં આવી નથી. યુદ્ધ દરમિયાન મોટા ભાગે એક પક્ષ દુશ્મનના નુકસાનને વધારીને બતાવે છે અને પોતાના નુકસાન બાબતે ખૂબ ઓછી વાત કરે છે. આ હુમલા બાદ એક નિવેદનમાં રશિયન રક્ષા મંત્રાલયે કહ્યું કે, એક સૈનિક ગુમ હતો, અગાઉના નિવેદનને સંશોધિત કરતા રક્ષા મંત્રાલયે કહ્યું કે, એ વ્યક્તિ માર્યો ગયો છે. વાયુ રક્ષા બળોએ યુક્રેનની 5 મિસાઈલોને નેસ્તનાબૂદ કરી દીધી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp