રશિયાની ધમકી: જો આવું થયું તો અડધો કલાકમાં કરી દઈશું NATOના તમામ દેશનો ખાતમો
રશિયન સ્પેશ એજેન્સી – રોસ્કોસ્મોસના પ્રમુખ દિમિત્રી રોગિઝિને NATOના મેમ્બર્સ એવા તમામ દેશને ચિમકી આપતા કહ્યું છે કે જો પરમાણુ યુદ્ધ થયું તો તેઓ અડધા કલાકમાં તમામ દેશનો ખાતમો બોલાવી દેશે. દિમિત્રી ખૂબ જ અગ્રેસિવ છે અને એ પણ કંગના રણૌતની જેમ તેની ધમકી ભર્યા સ્ટેટમેન્ટ માટે જાણીતો છે. યુક્રેન પર જ્યારથી રશિયાએ હલ્લો બોલ્યો છે ત્યારથી દિમિત્રી ભડકાઉ સ્ટેટમેન્ટ આપીને દુનિયાના ઘણાં દેશોને ડરાવવાની કોશિશ કરી રહ્યું છે. રશિયાનું આ એક ષડયંત્ર છે જેમાં તેઓ આ પ્રકારના સ્ટેટમેન્ટ આપી લોકોને ઉશ્કેરે છે અને તેઓ એક નાની ભૂલ કરી બેસે એની તેઓ રાહ જોઈ છે.
ડિમિત્રી રોગોઝિને થોડા સમય પહેલાં જ ટેસ્લા અને સ્પેસએક્સ કંપનીના માલિક એલન મસ્કને પણ ધમકી આપી હોવાની ચર્ચા ચાલી હતી. એલન મસ્કે ટ્વીટર પર ટ્વીટ પણ કર્યું હતું કે જો તેનું રહસ્યમય રીતે મૃત્યુ થયું તો એટલું યાદ રાખજો કે તમને બધાને જાણીને ખુશી થઈ છે. જોકે આ પહેલાં તેમણે સ્પેસ સ્ટેશનને ફૂંકી મારવાની પણ ધમકી આપી છે. રશિયા સ્પેશ એજન્સીના પ્રમુખ દિમિત્રીએ તેમના ટેલિગ્રામ એકાઉન્ટ પર લખ્યું હતું કે યુક્રેનની સેનાના 36માં મરીન બ્રિગેડ કમાન્ડર કર્નલ દિમિત્રી કોર્મિયાકોવના ઇન્ટોરેગેશન પરથી તેમને ખબર પડી હતી કે એલન મસ્કના સ્ટારલિંક સેટેલાઇટ ટર્મિનલને યુક્રેની મરીન્સ અને નાઝી અજોબ બટાલિયનને સોંપવામાં આવ્યાં છે. એ માટે મારિઉપોલથી મિલિટ્રી હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
દિમિત્રી રોગોઝિન મુજબ એલન મસ્ક યુક્રેનની ફાસિસ્ટ સૈનાને કમ્યુનિકેશન માટે ટેક્નોલોજી પ્રદાન કરી રહ્યો છે. આ માટે તેમણે એલનને જવાબદાર ગણાવ્યો હતો. તે ભલે આ યુદ્ધમાં એક નાના બાળક જેવો ડોળ કરતો હોય, પરંતુ તેની આ ભુલને એક પુખ્યવયના વ્યક્તિની ભૂલ જ ગણવામાં આવશે. ટેલિગ્રામ પર દિમિત્રીએ એ પણ લખ્યું હતું કે જો પરમાણુ યુદ્ધ થયું તો NATOના મેમ્બર એવા તમામ દેશનો ખાતમો બોલાવવા માટે તેમને ફક્ત અડધો કલાક લાગશે. જોકે આ સિવાય તેમની પાસે બીજો કોઈ ઓપ્શન છે કે નહીં એ વિશે તેમણે કોઈ ઉચ્ચાર નહોતો કર્યો, પરંતુ એટલું કહ્યું હતું કે તેઓ આવું નહીં થવા દે કારણ કે જો દરેક દેશ પરમાણુ બોમ્બનો ઉપયોગ કરશે તો દુનિયાનું સંતુલન બગડી જશે.
આ માટે તેઓ એ વાત પર જોર આપી રહ્યાં છે કે કોઈ પણ દેશ અન્ય દેશને હરાવવા માટે મિલિટ્રીના જૂના અને જાણીતા ઉપાયોનો ઉપયોગ કરે. રશિયા મુજબ આ પ્રમાણે જો જીત મેળવવામાં આવે તો એની ખુશી જ કઇંક અલગ હોય છે. રશિયા તેની મિલિટ્રી અને આધુનિક ટેક્નોલોજીવાળા હથિયાર બનાવનાર તમામ ઇન્ડસ્ટ્રીને જો આ યુદ્ધમાં લગાવી દે તો તેમને જીત તરત જ મળી શકે છે.
દિમિત્રી રોગોઝિનનું કહેવું છે કે પરમાણુ યુદ્ધ ધરતીના સંતુલનને બગાડી શકે છે અને એ વાત સાચી છે. 2017માં એનવાયરમેન્ટ મેગેઝિનમાં એક સ્ટડીને પ્રકાશિત કરવામાં આવી હતી. આ સ્ટડી મુજબ એક નાનું પરમાણુ યુદ્ધ પણ પરમાણુ ક્રાઇસીસ પેદા કરી શકે છે. આ અગાઉ એક સ્ટડી કરવામાં આવી હતી એ મુજબ એક નાનો પરમાણુ અટેક 55 લાખ ટન રાખ સ્ટ્રૈચોસ્ફેયરમાં જાય તો સૂરજના પ્રકાશને અટકાવી શકે છે. જો આ રાખ કેટલાક મહિનાઓ સુધી સતત એટમોસ્ફિયરમાં રહી તો દુનિયાના એક પણ દેશને સૂરજનો પ્રકાશ ક્યારેય નહીં મળે. રોશનીની સાથે ગર્મીનો પણ અંત આવશે. સતત ઠંડી રહેશે અને કોઈ પણ પ્રકારનો પાક નહીં થઈ શકે. લોકો હંમેશાં શ્વાસને લગતી બીમારીઓનો શિકાર થશે ને રેડિએશનથી પણ બીમાર રહેશે. એક મોટું યુદ્ધ અને દુનિયાનો અંત થઈ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp