2000 વર્ષ પહેલા કેવા દેખાતા મનુષ્ય, વૈજ્ઞાનિકે મહિલાના ચહેરાનું પુનર્નિમાણ કર્યુ

PC: edition.cnn.com

એક મીડિયા રિપોર્ટ અનુસાર, સાઉદી અરબે 2000 વર્ષ પહેલાની એક નાબાતિયન મહિલાના પુનર્નિમિત ચહેરાનું અનાવરણ કર્યું છે. આઉટલેટે આગળ કહ્યું કે, ઇતિહાસકારો અને પુરાતત્વવિદો દ્વારા કેટલાક વર્ષોની મહેનત બાદ ચહેરો જનતાની સામે મૂક્યો છે. નાબાતિયન એક પ્રાચીન સભ્યતાનો હિસ્સો હતા, જે અરબ પ્રાયદ્વીપોમાં રહેતા હતા. એક અન્ય મીડિયા રિપોર્ટ અનુસાર, પેટ્રાનું પ્રાચીન શહેર જોર્ડન આ રાજ્યની રાજધાની હતી.

પુનર્નિમિત ચહેરો હિનાતના અવશેષો પર આધારિત છે, જેને યુનેસ્કોની વિશ્વ ધરોહર સ્થલ હેગરામાં એક મકબરામાં શોધવામાં આવ્યા હતા. નેશનલે કહ્યું કે, હિનાતની સાથે 69 અન્ય લોકોના અવશેષો મકબરામાં જોવા મળ્યા છે. વૈજ્ઞાનિક ઇનપુટને કલાત્મક સ્વભાવની સાથે મળ્યા બાદ જટિલ પનર્નિમાણ કરવામાં આવ્યું. યુકે સ્થિત આ પરિયોજનાને અલઉલા માટે રોયલ કમીશન દ્વારા વિત્ત પોષિત કરવામાં આવ્યી હતી.

રોયલ કમિશન ફોર અલઉલામાં કથા અનુભવ વિશેષજ્ઞ લીલા ચેપમેને મીડિયાને કહ્યું કે, વાસ્તવમાં રસપ્રદ વાત એ છે કે, જ્યારે આપણે નાબાતિયન વિશે વિચારીએ છીએ, તો આપણે સ્મારકો વિશે વિચારીએ છીએ અને આપણે વાસ્તુકલાના આ કરતબો વિશ વીચારીએ છીએ. આ પરિયોજનાએ આપણને જે કરવામાં સક્ષમ બનાવ્યા છે તે એક વ્યક્તિ માટે સંકીર્ણ છે, જે આપણને એક એકદમ અલગ રીતે અંતર્દૃષ્ટિ પ્રદાન કરે છે.

તેમણે કહ્યું કે, આ આપણને કહે છે કે, હેગરા ફક્ત કબરોની જગ્યા ન હતી, પણ એક જીવંત જગ્યા હતી જ્યાં, લોકો રહેતા હતા અને કામ કરતા હતા અને મરી પણ જતા હતા. પરિયોજના વિશે કહેતા વિશેષજ્ઞોની ટીમે કહ્યું કે, પ્રાચીન ડેટાનો ઉપયોગ કરીને તેની એક છબિ બનાવવા માટે મકબરામાં મળેલા હાડકાના ટુકડાને ફરીથી બનાવવામાં આવ્યા. ત્યાર બાદ મહિલાના ચહેરાને તરાશવા માટે 3ડી પ્રિન્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો.

પરિયોજનાના નિર્દેશક પુરાતત્વવિદ લૈલા નેહમે નેશનલ જ્યોગ્રાફિકને કહ્યું કે, નાબાતિયન એક રહસ્યનો એક હિસ્સો છે. અમે ઘણું બધું જાણીએ છીએ, પણ સાથે જ ઘણું બધું નથી પણ જાણતા કારણ કે, તેમણે કોઇ સાહિત્યિક ગ્રંથ કે રેકોર્ડ નથી છોડ્યો. આ મકબરાનું ખોદકામ તેના પછીના જીવનના વિચારો વિશે વધારે જાણવાનો એક શાનદાર અવસર હતો. વિશેષજ્ઞોએ કહ્યું કે, તેઓ જાણતા હતા કે, આ પરિયોજનામાં માનવ અવશેષ શામેલ છે, તેથી તેને સન્માનજનક રીતે અંજામ આપવામાં આવ્યો, જેમાં હિનાતની ખોપડીનો કેટ સ્કેન પણ શામેલ હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp