સાઉદી અરેબિયાની દુનિયાભરના મુસ્લિમોને મોટી ભેટ, બાળકો કરી શકશે હજ, જાણો નવા નિયમ

PC: Saudi Arabia, Haj

આ વર્ષે હજ યાત્રા માટે સાઉદી અરેબિયા જનારાઓ માટે સારા સમાચાર છે. સાઉદી અરેબિયાએ 2023માં તમામ પ્રતિબંધો હટાવી દીધા છે, જે તેણે બે વર્ષ પહેલા 2020માં કોરોના વાયરસ રોગચાળાને કારણે લગાવ્યા હતા. આનો અર્થ એ છે કે હજ યાત્રાની આવનારી સીઝન રોગચાળા પહેલા જેવી જ હશે. સાઉદી અરેબિયાના હજ અને ઉમરાહ મંત્રાલયે 9 જાન્યુઆરીએ ટ્વિટર પર આની જાહેરાત કરતા કહ્યું, 1444H માં હજ યાત્રીઓની સંખ્યા વય પ્રતિબંધ વિના કોરોના રોગચાળા પહેલા જેવી જ સ્થિતિમાં પરત ફરશે.

હજ અને ઉમરાહ મંત્રી તૌફિક અલ-રબિયાએ હજ એક્સ્પો 2023ના ઉદઘાટન દરમિયાન આની જાહેરાત કરી હતી. 2023માં હજ સીઝન 26 જૂનથી શરૂ થઈ શકે છે. સ્થાનિક મીડિયા અનુસાર, હજ અને ઉમરાહ મંત્રાલયે અગાઉ કહ્યું હતું કે, આ વર્ષે નોંધણી માટે પ્રાથમિકતા એવા લોકોને આપવામાં આવશે જેમણે અગાઉ ક્યારેય હજ નથી કરી. અગાઉ એવા અહેવાલ હતા કે મંત્રાલય હજ યાત્રીઓને ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મ દ્વારા વિઝા માટે અરજી કરવાની મંજૂરી આપવા જઈ રહ્યું છે.

2019માં કોરોના વાયરસની મહામારીની અસર હજ યાત્રા પર પણ પડી હતી. વિશ્વવ્યાપી પ્રતિબંધો પહેલા, હજ કરનારા લોકોની સંખ્યા 2.6 મિલિયન હતી. કોવિડ બાદ સાઉદી સરકારે 2022માં 10 લાખ હજ યાત્રીઓનું સ્વાગત કર્યું હતું. જોકે, ગયા વર્ષે ફક્ત 18 થી 65 વર્ષની વયના લોકોને જ હજ કરવાની મંજૂરી આપવામાં આવી હતી, જેમને સંપૂર્ણ રસી આપવામાં આવી હતી અને જેઓ કોરોનાથી સંપૂર્ણપણે સુરક્ષિત હતા.

હજ યાત્રા માટે કોઈપણ વય મર્યાદાની ગેરહાજરીનો અર્થ એ છે કે, બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેક 2023માં તેનો ભાગ બની શકશે. હજ યાત્રા એ ઇસ્લામના પાંચ સ્તંભોમાંથી એક છે. એવું માનવામાં આવે છે કે દરેક 'સક્ષમ' મુસ્લિમે તેના જીવનમાં ઓછામાં ઓછું એકવાર હજ કરવી જોઈએ. કોરોના પ્રતિબંધ હટાવ્યા પછી, સાઉદી અરેબિયા વિશ્વભરના હજ યાત્રીઓને ઘણી સુવિધાઓ આપી રહ્યું છે. ગયા વર્ષે મહિલાઓને મોટી રાહત આપતા સાઉદી સરકારે તેમને પુરૂષ સાથી 'મેહરમ' વગર હજ કરવાની મંજૂરી આપી હતી. આ સિવાય ઉમરાહ વિઝાની અવધિ 30 થી વધારીને 90 દિવસ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp