
હાલ, મુસ્લિમોનો પવિત્ર મહિનો રમજાન ચાલી રહ્યો છે ત્યારે, સાઉદી અરબમાંથી દુઃખના સમાચાર સામે આવ્યા છે. સાઉદી અરબમાં તીર્થ યાત્રિઓને મક્કા લઇને જઇ રહેલી એક બસ પુલ પર ક્રેશ થઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં 20 લોકોના મોત થઈ ગયા જ્યારે, 29 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની જાણકારી મળી છે. બસ યાત્રિઓને ઉમરાહ માટે મક્કા લઈને જઈ રહી હતી. ત્યારે સાઉદીના અસીર રાજ્યની પાસે બ્રેક ફેલ થવાથી બસ પુલ સાથે અથડાઇને પલટી મારી ગઈ અને આ દરમિયાન બસમાં આગ લાગી ગઈ. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બસમાં સવાર યાત્રિ અલગ-અલગ દેશોના હતા. જોકે, તે કયા દેશો છે તે અંગે જાણકારી હજુ સુધી સામે આવી નથી. દુર્ઘટના થતા જ સિવિલ ડિફેન્સની ટીમ રેસ્ક્યૂ ઓપરેશન માટે ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે.
તેમજ, 26 માર્ચે સાઉદી સરકારે ઉમરાહને લઇને નવી ગાઇડલાઇન જાહેર કરી હતી. સરકારે જાહેરાત કરી જણાવ્યું હતું કે, રમજાનના મહિનામાં હાજી માત્ર એક વાર જ ઉમરાહ કરી શકે છે. કોઈપણ યાત્રિને બેવાર ઉમરાહ કરવાની પરવાનગી આપવામાં નહીં આવશે. હજ અને ઉમરાહ મંત્રાલયે કહ્યું કે, હાજીઓની સુરક્ષા અને સુવિધાને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સાઉદી સરકારે ગાઇડલાઇનમાં કહ્યું છે કે, તમામ યાત્રિ ઉમરાહ માટે નક્કી સમય મર્યાદાનું પાલન કરે. સાથે જ પરમિટ માટે નુસુક એપનો જ ઉપયોગ કરે. જો કોઈ યાત્રિ પરમિટ મળ્યા બાદ પણ ઉમરાહ માટે ના જઈ શકે તો તેનું બુકિંગ રદ્દ થઈ જશે.
#SaudiArabia: At least 20 Umrah pilgrims killed, 29 injured in horrific bus crash in Asir
— Dr. Priya (@DrPriya44) March 28, 2023
The victims were on their way to #Mecca to perform #Umrah when the accident occurred pic.twitter.com/Qx01O3lVPG
શું છે ઉમરાહ?
ઉમરાહ હજની જેમ જ એક મુસ્લિમ ધાર્મિક યાત્રા છે. સાઉદી અરબમાં હજના સમયને છોડીને યાત્રિ ક્યારેય પણ ઉમરાહ માટે જઈ શકે છે. જોકે, રમજાનના મહિનામાં તેના માટે સૌથી વધુ ભીડ હોય છે. આ યાત્રાની સમય મર્યાદા 15 દિવસની હોય છે. ઉમરાહના દિવસોમાં યાત્રિ આશરે આઠ દિવસ મક્કા અને સાત દિવસ મદીનામાં સમય વીતાવે છે.
સાઉદી અરબની બહારના યાત્રિઓને ઉમરાહ માટે સ્પેશિયલ વિઝાની જરૂર હોય છે. આ વિઝા એક મહિના સુધી માન્ય રહે છે. સાઉદી અરબ અને આસપાસ રહેતા લોકો કોઈપણ પ્રકારના ખાસ દસ્તાવેજ વિના ઉમરાહ કરી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp