ટ્વીટ કરવાથી આ મહિલાને થઈ 34 વર્ષની સજા, જાણો શું કર્યું હતું ટ્વીટ

PC: Twitter.com

સાઉદી અરબની સલમા અલ-શેહબાબને 34 વર્ષની કારવાસની સજા આપવામાં આવી છે. આ સજા પૂરી થયા બાદ સલમાએ 34 વર્ષના ટ્રાવેલ-બેનનો પણ સામનો કરવો પડશે.

સલમાન અલ-શેહબાબે તેના ટ્વિટર એકાઉન્ટ પર સાઉદી મહિલાઓના અધિકાર માટે ઘણી ટ્વીટ અને રીટ્વીટ કરી હતી. જેલમાં બંધ એક્ટિવિસ્ટ લાઓઝેન અલ હાથલોલ સહિત અન્ય ઘણી મહિલાઓને છોડી દેવા માટે સલમાએ ટ્વીટ કર્યુ હતુ.

ડેઇલી મેઇલ મુજબ સાઉદી સરકારે તેન પર એવો આરોપ મૂક્યો છે કે સલમાન ટ્વિટરના માધ્યમથી લોકોની વચ્ચે અશાંતિ ફેલાવતી હતી. તેની ટ્વીટને લઈને રાષ્ટ્રીય સુરક્ષા પર ખતરાના વાદળ જોવા મળ્યાં હતાં. સાઉદી ટેરરિઝમ કોર્ટ દ્વારા સલમાને આ ટ્વીટ બદલ 34 વર્ષની જેલની સજા આપવામાં આવી છે.

સલમાને બે બાળકો છે. એક બાળકની ઉંમર ચાર વર્ષ અને બીજાની છ વર્ષ છે. પહેલાં સલમાને છ વર્ષની સજા આપવામાં આવી હતી. જોકે સોમવારે તેની સજા સાઉદી ટેરરિઝમ કોર્ટે વધારીને 34 વર્ષ કરી નાખી હતી. સલમાની આ સજા પૂરી થયા બાદ તેના પર 34 વર્ષનો ટ્રાવેલ બેન લગાવવામાં આવશે.

કોર્ટે જ્યારે સલમાને સજા આપી ત્યારે તેમણે સલમાની ટ્વીટ વિશે પણ વાત કરી હતી. સલમાએ જેલમાં બંધ મહિલા કાર્યકર્તાને છોડી દેવની ડિમાન્ડ કરી હતી જેમાં મુખ્ય લાઓઝેન અલ હાથલોલનો સમાવેશ થાય છે.

સલમાએ લાઓઝેનની બહેન લીનાની ટ્વીટને રી-ટ્વીટ કરી હતી. આ ટ્વીટમાં લીનાએ તેની બહેનને છોડી દેવા માટેની વાત કરી હતી. સલમાએ સાઉદી વિરોધી કેટલાક કાર્યકર્તાઓની પણ ટ્વીટને રી-ટ્વીટ કરી હતી.

સલમાને 2021ની જાન્યુઆરીમાં અરેસ્ટ કરવામાં આવી હતી. ત્યારે તે છુટ્ટી મનાવવા માટે આવી હતી. તે બ્રિટેનમાં રહે છે અને યુનિવર્સિટી ઓફ લીડ્સમાંથી પીએચડી કરી રહી છે. સલમા શિયા મુસ્લિમ છે.

આ બધાની વચ્ચે ડોક્ટર બેથને અલ હૈદરીનું પણ એક સ્ટેટમેન્ટ સામે આવ્યું છે. તેઓ અમેરિકામાં હ્યુમન રાઇટ્સ ઓર્ગેનાઇઝેશનમાં સાઉદીના કેસ મેનેજર છે. ડોક્ટર અલ હૈદરીએ કહ્યું કે સાઉદી જે રીતે કહી રહ્યુ છે કે તેઓ મહિલાઓ માટે કામ કરી રહ્યાં છે અને મહિલાઓની સ્થિતિ સુધરી છે તેમ જ તેઓ કાયદાકીય સુધાર પણ લાવી રહ્યાં છે. સલમાને જે રીતે સજા સંભળાવવામાં આવી એને જોઈને લાગે છે ત્યાં દિવસે-દિવસે પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp