શાળાએ જવા તૈયાર થઈ રહી હતી વિદ્યાર્થિની, અચાનક બાળકને જન્મ આપી દેતા પરિવાર શોક

બ્રિટનની 19 વર્ષીય એક છોકરીનો વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ ચર્ચામાં છે, જેમાં 15 વર્ષની ઉંમરમાં એક સંતાનને જન્મ આપવાનો ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે તેને જરાય અંદાજો નહોતો કે તે પ્રેગ્નેન્ટ છે અને તેણે પોતાના ઘરની લિવિંગ રૂમમાં એક સ્વસ્થ દીકરાને જન્મ આપ્યો હતો. બ્રિટનની એલેક્સિસ ક્વીન હવે 19 વર્ષની છે. તેણે એક ટિકટોક વીડિયોમાં લોકોને જણાવ્યું કે, તે આ વાતથી એકદમ અજાણ હતી કે ગર્ભવતી છે કેમ કે તેના પીરિયડ્સ સામાન્ય હતા અને પ્રેગનેન્સી ટેસ્ટ પણ નેગેટિવ હતા.

એ સિવાય આખી પ્રેગ્નેન્સી દરમિયાન તેનું પેટ પણ બહાર ન નીકળ્યું. તેણે જણાવ્યું કે, ‘એક સવારે અચાનક મને પેટમાં ખૂબ જ સખત દુઃખાવો થયો અને જ્યારે મેં આ વાત માતા-પિતાને કહી તો તેમને લાગ્યું કે હું શાળાએ ન જવાનું બહાનું બનાવી રહી છું. હું દરવાજા પાસે ઊભી હતી અને જેવું જ મેં એક પગલું આગળ વધાર્યું કે, મને લેબર પેનની શરૂઆત થઈ ગઈ. મારી હાલત ખરાબ થવા લાગી. મારી માતા એ સમયે હેરાન રહી ગઈ, જ્યારે મારી અંદરથી એક સંતાનનું માથું બહાર આવતું હતું.’

એલેક્સિસ કહે છે કે ડિલિવરી અગાઉ હું મોટા ભાગે પોતાની છાતીમાં જેલસી અનુભવતી હતી અને એ દિવસે શાળામાંથી રજા લઈ લેતી હતી. મારી માતાએ જણાવ્યું જે, ‘જ્યારે તે મને જન્મ આપવાની હતી ત્યારે તેને પણ છાતીમાં જેલસી થતી હતી. એલેક્સિસે પોતાના ટિકટોક વીડિયોમાં જણાવ્યું કે, ‘મને પ્રેગ્નેન્સીના કોઈ લક્ષણ નહોતા અને મારા પીરિયડ્સ પણ સામાન્ય થઈ રહ્યા હતા. અહીં સુધી કે પ્રેગ્નેન્સી ટેસ્ટ પણ નેગેટિવ હતા એટલે હું શાળાએ જઇ રહી હતી અને એકદમ બરાબર હતી.

તેણે આગળ કહ્યું કે, એક રાતે મને સૂતા પહેલા અચાનક ખૂબ દુઃખાવો થઈ રહ્યો હતો, તો મેં દુઃખાવાની દવા લીધી, પરંતુ મને સતત દુઃખાવો થતો રહ્યો અને હું આખી રાત સૂઈ ન શકી. મેં સવારે 6 વાગ્યે પોતાના માતા-પિતાને જણાવ્યું કે મને દુઃખાવો થઈ રહ્યો છે અને મારે શાળામાંથી રજા લેવી છે.’ પોતાની ડિલિવરીની પળોને યાદ કરતા એલેક્સિસે કહ્યું કે, ‘મેં શાળાનો યુનિફોર્મ પહેરી રાખ્યો હતો અને શાળાએ જવા માટે સંપૂર્ણ તૈયાર હતી, પરંતુ અચાનક હું ટોયલેટ તરફ ભાગી. ત્યારબાદ મેં ચીસો પડતા માતાને અવાજ આપ્યો અને તેને કહ્યું કે હું કદાચ બાળકને જન્મ આપવાની છું.

મારી માતા મારા પર ગુસ્સે થઈ અને મને નીચે આવવા કહેવા લાગી. ત્યારબાદ જ્યારે તેણે મારી પાસે આવીને ચેક કર્યું તો તેણે સંતાનનું માથું જોયું. ત્યારબાદ મારા પિતા પ્રેગ્નેન્સી ટેસ્ટ લેવા બહાર ભાગ્યા.’ અચનક થયેલી આ ડિલિવરી દરમિયાન મને ખૂબ સખત દુઃખાવો થઈ રહ્યો હતો જે અસહ્ય હતો. હું પોતાની લિવિંગ રૂમના ફ્લોર પર તરવડી રહી હતી. મારા-માતા-પિતા ખૂબ જ પેનિકમાં હતા, પરંતુ મારી આંટીએ પરિસ્થિતિને સમજતા તાત્કાલિક એમ્બ્યુલન્સને ફોન કર્યો. મારી આંટીએ પણ સંતાનનું માથું જોયું, ત્યારબાદ તે મારી માતા પર ગુસ્સે થઈ પડી કે તે તેના પર ભરોસો કેમ ન કર્યો.

અચાનક થયેલી આ ડિલિવરીના કારણે એલેક્સિસે કોઈ પણ મેડિકલ ફેસિલિટી વિના પોતાના સંતાનને જન્મ આપ્યો. તેણે જણાવ્યું કે ફોન પર હૉસ્પિટલના ઓપરેટરે મારી આંટીને કહ્યું કે તમારે જ ડિલિવરી કરાવવી પડશે. હું ખૂબ ચીસો પાડી રહી હતી. જ્યારે મારા પિતા પાછા આવ્યા તો તેણે મારો હાથ પકડી લીધો. હું સતત પ્રયત્ન કરતી રહી અને જ્યારે મેડિકલ ટીમ મારા ઘરના ગેટ પર પહોંચી ત્યાં સુધી હું એક નાનકડા દીકરાને જન્મ આપી ચૂકી હતી. મને એ સમયે એક સાથે ઘણા પ્રકારની ભાવનાઓ અનુભવાઈ.

About The Author

Related Posts

Top News

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.