26th January selfie contest

આ તો બસ શરૂઆત છે.. અમેરિકાના વૈજ્ઞાનિકો ફરી કોરોનાનો વધુ ડર બતાવતા થઇ ગયા

PC: thehindu.com

ચીનમાં કોરોના વાયરસની બગડતી પરિસ્થિતિ વચ્ચે હવે તેનું જોખમ આખી દુનિયાના દેશો પર મંડરાવા લાગ્યું છે. ચીન સાથે સાથે જાપાન, દક્ષિણ કોરિયા અને અમેરિકામાં પણ કોરોનાના કેસોમાં ઝડપથી વૃદ્ધિ જોવા મળી રહી છે.

આ દરમિયાન અમેરિકન મહામારી વૈજ્ઞાનિકોએ ભવિષ્યવાણી કરી છે કે ચીન અને દુનિયાના બાકી દેશોમાં ફરીથી કેર મચાવવા માટે તૈયાર કોરોના મહામારીની નવી અને ખૂબ જ ખતરનાક લહેર આગામી 3 મહિનામાં લાખો લોકોના જીવ લઇ શકે છે. જોકે, અગાઉ પણ આવો ડર ફેલાવવામાં આવ્યો હતો. બીજી બાજુ ઇંગ્લેન્ડે કોરોનાના આંકડા આપવા પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી છે. કારણ કે કોરોના કરતા કોરોનાના ડરને કારણે વધુ લોકો મરે છે લૂંટાય છે. 

અમેરિકાના પબ્લિક હેલ્થ સાયન્ટિસ્ટ ડૉક્ટર એરિક ફિગર ડિંગે ટ્વીટ કરીને દાવો કર્યો છે કે, પ્રતિબંધો હટ્યા બાદ ચીનની હૉસ્પિટલો પૂરી રીતે ઓવરલોડ થઇ ગઇ છે. આગામી 3 મહિનાઓ દરમિયાન તે સંક્રમણ દુનિયાની 10 ટકા વસ્તી અને ચીનની 60 ટકાથી વધુ વસ્તીને પોતાની ઝપેટમાં લઇ લેશે.

તેમાંથી લાખો લોકોના મરવાની સંભાવના છે, આ તો માત્ર શરૂઆત છે. તેમણે ચેતવણી આપતા કહ્યું કે, 3 વર્ષ અગાઉ વુહાને આપણને બોધ આપ્યો હતો. વર્ષ 2022-23ની આ લહેરનું વૈશ્વિક સ્તર પર અસર નાની નહીં હોય.

તેમણે ઘણા સમચારોના રિપોર્ટ શેર કરતા કહ્યું કે, CVS અને વાલગ્રીન્સ જેવી મોટી અમેરિકન દવા કંપનીઓ ભારે ડિમાન્ડના કારણે દુઃખાવા અને તાવની દવાઓનું વેચાણ પ્રતિબંધિત કરી રહી છે. ચીનમાં શું થઇ રહ્યું છે એ માત્ર ચીન સુધી સીમિત રહેવાનું નથી. તે આપણે પહેલા પણ જોઇ ચૂક્યા છે. એક નિવેદનમાં વાલગ્રીન્સ કંપનીએ જણાવ્યું કે વધતી માગ અને જમાખોરીથી બચવા માટે અમે દવાઓના વેચાણ માટે નિયમ નક્કી કરી દીધા છે. જે હેઠળ કોઇ વ્યક્તિ એક વખત માત્ર 6 ડોઝ જ ખરીદી શકે છે.

તો CVSએ કહ્યું કે, તેઓ બાળકોના દર્દને દૂર કરનારી દવાઓને પણ પ્રતિ વ્યકિત 2 યુનિટ સુધી સીમિત કરવાના છે. ફિગલ ડિંગે યુરોપ, અમેરિકા, કેનેડા અને ચીન જેવા દેશોમાં દવાઓની કમી અંગે વાત કરતા કહ્યું કે, તેનાથી સ્થિતિ વધુ ખરાબ થશે.

તાવ અને શરદીમાં ઉપયોગ કરાતી ચીન ખૂબ સામાન્ય દવા ઇબ્રુપ્રોફેનની ભારે કમીનો સામનો કરી રહ્યું છે. એટલે લોકો હવે સીધા ઇબ્રુપ્રોફેન કંપનીના કારખાને પહોંચવા લાગ્યા છે અને તેને હાંસલ કરવા માટે લાંબી લાઇનોમાં ઊભા છે કેમ કે દવાઓ દુકાનોમાં પૂરી થઇ ચૂકી છે. જો ચીનમાં એમ થાય છે તો બાકી દુનિયાને પણ આ સમસ્યાનો સામનો કરવો પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp