સેક્સ ભગવાન દ્વારા માણસોને આપવામાં આવેલી ખૂબ જ સુંદર વસ્તુ છેઃ પોપ ફ્રાન્સિસ

PC: kktv.com

પોપ ફ્રાન્સિસે બુધવારે રીલિઝ એક ડોક્યૂમેન્ટ્રીમાં સેક્સના ગુણોના વખાણ કરતા તેને ભગવાન દ્વારા માણસોને આપવામાં આવેલી સૌથી સુંદર વસ્તુમાંથી એક ગણાવી છે. પોપે હસ્તમૈથુન પર પણ વાત કરી અને કહ્યું કે, સેક્સ સિવાયની કોઈપણ વસ્તુ સેક્સની રિચનેસને ઓછી કરે છે. ડિઝની પ્રોડક્શનની ડોક્યૂમેન્ટ્રી ‘The Pope Answers’ માં પોપે આ વાત કહી છે. ગત વર્ષે પોપે આશરે 20 વર્ષના 10 યુવાનો સાથે વાત કરી હતી અને આ ડોક્યૂમેન્ટ્રી એ જ વાતચીત પર આધારિત છે. ડોક્યૂમેન્ટ્રીમાં પોપને કેથોલિક ચર્ચની અંદર LGBT અધિકારો, ગર્ભપાત, પોર્ન ઇન્ડસ્ટ્રી, સેક્સ, ધર્મ અને યૌન શોષણ સહિત વિવિધ વિષયો પર સવાલ કરવામાં આવ્યા છે.

ડોક્યૂમેન્ટ્રીમાં સેક્સના સવાલ પર તેઓ કહી રહ્યા છે, સેક્સ એ સુંદર વસ્તુઓમાંથી એક છે જે ભગવાને માણસને આપી છે. હસ્તુમૈથુનનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, પોતાને સેક્સુઅલી અભિવ્યક્ત કરવી સમૃદ્ધિ છે, આથી વાસ્તવિક યૌન અભિવ્યક્તિથી અલગ થનારી કોઈપણ વસ્તુ તમારી અને સેક્સની રિચનેસને ઓછી કરે છે. પોપ ફ્રાન્સિસને એવુ પણ પૂછવામાં આવ્યું કે, શું તેઓ જાણે છે કે, નોન-બાઇનરી પર્સન શું હોય છે જેનો તેમણે ખૂબ જ સકારાત્મક ઉત્તર આપ્યો. તેમણે પોતાના પહેલા આપવામાં આવેલા નિવેદનોને રીપિટ કરતા કહ્યું કે, કેથોલિક ચર્ચે LGBT સમુદાયના લોકોનું સ્વાગત કરવું જોઈએ. તેમણે કહ્યું, તમામ વ્યક્તિ ઈશ્વરની સંતાન છે. ઈશ્વર કોઈનો અસ્વીકાર નથી કરતા, ઈશ્વર એક પિતા છે અને મને કોઈને પણ ચર્ચમાંથી બહાર કાઢવાનો કોઈ અધિકાર નથી.

ગર્ભપાતન લઇને પોપ ફ્રાન્સિસે કહ્યું કે, પાદરીઓએ ગર્ભપાત કરાવનારી મહિલાઓ પ્રત્યે દયાળુ હોવુ જોઈએ. જોકે, તેમણે એવુ પણ કહ્યું કે, ગર્ભપાતની પ્રથાનો સ્વીકાર ના કરી શકાય. પોપે કહ્યું, જો કોઈ મહિલાએ ગર્ભપાત કરાવ્યો છે તો તેનો સાથ આપવો એક વાત છે અને ગર્ભપાતને યોગ્ય ગણાવવું બીજી વાત છે. પોપની આ ટિપ્પણીઓને વેટિકન ચર્ચના આધિકારીક અખબાર L’Osservatore Romano એ પણ પ્રકાશિત કરી છે. અખબારે યુવાઓની સાથે પોપની આ વાતચીતને ખુલ્લી અને ઈમાનદાર વાતચીત ગણાવી છે.

સોશિયલ મીડિયા પર આ ડોક્યૂમેન્ટ્રીની ખૂબ ચર્ચા થઈ રહી છે અને યુઝર્સ પોપની ટિપ્પણીઓની પ્રશંસા કરી રહ્યા છે. એક મહિલા યુઝરે ટ્વિટર પર લખ્યું, સાચુ કહી રહી છું, મને તો વિશ્વાસ નથી થઈ રહ્યો કે કોઈ પોપ આવુ કહી શકે છે. એક અન્ય યુઝરે પોપના વખાણ કરતા મજાકિયા અંદાજમાં લખ્યું, તેઓ સાચે જ પોપ જ હતાને... કે પછી AI દ્વારા બનાવેલું તેમનું રૂપ હતું?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp