Video: વિદ્યાર્થી સામે જ ટીચર ક્લાસમાં જ કરતી અશ્લિલ ડાન્સ, વીડિયો વાયરલ થતા...

PC: twitter.com

એક મહિલાને ડાન્સ કરવાનું ભારે પડી ગયું અને તેણે નોકરી ગુમાવવી પડી. સાંભળવામાં અજીબ લાગે છે પણ બ્રાઝિલની સીબેલી ફેરિરા સાથે કંઇ આવું થયું છે. ફેરિરા એક ઇંગ્લીશ ટીચર છે અને એક લેન્ગ્વેજ સ્કૂલમાં ભણાવતી હતી. કથિત રૂપે પોતાના છાત્રો સાથે વાતચીત દરમિયાન તેણે ફ્રેન્ડલી થતા સેક્સી ડાન્સ કર્યો હતો અને તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કરી દીધો હતો. ફેરીરાએ એ જ ભૂલ કરી નાખી કે વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો.

સીબેલીનો વીડિયો સામે આવ્યા બાદ સ્કૂલે તેને તરત જ નોકરી પરથી કાઢી મૂકી.

ફેરીરા અનુસાર, તે પોતાના છાત્રોને બિઝી રાખવા માગતી હતી. છાત્રો સાથે સવાલ જવાબ ચાલુ થયા અને વાતચીત દરમિયાન એક છાત્રએ તેને પોતાની સાથે ડાન્સ કરવા માટે કહ્યું તો તેણે છાત્રની સાથે ડાન્સ કર્યો. ફેરીરાએ કહ્યું કે, હું જાણું છું કે, સોશિયલ મીડિયા અને ટેક્નોલોજી વચ્ચે છોકરાઓને ક્લાસમાં ફોકસ્ડ રાખવા કેટલા મુશ્કેલ છે. એવામાં હું તેને ફ્રેન્ડલી થઇને ભણાવવાની સાથે નજીક લાવવાની કોશિશ કરી રહી હતી. સોશિયલ મીડિયા પર લોકોને ફેરીરાનો ડાન્સ ટીચર તરીકે અશ્લીલ લાગ્યો.

ફેરીરા થોડા સમયથી ક્લાસ ઇન્ટરેક્શન અને ક્લાસ પછીના વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહી હતી. આ કોન્ટેન્ટની સાથે તેણે ટિકટોક પર 9.7 મિલિયન અને ઇન્સ્ટાગ્રામ પર 1.2 મિલિયન ફોલોઅર્સ એકઠા કરી લીધા છે. લાખો લોકો તેના આ કોન્ટેન્ટને પસંદ પણ કરે છે. જોકે, તે એક ટીચર હોવાથી અમુક લોકોને તેનું આમ કરવું પસંદ નથી આવતું.

ફેરીરા પાસે બ્રાઝીલની ફેડરલ યૂનિવર્સિટી લાવ્રસમાંથી લીધેલી બાયોલોજીની ડિગ્રી છે અને તેને ગણિતમાં એવોર્ડ પણ મળ્યો છે. પણ તેના કેટલાક ફોલોઅર્સ હવે તેને સલાહ આપી રહ્યા છે કે તે નોકરી કરવાની જગ્યા પર ફુલ ટાઇમ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જ બની જાય. ફેરીરાએ કહ્યું કે, સ્કુલ મને એક સુરક્ષિત અને સ્થિર જગ્યા આપે છે. જોકે, સોશિયલ નેટવર્ક પર મને સ્કુલ કરતા ઘણા વધારે પૈસા મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp