બોયફ્રેન્ડ પર ખૂબ પૈસા ઉડાવતી હતી શેહઝાદી, આરોપીએ સેક્સ ગેમમાં હત્યા કરી

PC: nypost.com

એક બાઉન્સર કે જેણે એક અમીર બ્રિટિશ છોકરીની હત્યા કરી. હત્યાના કેસમાં તેને 18 વર્ષ અને છ મહિનાની જેલની સજા થઇ. સજા બાદ તેણે કોર્ટમાં અપીલ કરતા કહ્યું કે, મેં તેની હત્યા નથી કરી. એક સેક્સ ગેમ ખોટી પડી ગઇ હતી, જેમાં તેનો જીવ ચાલ્યો ગયો હતો. પણ સ્વિસ કોર્ટે તેની અપીલને ખારિજ કરી દીધી હતી.

માર્ક શેટ્ઝેલે જ્યુરીને કહ્યું કે, તે ફેબ્રુઆરી, 2019માં થાઇલેન્ડમાં એનાને મળ્યો હતો અને એનાએ તે દરમિયાન હોટલ, રેસ્ટોરન્ટ અને કપડાની ખરીદી માટે તેના પર 50000 પાઉન્ડનો ખર્ચ કર્યો હતો. તેના પિતા ક્લાઇવે તેને 21મા જન્મદિવસના ઉપહારના રૂપમાં આખા વિશ્વની ટિકિટ ખરીદી આપી હતી અને તેને પોતાની માતા પાસેથી પણ ઘણા પૈસા મળ્યા હતા, જેમનું મૃત્યું 2016માં એક દુર્ઘટનામાં થયું હતું.

22 વર્ષની એના રીડ તેની લક્ઝરી હોટલના રૂમમાં મૃત હાલતમાં મળી આવી હતી. તેના 33 વર્ષીય પ્રેમી માર્ક શેટ્ઝલે કર્મચારીઓ પાસેથી પેરામેડિક્સને લાવવાની વિનંતી કરી હતી. કારણ કે, મર્યા બાદ છોકરીનું શરીર ભુરું થવા લાગ્યું હતું. પણ આ બધું તેના ટ્રેકને છુપાવવાના પ્રયાસનો હિસ્સો હતો.

શેટ્ઝલે ચોંકાવનારો દાવો કર્યો. તેણે કહ્યું કે, એપ્રિલ, 2019માં સુરમ્ય લોકાર્નોમાં તેની ફાઇવ સ્ટાર હોટલ લા પામે ઓ લેકના બાધરુમમાં સંમતિથી સેક્સ દરમિયાન એનાના ગળામાં ટુવાલ લપેટવાના કારણે તેનું મૃત્યું થયું હતું. પહેલા કેસમાં ન્યાયાધીશ માઉરો એરમાનીએ પહેલા તેને 18 વર્ષની સજા આપી હતી. ગયા ઓક્ટોબરમાં એક અપીલમાં તેને છ મહિનાનો વધારાનો સમય આપવામાં આવ્યો હતો અને તેની અંતિમ અરજીને પણ ખારિજ કરી દેવામાં આવી છે.

ગયા ઓક્ટોબરમાં પોતાની અપીલની સુનાવણીમાં શેટ્ઝલે કોર્ટને કહ્યું કે, કેવી રીતે વિભિન્ન બારમાં દારૂ પીધા બાદ રાતે 2 વાગે બન્ને પોતાની હોટલમાં આવી ગયા હતા. તેણે કહ્યું કે, તેણે મઝાક મઝાકમાં પોતાના ક્રેડિટ કાર્ડને લિફ્ટની લાઇટમાં છુપાવવાની કોશિશ કરી પણ તે પેનલ વચ્ચે ફસાઇ ગયો હતો અને તે તેને પાછો મેળવી ન શકી. ટેટુ વાળા શેટ્ઝલે કહ્યું કે, તે અને એના રફ સેક્સ કરતા હતા. તેણે કોર્ટને કહ્યું કે, એનાને કામુક થવું પસંદ હતું. તેણે જ મને આમ કરવા કહ્યું હતું. મેં ટુવાલ અને પોતાના હાથનો ઉપયોગ કર્યો, મને લાગ્યું કે, બધું બરાબર છે પણ એકાએક મેં તેને પોતાની જીભ બહાર કાઢતા જોઇ. તેનો ચહેરો અજીબ હતો અને તેની ગર્દન ભુરા રંગની થવા લાગી હતી. મેં તેને જગાડવાની કોશિશ કરી. મેં તેને સીપીઆર આપ્યું અને ફરી મેં મદદ બોલાવી.

કેનોનિકા એલેક્સાકિસે કહ્યું કે, એનાને અસત્યથી નફરત હતી અને તેને અસત્ય બોલવું પસંદ નહતું અને રાતે તેનું મૃત્યું થયું, તેને ખબર પડી કે, શેટ્ઝલે કઇ રીતનો વ્યક્તિ હતો. શેટ્ઝલેની એક પૂર્વ પ્રેમિકાએ તેના વિશે ઘણી જાણકારી આપી હતી. જેણે કહ્યું હતું કે, તેણે તેની સાથે છેડછાડ કરી હતી અને તેનો ઉપયોગ પણ કર્યો હતો. જે રાતે એનાનું મોત થયું, એ રાતે કોઇ સેક્સ ગેમ ન હતી અને લિફ્ટમાં તેનો ક્રેડિટ કાર્ડ છુપાડીને મઝાક કરવાનો કોઇ પ્રયાસ નહોતો કરવામાં આવ્યો.

મૃત્યુના સમયમાં મોડું કરવા માટે તેણે તેના શરીરને ગરમ પાણીના બાથટબમાં નાખી દીધું, પણ જ્યારે પેરામેડિક્સ ત્યાં પહોંચ્યા તો તેની ત્વચાના રંગ અને બનાવટના કારણે તેમને સંદેહ થયો. શેટ્ઝલે અલાર્મ વગાડવા માટે બે કલાક સુધી રાહ જોઇ કારણ કે, તે પોતાની ત્વચાને બચાવવા માટે સમય કાઢવા માગતો હતો. અલાર્મ વગાડવા પહેલા તેણે બાથરૂમમાં કોઇ દુર્ઘટનાની કલ્પના કરી હતી. કેનોનિકા અલેક્સાઇકિસે કહ્યું કે, જ્યારે વાત સેક્સની આવતી હતી તે એના નિશ્ચિત રૂપે ખચકાતી હતી પણ તે રફ સેક્સ કે કામુકતામાં ન હતી તેના મિત્રો અને પૂર્વ પ્રેમીએ આ વાતની પુષ્ટી કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp