ઓસ્ટ્રેલિયામાં રોકાઇ રહ્યો નથી મંદિરો પર હુમલા, 15 દિવસમાં ત્રીજી ઘટના

PC: indiatoday.in

ઓસ્ટ્રેલિયામાં હિન્દુ મંદિરોમાં તોડફોડની ઘટના બંધ થવાનું નામ લઇ રહી નથી. સોમવારે એવું ત્રીજી વખત બન્યું જ્યારે આ પ્રકારનો હુમલો સામે આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્યમાં પખવાડિયાની અંદર ત્રીજા મંદિરમાં તોડફોડ થઇ છે. મેલબર્નના અલ્બર્ટ પાર્કમાં ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા કોન્શિયસનેસ (ઇસ્કોન) મંદિરના સંચાલને સોમવારે આ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે, મંદિર પરિસરમાં તોડફોડ કરવામાં આવી અને દીવાલો પર ‘હિન્દુસ્તાન મુર્દાબાદ’ના નારા લખવામાં આવ્યા છે.

માનવામાં આવી રહ્યું છે કે આ ઘટનાઓ પાછળ ખાલિસ્તાની સમર્થકોનો હાથ છે. ઇસ્કોન મંદિરના કમ્યુનિકેશન ડિરેક્ટર ભક્ત દાસે કહ્યું કે, અમે આ ઘટનાથી હેરાન અને ગુસ્સામાં છીએ. અમારા પૂજા સ્થળનું અપમાન કરવામાં આવ્યું છે. આ ઘટનાને લઇને વિક્ટોરિયા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે ગુનેગારોની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. તેના માટે CCTV ફૂટેજની ચકાસણી ચાલી રહી છે. તેનાથી કંઇક મહત્ત્વના પુરાવા મળવાની આશા છે.

આ અગાઉ 16 જાન્યુઆરીના રોજ ખલિસ્તાન સમર્થકોએ ઓસ્ટ્રેલિયામાં હિન્દુ મંદિર પર ભારત-વિરોધી વાતો લાખી હતી અને તેને નુકસાન પહોંચાડ્યું હતું. વિક્ટોરિયા પ્રાંતમાં અઠવાડિયાની અંદર મંદિરને નુકસાન પહોંચાડવાની આ બીજી ઘટના હતી. કાર્રૂમ ડાન્સમાં સ્થિત ઐતિહાસિક શ્રી શિવ વિષ્ણુ મંદિરને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. મંદિરને નુકસાન પહોંચાડવાની આ વાત એ સમયે બહાર આવી, જ્યારે તામિલ હિન્દુ સમુદાયના ત્રીજા લાંબા તહેવાર ‘થાઇ પોંગલ’ પર દર્શન માટે શ્રદ્ધાળુ મંદિર પહોંચ્યા હતા.

12 જાન્યુઆરીના રોજ મેલબર્ન સ્થિત સ્વામિનારાયણ મંદિર પર ભારત વિરોધી વાતો લખવામાં આવી અને અસામાજિક તત્વોએ ત્યાં તોડફોડ કરી હતી. આ બંને ઘટનાઓ બાદ ભારતે ઓસ્ટ્રેલિયાઅને તપાસ કરવાની અપીલ કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિન્દમ બાગચીએ જણાવ્યું હતું કે, ઘટનાથી ઓસ્ટ્રેલિયન સરકારને અવગત કરાવવામાં આવી છે. હાલમાં જ ઓસ્ટ્રેલિયામાં મંદિરોમાં તોડફોડ કરવામાં આવી. અમે આ ઘટનાઓની નિંદા કરીએ છીએ. મેલબર્ન સ્થિત ભારતીય ઉચ્ચાયોગે આ મામલાને સ્થાનિક પોલીસ સમક્ષ પણ ઉઠાવ્યો છે. અમે ઘટનાની તપાસ જલદી કરવા દોષીઓ વિરુદ્ધ કાર્યવાહી અને ભવિષ્યમાં એવી ઘટનાઓને રોકવાની અપીલ કરી છે.

સાંસદના ફેડરલ મેમ્બર ઓશ બર્ન્સે કહ્યું કે, અલ્બર્ટ પાર્કમાં હરે કૃષ્ણ મંદિર પર નિંદાસ્પદ હુમલા બાબતે જાણીને હું સ્તબ્ધ રહી ગયો. હાલના અઠવાડિયામાં મેલબર્નમાં હિન્દુ પૂજા સ્થળો વિરુદ્ધ બર્બરતાની આ ત્રીજી ઘટના છે. તો IT કન્સલ્ટેન્ટ અને ઇસ્કોન મંદિરના ભક્ત શિવેશ પાંડેએ કહ્યું કે, વિક્ટોરિયા પોલીસ છેલ્લા 2 અઠવાડિયામાં એ લોકો વિરુદ્ધ કોઇ નિર્ણાયક કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહી છે. જે શાંતિપૂર્ણ હિન્દુ સમુદાય વિરુદ્ધ પોતાનો નફરતભર્યો એજન્ડા ચલાવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp