અમેરિકામાં ફરી એક વખત ફાયરિંગ, શાળાના 6 લોકોના મોત, જો બાઇડને કરી નિંદા

PC: twitter.com

અમેરિકામાં ફરી એક વખત ફાયરિંગની ઘટના સામે આવી છે. ટેનેસીના નેશવિલેમાં એક ખાનગી ક્રિશ્ચિયન શાળામાં સોમવારે એક હુમલાવરે ફાયરિંગ કરી. આ ઘટનામાં 6 લોકોના મોત થઈ ગયા છે, જ્યારે ઘણા ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને નજીકની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તો પોલીસે શંકાસ્પદ આ હુમલાવરને ઢેર કરી દીધો છે. જે સ્કૂલમાં ફાયરિંગની ઘટના થઈ તેનું નામ ધ કોન્વેન્ટ સ્કૂલ બતાવવામાં આવી રહ્યું છે. ઘટના બાદ આ વિસ્તારમાં ભારે પોલીસબળ તૈનાત છે.

ધ કોન્વેન્ટ શાળાના બાળકો ગોળી લાગવાથી ઇજાગ્રસ્ત થઈ ગયા. ફાયરિંગ દરમિયાન શાળામાં નર્સરીથી લઈને છઠ્ઠા ધોરણ સુધીના લગભગ 200 વિદ્યાર્થી હાજર હતા. ઇજાગ્રસ્ત બાળકોને મોનરો કેરેલ જૂનિયર ચિલ્ડ્રન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમને મૃત જાહેર કરી દેવામાં આવ્યા. આ વાતની તાત્કાલિક જાણકારી મળી ન શકી કે હુમલામાં કેટલાક વિદ્યાર્થી અને સ્કૂલ સ્ટાફ ઇજાગ્રસ્ત થયા છે. પોલીસે ઘર્ષણમાં શંકાસ્પદ હુમલાવરને મોતને ઘાટ ઉતારી દીધો છે.

એક રિપોર્ટ મુજબ અમેરિકન રાષ્ટ્રપતિએ શાળામાં થયેલી ફાયરિંગની ઘટના પર નિંદા કરતા તેને બીમારી કરાર આપી દીધો. તેમણે કહ્યું કે, અમેરિકામાં બંદૂક હિંસાને રોકવા માટે મજબૂત પગલા ઉઠાવવા પડશે. અમેરિકામાં બંદૂક હિંસા રાષ્ટ્રની આત્માને ઠેસ પહોંચી રહી છે. સાથે જ બાઇડને અમેરિકન કોંગ્રેસના હથિયારો પર પ્રતિબંધ લગાવવાનો આગ્રહ કર્યો.

આ અગાઉ અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં સ્થિત એક ગુરુદ્વારામાં 2 લોકોને ગોળી મારી દેવામાં આવી હતી. અધિકારીઓએ આ ઘટનાનો સંબંધ ‘નફરતી ગુના’ સાથે હોવાનો ઇનકાર કરી દીધો હતો. સેક્રામેન્ટો કાઉન્ટી શેરિફ કાર્યાલયના પ્રવક્તા સાર્જેન્ટ અમર ગાંધીના જણાવ્યા મુજબ, ફાયરિંગ ગુરુદ્વારા સેક્રામેન્ટો સિખ સોસાયટીમાં રવિવારે બપોરે અઢી વાગ્યે થઈ. ઘટના ગુરુદ્વારામાં પહેલા નગર કીર્તન દરમિયાન થઈ. સેક્રામેન્ટો બી અખબારના રિપોર્ટ મુજબ, સાર્જન્ટ અમર ગાંધીએ કહ્યું કે, ગુરુદ્વારામાં 2 લોકો વચ્ચે ઝઘડો થવા લાગ્યો.

તેમણે કહ્યું કે, એક વ્યક્તિએ બીજા મિત્રને ગોળી મારી દીધી. ત્યારબાદ ઝઘડામાં સામેલ બીજા વ્યક્તિએ પોતાના મિત્રને ગોળી મારનારને ગોળી મારી દીધી અને ફરાર થઈ ગયો. અમેરિકામાં ફાયરિંગની આ પહેલી ઘટના નથી. આ મહિને 6 માર્ચ રોજ જોર્જિયા રાજ્યના ડગલસ શહેરમાં ગોળીબારીની ઘટના સામે આવી હતી. આ ફાયરિંગ હાઉસ પાર્ટી દરમિયાન થઈ હતી. જેમાં 100 કરતા વધુ કિશોર (ટીનએજર) ઉપસ્થિત હતા. આ ઘટનામાં 2 યુવકોના મોત થઈ ગયા હતા, જ્યારે 6 ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થઈ ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે જન્મદિવસની પાર્ટી દરમિયાન અચાનક એક વ્યક્તિએ ધડાધડ ફાયરિંગ કરી દીધી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp