શું 2006મા જ થઇ ગઇ હતી ટાઇટનિક સબમરીન અકસ્માતની ભવિષ્યવાણી? આ વીડિયો થયો વાયરલ

PC: cbc.ca

સમુદ્રમાં ડૂબેલા ટાઇટનિક જહાજના કાટમાળને જોવા માટે 5 અબજપતિઓને લઈ જનારી ટાઈટન સબમરીન દુર્ઘટનાનો શિકાર થઈ ગઈ. સબમરીન ટાઇટનિકને ઓપરેટ કરનારી કંપની OceanGateએ આ વાતની પુષ્ટિ કરી છે કે તેમાં સવાર બધા 5 લોકોના મોત થઈ ગયા છે. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેને લઈને દાવો કરવામાં આવી રહ્યો છે કે ટાઇટનિક સબમરીન અકસ્માતની ભવિષ્યવાણી 17 વર્ષ અગાઉ જ વર્ષ 2006માં થઈ ગઈ હતી.

સોશિયલ મીડિયા પર લોકો એક એનિમેટેડ ટી.વી. શૉનો વીડિયો શેર કરીને દાવો કરી રહ્યા છે કે, વર્ષ 2006માં આવેલા આ ટી.વી. શૉમાં ટાઇટનિક સબમરીન અકસ્માતની ભવિષ્યવાણી કરવામાં આવી હતી. એનિમેટેડ ટી.વી. શૉ વર્ષ 2006માં આવ્યો હતો. આ ટી.વી. શૉની 17મી સીઝનના 10માં એપિસોડમાં એવા જ એક અકસ્માત બાબતે બતાવવામાં આવ્યું હતું. હવે આ વીડિયોને સોશિયલ મીડિયા પર શેર કરતા લોકો ઘણા પ્રકારની કમેન્ટ કરી રહ્યા છે.

વાયરલ વીડિયોમાં શું છે?

આ શૉ વર્ષ 2006માં ટી.વી. પર આવ્યો હતો. તેની 17મી સીઝનના 10માં એપિસોડનું ટાઇટલ ‘હોમર્સ પેટરનિટી કુટ’ હતું. તેમાં હેમર સિમ્પસનના પિતા મૈસન ફેયરબેન્ક્સ પોતાના દીકરા સાથે સમુદ્રમાં જવા અગાઉ એક સ્પીચ આપે છે. તે કહે છે કે આજે હું ખુશીથી ફુલાતો સમાઈ રહ્યો નથી. દીકરા સાથે ખજાનો શોધીશ. મારું સપનું છે કે તમને પણ એ ખુશી મળે જે હું આજે અનુભવી રહ્યો છું. આ દરમિયાન સબમરીનમાં ઑક્સિજન ઓછું થવા લાગે છે. જો કે, આ શૉના અંતમાં હેપ્પી એન્ડિંગ થાય છે.

હવે સોશિયલ મીડિયા પર લોકો આ પિતા અને દીકરાની કહાનીની તુલના એ બ્રિટાની પાકિસ્તાની બિઝનેસમેન અને તેના દીકરા સાથે કરી રહ્યા છે, જે અકસ્માતવાળી સબમરીનમાં સવાર હતા. શૉનો એક હિસ્સો આ સમયે ટ્વીટર પર ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે. ટ્વીટર યુઝર્સનું કહેવું છે કે, સિમ્પસન હંમેશાં જ કોઈક ને કોઈક ભવિષ્યવાણી કરે છે. જો કે, આ વાતો માત્ર સોશિયલ મીડિયા પર જ લખી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ટાઇટનિક સબમરીનમાં સવાર 5 લોકોના તડપી તડપીને મોત થઈ ગયા. ટાઇટનિકમાં ટાઇટનિક મામલાના એક મુખ્ય વિશેષજ્ઞ, એક બ્રિટિશ અબજપતિ, પાકિસ્તાનના એક અમીર પરિવારના 2 સભ્યોએ જીવ ગુમાવી દીધા. મિશનને ઓપરેટ કરનારી કંપનીના CEOનું પણ યાત્રા દરમિયાન મોત થઈ ગયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp