એક સાપે મચાવી દીધો 16000 ઘરોમાં હાહાકાર, જાણો કેમ હેરાન પરેશાન થઈ ગયા લોકો

PC: fox13news.com

ઘણી વખત ઘરોમાં સાંપ ઘૂસી જવાથી હાહાકાર મચી જાય છે. સાંપને જોતા જ આપણાં રૂવાટા ઊભા થઈ જાય છે. પરંતુ અમેરિકાથી એક હેરાન કરી દેનારી ઘટના સામે આવી છે. અહીં એક સાંપના કારણે 16 હજાર ઘરોમાં એક જ સમય પર કંઈક એવું થયું જેનાથી બધાની ઊંઘ હરામ થઈ ગઈ. હવે આ બાબતે ખૂબ ચર્ચા થઈ રહી છે. અમેરિકાના ઓસ્ટિન શહેરમાં એક સબસ્ટેશનમાં એક સાંપ ઘૂસી ગયો હતો. આ દરમિયાન એક ઇલેક્ટ્રિક સર્કિટ સાથે સંપર્કમાં આવી ગયો, જેથી વીજળી ડૂલ થઈ ગઈ હતી. આ ઘટના બાદ લગભગ 16 હજાર ઘરોની વીજળી કપાઈ ગઈ હતી.

ફોક્સ ન્યૂઝના રિપોર્ટ મુજબ, આ ઘટના 16 મેના રોજ બપોરે 1:00 વાગ્યે થઈ અને તેનાથી લગભગ 16 હજાર ગ્રાહકો પ્રભાવિત થયા. સાંપના કારણે હજારો લોકોના ઘરોની વીજળી ડૂલ થઈ ગઈ. ઓસ્ટિન એનર્જીએ ટ્વીટમાં જણાવ્યું કે, સાંપના કારણે લોકોના ઘરોની વીજળી ડૂલ થઈ ગઈ. તેના એક સબસ્ટેશન પર વીજળીના સર્કિટના સંપર્કમાં એક સાંપ આવી ગયો હતો, જેથી વીજળી ડૂલ થઈ ગઈ. એક કલાક બાદ ફરી વીજ પ્રવાહ ચાલુ થઈ શક્યો.

ઓસ્ટિન એનર્જીના પ્રવક્તા મેટ મિશેલે આ બાબતે કહ્યું હતું કે, કંપની હવે એવા જીવોને વીજ ઘરોથી દૂર રાખવા માટે સબસ્ટેશનની ચારેય તરફ લો વૉલ્ટેજ ઇલેક્ટ્રિક સ્નેક ફેન્સિંગ લગાવવાની પ્રક્રિયામાં છે જેથી ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન થાય. ફેન્સિંગ બાબતે બોલતા ઓસ્ટિન એનર્જીના પ્રવક્તાએ કહ્યું કે, આશા છે કે આ કામના કારણે સાંપ અને એવા જીવોના હસ્તક્ષેપથી મુક્તિ મળી જશે. પાવરને લઈને આ પ્રકારની પરિસ્થિતિ સારી નથી. એટલે અમે સુરક્ષિત રૂપે વીજળી ચાલુ કરવા માટે જેટલી જલદી થઈ શકે, પ્રક્રિયાને અંતિમ રૂપ આપવા માગીએ છીએ. 

ગયા વર્ષે આ જ પ્રકારની એક ઘટના જાપાનમાં પણ બની હતી, જ્યાં લગભગ 10 હજાર ઘરોની વીજળી અચાનક જતી રહી હતી. આ ઘટનામાં પણ એક સાંપ વીજળીના સબસ્ટેશનમાં પડી ગયો હતો, ત્યારબાદ તેનું મોત થઈ ગયું હતું. તપાસકર્તાઓના જણાવ્યા મુજબ, સાંપ ત્યારે જ સળગી ગયો હતો, જ્યારે તે વીજ તારોના સંપર્કમાં આવી ગયો. તે એક તારના સંપર્કમાં આવી ગયો હતો અને પરિણામ સ્વરૂપ ધુમાડાના એલાર્મ વાગી ઉઠ્યા અને ફાયર વિભાગની 6 ગાડીઓ ઘટનાસ્થળ તરફ દોડી પડી હતી. જાણવા મળ્યું કે સાંપ મૃત હાલતમાં પડ્યો છે, આ ઘટના બાદ લગભગ 10 હજાર ઘરોની વીજળી જતી રહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp