પાકિસ્તાનના ગૃહમંત્રી પર થયો જૂતાથી હુમલો, આવી રીતે બચીને નીકળ્યા સનાઉલ્લાહ

PC: headtopics.com

પાકિસ્તાનના ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહ પર પંજાબ વિધાનસભાની બહાર જૂતાથી હુમલો કરવામાં આવ્યો હતો. જોકે જૂતા તેને વાગ્યા ન હતા. પરંતુ તેમની કારની વિન્ડશીલ્ડ પર જઈને પડ્યું હતું. જ્યારે જૂતાથી રાણા સનાઉલ્લાહ પર હુમલો કરવામાં આવ્યો ત્યારે તેઓ પંજાબ વિધાનસભાથી બહાર તરફ જઈ રહ્યા હતા. આ હુમલા પછી રાણા સનાઉલ્લાહની સિક્યોરિટી વધારી દેવામાં આવી છે. આ હુમલાના થોડા સમય પહેલા જ રાણા સનાઉલ્લાહે પંજાબ વિધાનસભા પરિસરમાં ઘણો હંગામો કર્યો હતો. હુમલો કોણે કર્યો તેની ઓળખ થઈ શકી નથી.

વિધાનસભાની બહાર જેવો જ જૂતાથી રાણા સનાઉલ્લાહ પર હુમલો થયો, તો તેમના ડ્રાઈવરે થોડા સમય માટે કારને રોકી લીધી હતી પરંતુ સિક્યોરિટી ગાર્ડ્સના કહેવા પર ડ્રાઈવરે કારને આગળ વધારી દીધી હતી. અસલમાં પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં વિઘટનના મામલા પર બવાલ થઈ છે. આ સિલસિલામાં રાણા સનાઉલ્લાહ નેતાઓને મળીને પંજાબ વિધાનસભામાં પહોંચ્યા હતા. જણાવી દઈએ કે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ઈમરાન ખાનની PTIની સરકાર છે અને આ સૂબામાં કેન્દ્રની શહબાઝ સરકાર પોતાની સત્તા ઈચ્છે છે.

આ કારણથી બંને વચ્ચે જબરજસ્ત તનાતની છે. આ વિવાદના કારણે પંજાબ સરકારે શહબાઝ શરીફના વિશેષ સહાયક અતાઉલ્લાહ તરાર સહિત તેમની પાર્ટીના ઘણા અન્ય નેતાઓ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. વિધાનસભાની કાર્યવાહી દરમિયાન પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝના સાસંદ અને નેતા પંજાબ વિધાનસભા પહોંચ્યા હતા પરંતુ તેમને બહાર જ રોકી દેવામાં આવ્યા હતા અને અંદર જવા દીધા ન હતા. જેના પછી ત્યાં બબાલ વધી ગઈ હતી. કેટલાંક નેતાઓએ બીજી જગ્યાથી અંદર જવાની કોશિશ કરી પરંતુ પોલીસે તેમને ધક્કામુક્કી કરી રોકી લીધા હતા.

જેના પછી રાણા સનાઉલ્લાહે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે સિક્યોરિટી એજન્સીને પણ કહેવામાં આવ્યું હતું કે તે પીએમએલ-એન પાર્ટીના નેતાઓને વિધાનસભામાં પ્રવેશ કરવા ન દે.જોકે એજન્સીઓએ ઈમરાન ખાનની આ વાત માનવો ઈન્કાર કરી દીધો હતો. રસપ્રદ વાત એ છે કે પંજાબ પ્રાંતમાં PML-N અને PTI ગઠબંધનમાં છે. આ સિવાય પણ પાકિસ્તાન પાસે પૈસાની તંગી પડતા લોકોને ભૂખમરાનો અને વીજળીની સમસ્યાના લીધે વીજળીકાપનો પણ સામનો કરવો પડી રહ્યો છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp