26th January selfie contest

27 રાજ્યો-14 દેશોના જમાઈ! છૂટાછેડા લીધા વગર વ્યક્તિએ 32 વર્ષમાં કર્યા 100 લગ્ન

PC: guinnessworldrecords.com

સમગ્ર વિશ્વમાં તમામ પ્રકારના રેકોર્ડ્સ (ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ) બન્યા છે અને આ પ્રથા ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. ઘણા લોકો હજુ પણ આ માટે પ્રયાસ કરી રહ્યા છે. કેટલાક સૌથી લાંબા નખનો રેકોર્ડ બનાવી રહ્યા છે, તો કેટલાક સૌથી લાંબી દાઢીનો રેકોર્ડ બનાવી રહ્યા છે. આજે અમે તમને એક એવી વ્યક્તિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેણે સૌથી વધુ લગ્ન કરવાનો રેકોર્ડ બનાવ્યો છે.

તેણે 100 થી વધુ મહિલાઓ સાથે લગ્ન કર્યા. આ લગ્ન 1949 થી 1981ની વચ્ચે થયા હતા. આશ્ચર્યની વાત એ છે કે લગ્ન (મેરેજ રેકોર્ડ્સ) છૂટાછેડા વગર કરવામાં આવ્યા હતા. આના કારણે તેણે વિશ્વમાં સૌથી વધુ બેથી વધારે લગ્ન કરનાર વ્યક્તિનો ખિતાબ પોતાના નામે કર્યો છે.

ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સે ટ્વિટર પર આનો એક વીડિયો શેર કર્યો છે. આમાં જીઓવાન્ની વિગ્લિઓટોની વાર્તા કહેવામાં આવી છે. એવું કહેવાય છે કે, તેનું અસલી નામ જીઓવાન્ની વિગ્લિઓટ્ટો નહોતું, પરંતુ તેણે તેની છેલ્લી પત્ની સાથે લગ્ન કર્યા ત્યારે તે જ નામનો ઉપયોગ કર્યો હતો.

તે 53 વર્ષની ઉંમરે પકડાયો હતો. બાદમાં તેણે દાવો કર્યો કે તેનો જન્મ 3 એપ્રિલ, 1929ના રોજ સિસિલી, ઇટાલીમાં થયો હતો. પછી તેણે તેનું અસલી નામ નિકોલાઈ પેરુસ્કોવ કહ્યું. જો કે, પછીથી એક ફરિયાદી દ્વારા કહેવામાં આવ્યું કે તેનું અસલી નામ ફ્રેડ ઝિપ છે અને તેનો જન્મ 3 એપ્રિલ, 1936ના રોજ ન્યૂયોર્કમાં થયો હતો.

વિગ્લિઓટોએ 1949 અને 1981ની વચ્ચે 104-105 સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા. તેની કોઈ પત્ની એકબીજાને ઓળખતી ન હતી. તે પણ વિગ્લિઓટ્ટો વિશે બહુ ઓછી જાણતી હતી. એવું કહેવાય છે કે તેણે આ લગ્ન અમેરિકાના 27 અલગ-અલગ રાજ્યો અને 14 અન્ય દેશોમાં કર્યા હતા. દરેક વખતે તે નકલી ઓળખ સાથે આવું કરતો હતો.

તે તમામ મહિલાઓને ચોર બજારમાં મળતો હતો અને પહેલી મુલાકાતમાં જ લગ્નનો પ્રસ્તાવ મુકતો હતો. લગ્ન કર્યા બાદ તે તેની પત્નીના પૈસા અને અન્ય કિંમતી સામાન લઈને ભાગી જતો હતો. ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સની વેબસાઈટ અનુસાર, તે મહિલાઓને કહેતો હતો કે હું દૂર રહું છું અને તેથી તમારી બધી વસ્તુઓ લઈને મારી પાસે આવી જાઓ.

જ્યારે મહિલાઓ તેમનો તમામ સામાન પેક કરીને તેની પાસે આવતી, ત્યારે વિગ્લિઓટો તેમનો તમામ સામાન ટ્રકમાં લઈને ભાગી જતો હતો. ત્યારબાદ તે ફરી વખત જોવા મળતો ન હતો. ચોરીનો તમામ સામાન તે ચોર બજારમાં જ વેચી દેતો હતો અને અહીંથી જ તે અન્ય બીજી મહિલાઓને શિકાર બનાવતો હતો.

તેની સામે અનેક ફરિયાદો હોવા છતાં તે ભાગવામાં સફળ રહેતો હતો. જોકે, તેનો છેલ્લો શિકાર બનેલી મહિલાએ તેને અમેરિકાના ફ્લોરિડામાં પકડી લીધો હતો. આ મહિલાનું નામ શેરોન ક્લાર્ક હતું અને તે ઇન્ડિયાનાના ચોર માર્કેટમાં મેનેજર તરીકે કામ કરતી હતી.

અહીં અધિકારીઓએ 28 ડિસેમ્બર, 1981ના રોજ વિગ્લિઓટ્ટોને પકડ્યો હતો. આ પછી જાન્યુઆરી 1983માં તેની સામે ટ્રાયલ શરૂ થઈ. તેને કુલ 34 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. જેમાં છેતરપિંડી માટે 28 વર્ષની અને એકથી વધુ લગ્ન કરવા બદલ છ વર્ષની સજા ફટકારવામાં આવી હતી. આ સાથે તેને 336,000 ડૉલરનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

તેણે પોતાના જીવનના છેલ્લા 8 વર્ષ એરિઝોના સ્ટેટ જેલમાં વિતાવ્યા હતા. બ્રેઈન હેમરેજને કારણે 1991માં 61 વર્ષની ઉંમરે તેનું અવસાન થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp