દીકરાએ 282 વખત છરો મારીને માતા-પિતાને પતાવી દીધા, પછી પોતે જ બોલાવી પોલીસ

PC: mirror.co.uk

37 વર્ષીય પોતાના માતા-પિતાની હત્યા કરી દીધી. તેણે 282 વખત છરા મારીને તેમનો જીવ લઇ લીધો. આ ક્રૂર હુમલામાં 3 અલગ-અલગ છરાઓનો ઉપયોગ કરવામાં આવ્યો. હાલમાં જ માતા-પિતાની હત્યાના કેસમાં દીકરા વિરુદ્ધ કોર્ટમાં સુનાવણી થઇ હતી. ઘટના ઇંગ્લેન્ડના યોર્કશાયરની છે. યોર્કશાયર લાઇવના રિપોર્ટ મુજબ 66 વર્ષીય જોન અને બેવર્લીની તેના પુત્ર ડેવિડે હત્યા કરી દીધી. ઘટનાને અંજામ આપવા માટે તેણે અલગ-અલગ 3 હથિયારોનો ઉપયોગ કર્યો. ડેવિડે જોન અને બેવર્લીને 282 વખત છરો માર્યો હતો.

જેના કારણે 21 ડિસેમ્બર 2021ના રોજ તેમનું મોત થઇ ગયું હતું. હેરાનીની વાત એ છે કે હત્યા કર્યા બાદ ડેવિડ ઘરના દરવાજા પર જ બેસીને પોલીસની રાહ જોતો રહ્યો છે. તેણે પોતે પોલીસને બોલાવી હતી, જ્યારે પોલીસ અધિકારીઓએ ઘરની અંદર જઇને જોયું તો તેઓ દંગ રહી ગયા. અંદર લોહીથી લથબથ બે શબ પડ્યા હતા. ડેવિડે ઘટનાસ્થળ પર ક પોતાના માતા-પિતાની હત્યાની વાત સ્વીકારી લીધી. ઘટનાની બ્રેડફોર્ડ ક્રાઉન કોર્ટે 20 જાન્યુઆરી 2023ના રોજ સુનાવણી થઇ હતી.

આ દરમિયાન કહેવામાં આવ્યું કે, ડેવિડ ઘણા વર્ષોથી માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓથી પીડિત હતો. તેણે થોડા મહિના અગાઉ જ હૉસ્પિટલમાંથી રજા મળી હતી, પરંતુ તે ફરી બીમાર થઇ ગયો. જો કે તેણે પોતે જ દવા લેવાની બંધ કરી દીધી હતી. તે સિઝોફ્રેનિયા અને પેરાનોયડ સાઇકોસિસ નામની બીમારીથી પીડિત હોવાનું જાણવા મળ્યું. હુમલાના એક દિવસ અગાઉ (20 ડિસેમ્બર 2021)ના રોજ ડેવિડે એક ડૉક્ટરને પણ દેખાડ્યું હતું, પરંતુ તેને દવાઓ મળી નહોતી.

કોર્ટમાં કહેવામાં આવ્યું કે, ડેવિડે પોતાની માતા ઉપર છરા કે બ્લેડથી 90 કરતા વધુ વખત પ્રહાર કર્યા હતા. તો પિતા ઉપર 180 કરતા વધુ વખત હુમલા કર્યા હતા. તેને જેલમાં અલગ રાખવાની ભલામણ કરવામાં આવી હતી કેમ કે તે હિંસક હતો અને માનસિક બીમારીથી પીડિત હતો.

બેંગ્લોરમાં એલહનકા લેઆઉટ પાસે 19 વર્ષીય કૉલેજની વિદ્યાર્થિનીની છરો મારીને હત્યા કરી દેવામાં આવી હતી. હત્યા કરનાર પ્રેમીને બુધવારે પોલીસે ધરપકડ કરી લીધી હતી. આરોપીની ઓળખ 25 વર્ષીય મધુચન્દ્રના રૂપમાં થઇ છે. પાગલ પ્રેમીએ દિબ્બુર પાસે શાનુભોગાનાહલ્લીની રહેવાસી વિદ્યાર્થિનીની છરો મારીને એ સમયે હત્યા કરી દીધી હતી, ત્યારે તે ખેતરમાંથી ગાયોને પાછી લાવવા ગઇ હતી. વિદ્યાર્થીને ગળામાં છરો માર્યા બાદ આરોપી મધુચન્દ્ર ફરાર થઇ ગયો હતો. ત્યારબાદ વિદ્યાર્થિનીને તાત્કાલિક હૉસ્પિટલ લઇ જવામાં આવી હતી, જ્યાં તેને મૃત જાહેર કરી દેવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp