રાષ્ટ્રગીત દરમિયાન આ દેશના રાષ્ટ્રપતિએ પેન્ટમાં જ કરી દીધો પેશાબ, જુઓ વીડિયો

PC: ladbible.com

સાઉથ સુડાનના રાષ્ટ્રપતિનો એક વીડિયો ઘણો વાયરલ થઈ રહેલો જોવા મળ્યો છે. આ એક રોડ કમિશનીંગ કાર્યક્રમ દરમિયાનનો છે, જેમાં સાઉથ સુડાનના 71 વર્ષના રાષ્ટ્રપતિ રાષ્ટ્રગીત દરમિયાન ઊભેલા જોવા મળે છે, તે સમયે તેમના ગ્રે કલરના પેન્ટ પર એક કાળો ધબ્બો ફેલાતો જોવા મળે છે. પછી ખબર પડી કે રાષ્ટ્રપતિએ પોતાના પેન્ટમાં જ પેશાબ કરી દીધો હતો. જેના પછી આ વીડિયોને ક્યારેય ટેલિવિઝન પર પ્રસારિત કરવામાં આવ્યો ન હતો પરંતુ કોઈએ આ વીડિયોને ઓનલાઈન સોશિયલ મીડિયામાં શેર કરી દેતા તે ઘણો ઝડપથી વાયરલ થયો હતો.

આ ડિસેમ્બર મહિનાનો વીડિયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ ઘટનાને સોશિયલ મીડિયામાં ફેલાવવા બદલ સરકારી મીડિયાના કુલ છ કર્મચારીઓને આ વીડિયો સર્ક્યુલેટ કરવાના આરોપમાં કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. રાષ્ટ્રીય પત્રકાર સંઘે રોયટર્સને આ અંગેની જાણકારી આપી છે. સાઉથ સુડાન યુનિયન ઓફ જર્નાલિસ્ટ્સના અધ્યક્ષ પૈટ્રિક ઓયેટે કહ્યું કે સરકારી સાઉથ સુડાન બ્રોડકાસ્ટીંગ કોર્પોરેશનની સાથે કામ કરનારા પત્રકારોની મંગળવારે અને બુધવારે અટકાયત કરવામાં આવી હતા.

તેમણે રોયટર્સને જણાવ્યું હતું કે, તેમને આ વાતની જાણકારી હોવાની આશંકા છે કે રાષ્ટ્રપતિના પેશાબ કરવાનો વીડિયો કેવી રીતે બહાર આવ્યો. જોકે સાઉથ સુડાનના સૂચના મંત્રી માઈકલ મક્યુઈ અને રાષ્ટ્રીય સુરક્ષા સેવાના પ્રવક્તા ડેવિડ કુમુરીએ ટિપ્પણીના અનુરોધન તરત જવાબ આપ્યો નથી. 2011માં સાઉથ સુડાનને સ્વતંત્રતા મળ્યા પછીથી કીર જ ત્યાંના રાષ્ટ્રપતિ છે. સરકારી અધિકારીઓએ સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અફવાઓનું વારંવાર ખંડન કર્યું કે રાષ્ટ્રપતિ અસ્વસ્થ છે. છેલ્લા એક દશકમાં દેશમાં સંઘર્ષ જ જોવા મળી રહ્યો છે.

રાષ્ટ્રપતિનો વીડિયો વાયરલ થયા પછી લોકોએ ઘણા રિએક્શન આપ્યા છે. અર્જેન કારાબસી નામના યુઝર્સે લખ્યું છે- સાઉથ સુદાનના રાષ્ટ્રપતિએ સત્તાવાર સમારોહમાં પોતાના પેશાબ પરનો અંકુશ ગુમાવી દીધો, ત્યારબાદ લાઈવ પ્રસારણ બંધ ન કરવા બદલ છ પત્રકારોની ધરપકડ કરવામાં આવી છે. જુલાઈ 2011થી સુદાનથી અલગ થયા પછીથી સાઉથ સુદાનમાં હજુ સુધી દેશમાં સ્થિરતા જોવા મળી નથી રહી. જ્યારે આ ઘટના અંગે સાઉથ સુડાનના માહિતી મંત્રી માઈકલ માકુઈએ વોઈસ ઓફ અમેરિકા રેડિયોને જણાવ્યું હતું કે પત્રકારોની અટકાયત કેમ કરવામાં આવી તે જાણવા માટે લોકોએ રાહ જોવી પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp