26th January selfie contest

પાકિસ્તાની જેલમાં 6 મહિના ઉંધો લટકાવીને ફટકારતા, દેશ પાછા ફરેલા યુવાનની વેદના

PC: postsen.com

પાકિસ્તાનની જેલમાં 28 મહિનાથી વધુ સમય વીતાવીને પરત ફરેલા રાજસ્થાનના બાડમેરના ગેમરા રામ પર એવો અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો કે જે વાંચીને તમારા રૂંવાડા કાંપી જશે. પાકિસ્તાનમાં જેલમાં તેને 6 મહિના સુધી ઊંધો લટકાવવાની જંગલીની  જેમ મારવામાં આવ્યો હતો. શનિવારે બાડમેર પહોંચેલા ગેમારા રામે જણાવ્યું કે ભૂલથી સરહદ પાર કરવા પર શું સજા થાય છે, તે પાકિસ્તાની જેલ પહોંચ્યા પછી ખબર પડી.

હવે તમને એ વાત કરીએ કે ગેમરા રામ પાકિસ્તાનની જેલમાં કેવી રીતે પહોંચ્યો? તો વાત એમ બની હતી કે પશ્ચિમ રાજસ્થાનના બાડમેર જિલ્લાની સરહદ પર સ્થિત એક નાનકડા ગામ કુમ્હારોં કા ટીંબામાં કોરોના લોકડાઉન દરમિયાન, એક દલિત કિશોર અને તેની પડોશમાં રહેતી એક બ્રાહ્મણ કિશોરી વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. તેઓ ગુપ્ત રીતે એકબીજાને મળતા હતા અને સાથે જીવન જીવવાની પ્રતિજ્ઞા લેતા હતા. પરંતુ તેનો પરિવાર અને ગ્રામજનો કોઈપણ સંજોગોમાં આ સંબંધ મંજૂર નહોતો.

દરમિયાન મેઘવાલ સમુદાયનો 17 વર્ષના ગેમારામ મેઘવાલ તેની પાડોશી પ્રેમિકા કિશોરીને મળવા માટે રાતના અંધારામાં તેના ઘરે ગયો, તે દરમિયાન છોકરીના પરિવારના લોકો જાગી ગયા અને તેને જોયો, ગેમરા રામ એટલો ડરી ગયો કે ભાગતા ભાગતા તેણે ભારત-પાકિસ્તાનની સરહદ પાર કરી દીધી.

બોર્ડરના તાર પાર કરીને ગેમરા રામ પાકિસ્તાનીની સરહદમાં ઘુસી ગયો તેમાં પાકિસ્તાન રેન્જર્સે તેને પકડી લીધો હતો. 24 જાન્યુઆરી 2021થી ગેમરા રામને પાકિસ્તાના હૈદ્રાબાદની જેલમાં રાખવામાં આવ્યો હતો. એ પછી 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડેના દિવસે તે પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થઇને ભારત આવ્યો.

ગેમરા રામે પાકિસ્તાની જેલમાં પોતાની વેદના વ્યકત કરતા કહ્યું હતું કે, આંખે પાટા બાંધી દે, ઉલટો લટકાવીને પછી જંગલીની જેમ ફટકારે. આવી યાતના મેં 6 મહિના સુધી વેઠી. નર્ક કરતા પણ બદતર સજા પાકિસ્તાનની જેલમાં આપવામાં આવે છે. પોતાની વેદનાની વાત કરતા કરતા ગેમરા રામ ધ્રુસ્કે ધુસ્કે રડી પડ્યો હતો.

તેણે કહ્યું કે પાકિસ્તાનની જેલમાં હજુ પણ 700થી વધારે ભારતીય કેદીઓ સજા ભોગવી રહ્યા છે જેમની હાલત એકદમ બદતર છે. સરકારે તેમને છોડાવવાની પેરવી કરવી જોઇએ.

જો કે રાજસ્થાન આવ્યા પછી તેની મુશ્કેલી ઓછી થઇ નથી. તેની સામે બાડમેર જિલ્લાના બીજરાડ પોલીસ સ્ટેશનમાં POCSO હેઠળ જાન્યુઆરી 2021માં કેસ નોંધાયેલો હતો. ગેમરા રામ જ્યારે ભારત પાછો ફર્યો ત્યારે સંયુક્ત તપાસ એજન્સીઓ તેની પુછપરછ કરીને બીજરાડ પોલીસ સ્ટેશનને સોંપી દીધો હતો. બીજરાડ પોલીસ સ્ટેશને તેની ધરપકડ કરીને  કોર્ટમાં રજૂ કર્યો હતો. સગીર યુવતી સાથેના પ્રેમના ચક્કરમાં ગેમરા રામે પોલીસ સ્ટેશનમાં POSCOનો કેસ નોંધાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp