'મને બહાર કાઢો, હું જીવનભર ગુલામી કરીશ', કાટમાળમાં દટાયેલી બાળકીની અપીલ

સોમવારે તુર્કી અને સીરિયામાં આવેલા શક્તિશાળી ભૂકંપ બાદ સર્વત્ર તબાહી જ દેખાઈ રહી છે. ઈમારતોના કાટમાળમાંથી મૃતદેહોને બહાર કાઢવાની પ્રક્રિયા ચાલી રહી છે. પરંતુ આ બધાની વચ્ચે કેટલીક એવી તસવીરો પણ સામે આવી રહી છે, જે કોઈ ચમત્કારથી ઓછી નથી. ઉત્તર સીરિયામાં ભૂકંપના 36 કલાક પછી એક ભાઈ અને બહેનને કાટમાળ નીચેથી જીવતા બહાર કાઢવામાં આવ્યા હતા.

એક સૂત્રો પાસેથી પ્રાપ્ત થતાં અહેવાલ અનુસાર, બેસનયા- બસઈનેહ સીરિયાના હરમ શહેરની નજીકનું એક નાનું ગામ છે. અહીં પણ ભૂકંપના કારણે ભારે વિનાશ થયો હતો. જ્યારે રેસ્ક્યુ ટીમ અહીં પહોંચી તો એક છોકરી અને તેના ભાઈને કાટમાળ નીચે જીવતા દટાયેલા જોઈને તેઓ ચોંકી ગયા. છોકરીએ બચાવકર્તાને કહ્યું, 'મને અહીંથી બહાર નીકળો, તમે જે કહેશો તે હું કરીશ, હું આખી જીંદગી તમારી નોકર બનીને રહીશ.' આના પર બચાવકર્તાએ જવાબ આપ્યો ... ના, ના.

આ પછી રેસ્ક્યુ ટીમે બાળકી અને તેના ભાઈને બહાર કાઢ્યા. યુવતીનું નામ મરિયમ છે. જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે તે તેના ભાઈ સાથે પલંગ પર સૂતી હતી. મરિયમના ભાઈનું નામ ઈલાફ છે.

મુસ્તફા જુહૈર અલ-સૈયદે જણાવ્યું કે, તેની પત્ની અને ત્રણ બાળકો સૂઈ રહ્યા હતા. ત્યારે આ ભૂકંપ આવ્યો. અમને જમીન ધ્રુજતી અનુભવાઈ. દરમિયાન ઘરનો કાટમાળ અમારા પર પડવા લાગ્યો. અમે બે દિવસ કાટમાળ નીચે દટાયેલા રહ્યા. તેણે કહ્યું, આ દરમિયાન મેં માત્ર એટલું જ વિચાર્યું કે આવું કોઈની સાથે ન થવું જોઈએ.

જ્યારે મુસ્તફા ઝુહૈર અને તેનો પરિવાર કાટમાળ નીચે દટાયો હતો, ત્યારે તે મોટેથી કુરાનનો પાઠ કરી રહ્યો હતો અને પ્રાર્થના કરી રહ્યો હતો, જેથી કોઈ તેનો અવાજ સાંભળે અને તેની મદદ કરે. આ પછી લોકોએ તેનો અવાજ સાંભળ્યો અને મદદ માટે આગળ આવ્યા. પહેલા તેને, તેની પત્નીને બચાવી લેવામાં આવી હતી. આ પછી તેમના બાળકોને બચાવી લેવામાં આવ્યા હતા. તેણે બચાવકર્તાઓનો આભાર માન્યો.

અલ-સૈયદનું ઘર ઇદલિબ વિસ્તારમાં આવે છે. આ વિસ્તાર બળવાખોરોના નિયંત્રણમાં છે. અહીં અત્યાર સુધીમાં 1220 લોકોના મોત થયા છે. જ્યારે સેંકડો ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ છે. જ્યારે, સરકારના નિયંત્રણવાળા સીરિયામાં અત્યાર સુધીમાં 812 લોકોના મોત થયા છે. આટલું જ નહીં હજુ મૃત્યુઆંક વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સોમવારે સવારે 4 વાગ્યે તુર્કી અને સીરિયામાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેણે તુર્કી અને સીરિયામાં ભારે તબાહી મચાવી હતી. ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 8300 લોકોના મોત થયા છે. તુર્કીમાં 5,894 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 34,810 લોકો ઘાયલ થયા છે. જ્યારે, સીરિયામાં 2100 લોકોએ જીવ ગુમાવ્યા છે. તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપથી લગભગ 11,000 ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ છે. તુર્કીમાં 8000 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. અહીં 55000થી વધુ બચાવકર્તા બચાવ કાર્યમાં લાગેલા છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.