આંખોમાં કાજલ, લાંબા વાળ, ખુલ્લા પગ, આ છે તાલિમ પુરી કરનારા તાલિબાની પાયલટ

PC: navbharattimes.indiatimes.com

સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી એક તસવીરમાં દાવો કરવામાં આવ્યો છે કે તાલિબાને અફઘાનિસ્તાનમાં પહેલા ત્રણ લોકોને પાઇલટ લાયસન્સ જારી કર્યા છે. ત્રણેએ અફઘાનિસ્તાનમાં જ એક ટ્રેનિંગ સેન્ટરમાંથી પાઇલટ બનવાની ટ્રેનિંગ લીધી છે. આ તસ્વીર જોઇને હસવું કે રડવું તે સમજ નથી પડતી.

સોશિયલ મીડિયા પર એક તસ્વીર વાયરલ થઇ રહી છે. જેમાં 3 વ્યકિતઓ એક સર્ટિફિકેટ બતાવતા નજરે પડી રહ્યા છે. આ સર્ટિફિકેટ પર હેલિકોપ્ટરની તસ્વીર જોઇ શકાય છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલી આ તસ્વીરમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ સર્ટિફેકેટ તેમનું પાયલોટ લાયસન્સ છે, જે તેમને તાલિબાને આપ્યું છે. લાંબા વાળ, ખુલ્લા પગ અને આંખમાં કાજળ લગાવનારા આ તાલિબાની પાયલોટ એક ઓફીસમાં બેઠેલા નજરે પડે છે.

ઓગસ્ટ 2021માં તાલિબાને અફઘાનિસ્તાન પર કબ્જો મેળવ્યો હતો અને તેઓ અત્યારે અફઘાન પર રાજ કરી રહ્યા છે.જો કે તેમના કબ્જા પછી શિક્ષણ અને રોજગાર તો જાણે અંતિમ શ્વાસ લઇ રહ્યા હોય તેવી સ્થિતિ છે.

તાલિબાની પાયલોટ્સની આ તસ્વીર ત્યારે સામે આવી જ્યારે અફઘાનિસ્તાનના પત્રકાર કાબુલ ખાને તેને ટ્વીટર પર શેર કરી હતી. પત્રકાર કાબુલે લખ્યું કે તાલિબાની એરફોર્સના ત્રણેય પાયલોટને અભિનંદન જેમણે એક ટ્રેનિંગ સેન્ટરમાંથી ગ્રેજ્યુએશન પુરુ કર્યું છે. આ બધા સારા લાગી રહ્યા છે અને મિશન માટે તૈયાર છે. આ તસ્વીરને આઠમી બ્રિગ્રેડના ઇન્ટરનલ કમાન્ડર મંત્રાલયના જનરલ હારુન મોબારેજે પણ શેર કરી છે.

જનરલ હારુને લખ્યું કે, એક ટ્રેનિંગ સેન્ટરમાંથી નવા નવા ગ્રેજ્યુએટ થયેલા તાલિબાની પાયલોટના સર્ટિફીકેટ પરથી એવું ખબર પડ છે કે તેઓ ઓપરેશનલ હેલિકોપ્ટર સેક્શનમાં પાયલોટ બન્યા છે. ભગવાન ના કરે, તેઓ જ્યારે પણ ઉડાન ભરે ત્યારે આસમાનમાંથી નીચે જેને ઇચ્છે તેને ગોળી મારી દે.

આ તસ્વીરને પત્રકાર અસદ સૈમ હન્નાએ પણ શેર કરી છે. સોશિયલ મીડિયામાં આ તસ્વીરને આવા જ દાવા સાથે શેર કરવામાં આવી રહી છે, પરંતુ સ્વતંત્ર રીતે આ વાતની પૃષ્ટિ થઇ નથી.

આ તસવીરને લઈને ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે તાલિબાનને ટ્રોલ કર્યા છે. તેમણે લખ્યું છે કે તાલિબાને તેના પહેલા ત્રણ પાઈલટને ફ્લાઈટ સર્ટિફિકેટ આપ્યા હતા. તે સ્વર્ગની સીધી ફ્લાઇટ હશે. અન્ય એક યુઝરે સવાલ પૂછતા કહ્યું કે, તાલિબાને તેમના ત્રણ પાયલટોને ફ્લાઈટ સર્ટિફિકેટ આપી દીધા છે પરંતુ ખરો સવાલ એ છે કે શું તેઓ લેન્ડ કરી શકશે?. એક યૂઝરે લખ્યું કે આશા રાખીએ કે તેઓ ભારત પરથી ઉડાન નહીં ભરે.

 અફઘાનિસ્તાન હવે તાલિબાની નિયમો પર ચાલી રહ્યું છે, એ જોતા આ 3  લડાકૂઓને પાયલોટનું લાયસન્સ આપ્યું હોય તો તેમાં કોઇ નવાઇ નથી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp