બંદૂક નહીં પરંતુ MADA 9 ગરજશે, જુઓ કેવી છે તાલિબાનના રાજમાં બનેલી પહેલી સુપરકાર

PC: cartoq.com

ભારતમાં ઓટો એક્સ્પોના 16મી સીઝન ચાલી રહી છે, દેશમાં ચારે તરફ ઈલેક્ટ્રીક વાહનો અને કોન્સેપ્ટ સહિત ઘણી નવી કારોની ચર્ચા થઈ રહી છે. આ વચ્ચે તાલિબાની હુકુમતના અફઘાનિસ્તાનમાં પહેલી કન્ટ્રી મેડ સુપરકારે દસ્તક આપી છે. હંમેશાં બંદૂકો, હિસા અને ફતવાને લીધે ચર્ચામાં બની રહેનારા આ દેશની પહેલી સુપરકારને એક સ્થાનિય એન્જીનિયરે બનાવી છે. Toyotaના એન્જિનમાંથી બનાવવામાં આવેલી આ નવા MADA 9 સુપરકારના ફીચર્સ અંગે.

જણાવી દઈએ કે, કાબુલના રહેનારા એન્જિનીયર મોહમ્મદ રઝા અહમદીએ આ સુપરકારને તૈયાર કરી છે. આ કારના નિર્માણ છેલ્લાં પાંચ વર્ષોથી ચાલી રહ્યું હતું. જે પાછળની સરકારમાં શરૂ થયું હતું. સ્થાનિય એનટોપ કાર ડિઝાઈન સ્ટુડિયોમાં તૈયાર કરવામાં આવેલી આ કારમાં હજુ ઘણું કામ બાકી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે હજુ આ કારનું ઈન્ટીરિયર સંપૂર્ણ રીતે તૈયાર થયું નથી. આથી તેના ફીચર્સ અને ટેકનીક અંગે કોઈ જાણકારી હાથ લાગી નથી. આ સુપરકારને તૈયાર કરવામાં આશરે 30 એન્જિનીયરો કામ કર્યું છે.

જોકે આ કારનો વીડિયો અને ફોટા આ પહેલા પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા હતા. પરંતુ હાલમાં જ તેને તાલિબાન હુકુમતે બગરામ એરબેઝ પર તેને જાહેર કરી હતી. હજુ આ કારના સ્પેસિફિકેશન, ફીચર્સ અને ટેકનીક વગેરે અંગે કોઈ જાણકારી શેર કરવામાં આવી નથી. પરંતુ મીડિયા રિપોર્ટ્સની માનીએ તો આ કારમાં ટોયોટા કોરોલાના એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કારને MADA9 નામ આપવામાં આવ્યું છે.

અફઘાનિસ્તાન ટેકનીકલ વોકેશનલ ઈન્સ્ટીટ્યૂટના હેડ ગુલામ હૈદર શહામતે મીડિયાને આપેલા સ્ટેટમેન્ટમાં કહ્યું છે કે આ કારમાં Toyota Corollaનું અન્જિન વાપરવામાં આવ્યું છે. આ એક પ્રોટોટાઈપ કાર છે, અને સંપૂર્ણ રીતે તૈયાર નથી. બ્લેક કલરની આ સુપરકાર જોવામાં આકર્ષક છે. યુએનમાં અફઘાનિસ્તાનના રાજદૂત સુલેહ શાહીને આ કારનો એક વીડિયો પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલના માધ્યમથી શેર કરતા કહ્યું છે કે, અફઘાનના કાબેલ યુવાનોને ઈચ્છા છે કે તે અફઘાનિસ્તાનના વિકાસમાં પોતાની મહત્વની ભૂમિકા અદા કરે.

જણાવી દઈએ, એક એવો દેશ જ્યાં છેલ્લા 40 વર્ષથી જ્યાં લડાઈની સ્થિતિ બનેલી છે, ત્યાં એક સુપરકારનું નિર્માણ થવું એક સુખદ સમાચાર છે. અહીં એ ધ્યાન આપવું પણ જરૂરી છે કે અફઘાનિસ્તાનમાં ઓટો-સેક્ટરની કોઈ ઈન્ડ્સ્ટ્રી નથી. એ પણ કહેવામાં આવી રહ્યું છે કે આ સુપરકારને આ વર્ષે કતરમાં આયોજિત થનારા કાર એક્સ્પોમાં પણ જાહેર કરવામાં આવી શકે છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp