ચીનનું આખું એક રાજ્ય બન્યું કોરોના પોઝિટિવ, શહેરની 90% વસ્તી સંક્રમિતઃ સરકાર

PC: science.org

ચીનમાં કોરોનાનો કોહરામ ચાલુ જ છે. ત્યાં દરેક શહેરોમાં લોકો મોટી સંખ્યામાં કોરોના સંક્રમિત થઇ રહ્યા છે. તે દરમિયાન ચીનના ત્રીજા સૌથી વધારે આબાદી વાળા હેનાન પ્રાંતના 90 ટકા લોકો કોરોના સંક્રમિત થઇ ગયા છે. હેનાન પ્રાંતના સ્વાસ્થ્ય વિભાગના અધિકારીએ જ આ જાણકારી આપી છે. આ પહેલા કોરોનાની પહેલી લહેરમાં ચીનના વુહાન પ્રાંતમાં કોરોનાએ આ જ રીતે લોકોને હેરાન કર્યા હતા. વિશ્વભરમાં વુહાનથી જ કોરોનાનો પહેલો કેસ મળ્યો હતો.

સમાચાર એજન્સી અનુસાર, હેનાન પ્રાંતના સ્વાસ્થ્ય આયોગના નિર્દેશક કાન ક્વાનચેંગે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, 6ઠ્ઠી જાન્યુઆરી, 2023 સુધી હેનાનમાં કોરોના સંક્રમણ દર 89.0 ટકા હતું. એટલે કે, હેનાનમાં 99.4 મિલિયનની આબાદીમાંથી 88.5 મિલિયન લોકો કોરોના સંક્રમિત થયા છે.

ચીને સતત થઇ રહેલા વિરોધ બાદ ગયા મહિને ઝીરો કોવિડ પોલિસી ખતમ કરી હતી. ત્યાર બાદથી ચીનમાં કોરોના કેસ ઝડપથી વધી રહ્યા છે. ત્યાં સુધી કે, મીડિયા રિપોર્ટ્સમાં સામે આવ્યું હતું કે, ચીનનું સ્વાસ્થ્ય વિભાગ ખરાબ રીતે પ્રભાવિત થયું છે.

ચીનમાં હોસ્પિટલોમાં લાંબી લાંબી લાઇન લાગી રહી છે. કેટલાક શહેરોની હોસ્પિટલોમાં સારવાર માટે બેડ નથી બચ્યા. દવાઓની પણ ભારે અછત છે. બીજિંગ સહિત કેટલાક પ્રાંતથી ચોંકાવનારા વીડિયો સામે આવ્યા હતા. ત્યાં સ્મશાનોમાં લાંબી લાઇન લાગી છે. લોકોના અંતિમ સંસ્કાર કરવા માટે રાહ જોઇ રહ્યા છે. આ બધા સિવાય ચીને પોતાની બોર્ડર સૂંપર્ણ રીતે ખોલી દીધી છે. એટલું જ નહીં ચીનમાં વિદેશથી આવનારા યાત્રિઓ માટે ક્વોરંટ્ન નિયમોને પણ ખતમ કરી દીધા છે.

ચીન પર કોરોનાના આંકડા છુપાવવાનો પણ આરોપ લાગી રહ્યો છે. ચીનનો દાવો છે કે, ત્યાં ડિસેમ્બરથી 1.2 લાખ કેસ જ સામે આવ્યા છે, જ્યારે 30 લોકોના જ મોત સામે આવ્યા છે. ચીને કોરોનાથી થનારા મોતને લઇને પણ નિયમોમાં પરિવર્તન કર્યો હતો.

ચીનમાં કોરોના કાબૂ બહાર જઇ ચૂક્યો છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પણ માન્યું હતું કે, કોરોના હજુ પણ સૌથી મોટો પડકાર બનેલો છે. જોકે, આ બધા છતાં ચીન કોરોનાને લઇને આંકડા નથી બતાવી રહ્યું. પણ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના રિપોર્ટે તેની પોલ ખોલી દીધી. તેના વિકલી રિપોર્ટ અનુસાર, ચીનમાં એક સપ્તાહમાં કોરોનાના નવા કેસમાં લગભગ 50 ટકાનો વધારો થયો છે. રિપોર્ટ કહે છે કે, 26મી ડિસેમ્બરથી 1લી જાન્યુઆરી દરમિયાન કોરોનાના 2.18 લાખથી પણ વધારે કેસ સામે આવ્યા છે. જ્યારે, તેનાથી 12થી 18 ડિસેમ્બર દરમિયાન 1.47 લાખ નવા કેસ સામે આવ્યા હતા. આ હિસાબે ચીનમાં કોરોનાના નવા કેસ 48 ટકાથી પણ વધારે વધી ગયા છે.

વિશ્વભરમાં કોરોનાના ગયા સપ્તાહમાં 2,914,908 કેસ મળે છે. તેમાંથી સૌથી વધારે કેસ જાપાનમાં મળ્યા છે. જાપાનમાં ગયા 1 સપ્તાહમાં કોરોનાના 1,174,110 કેસ મળ્યા છે. જ્યારે, દક્ષિણ કોરિયામાં 403,800 કેસ, અમેરિકામાં 187,814 કેસ, કાઇવાનમાં 182,443 કેસ મળ્યા છે.

જ્યારે, મોતની વાત કરીએ તો વિશ્વભરમાં એક સપ્તાહમાં કોરોનાથી 11,126ના મોત થયા છે. ગયા 7 દિવસમાં સૌથી વધારે મોત જાપાનમાં થયા છે. તેના સિવાય, અમેરિકામાં 1372, જર્મનીમાં 1223, ફ્રાંસમાં 601, બ્રાઝીલમાં 960 લોકોના કોરોનાથી મોત થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp