
એક મહિલાએ નવી જોબની સેલેરીમાં અંદાજે 16 લાખની વૃદ્ધિ વિશે જણાવવા માટે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેના કારણે તેને નોકરી પરથી હટાવી દેવામાં આવ્યું છે.
જૂનમાં લેક્સી લાર્સને ટિકટોક પર એક વીડિયો શેર કર્યો હતો, તેને જણાવ્યું હતું કે, માર્કેટિંગ એજન્સીમાં તેની સેલેરી અંદાજે 56 લાખ હતી. ટેક ઇન્ડસ્ટ્રીમાં તેને નવી નોકરી મળી, જ્યાં તેને અંદાજે 72 લાખ રૂપિયા વાર્ષિક સેલેરી મળશે.
વીડિયોમાં અમેરિકાના ડેનવરમાં રહેતી લેક્સીએ પોતાની સ્પેન્ડિંગ હેબીટ્સ વિશે વાત કરી હતી અને જણાવ્યું હતું કે, તેને નવી જોબ કેવી રીતે મળી? પણ લેક્સીએ કહ્યું કે, કંપનીએ જયારે તેનો ટિકટોક એકાઉન્ટ શોધી લીધું તો તેને વીડિયો ડીલીટ કરવાના શરૂ કરી દીધા, જેથી તે બોસના ગુસ્સાથી બચી શકે.
USA Today ના એક રિપોર્ટ અનુસાર, લેક્સી જાણતી હતી કે, National Labor Relations Act ના હેઠળ તેને સેલેરી ડિસ્કસ કરવાનો અધિકાર છે, આ ઉપરાંત તેને વીડિયો ડીલીટ કરી નાંખ્યો હતો. અંતે સુપરવાઈઝરે તેની સાથે તેના ટિકટોક એકાઉન્ટ વિશે વાતચીત કરી હતી.
લેક્સીએ એક વીડિયોમાં જણાવ્યું કે, કંપનીને સોશિયલ મીડિયા પર પોતાની સેલેરી વિશે માહિતી આપવી પસંદ નથી, જ્યારે તેને પૂછવામાં આવ્યું કે, શું તેના વીડિયોએ કોઈ સિક્યોરિટી નિયમોનું ઉલ્લંઘન કર્યું છે તો તેને સીનિયરને ના પાડી દીધું, પણ કંપની તરફથી કહેવામાં આવ્યું કે, તે લોકો આવું રિસ્ક લેવા ઈચ્છતા નથી.
લેક્સીએ વીડિયોમાં કહ્યું કે, ‘ટિકટોકના કારણે મારી જોબ ચાલી ગઈ,’ તેને જણાવ્યું કે, હાયરિંગના બે અઠવાડિયા પછી જ તેને કંપનીમાંથી કાઢી મૂકવામાં આવ્યું છે, કંપનીએ આના પાછળ સિક્યોરિટી કન્સર્નનું કારણ જણાવ્યું છે.
એમ્પ્લાયર્સ માટે સોશિયલ મીડિયા મોનીટરીંગ પોલિસીને લઈને USA Today એ law firm Joseph & Norinsberg LLC ના પાર્ટનર બેનિટા જોસેફ સાથે વાતચીત કરી હતી તેમને કહ્યું કે, કંપની આ વાતનું ખાસ ધ્યાન રાખે છે કે, તમે કોઈ ભેદભાવપૂર્ણ નિવેદન ન આપો, ટ્રેડ સીક્રેટસનો ખુલાસો ન કરે, ધમકી ન આપો અને કોઈ ગેર કાયદાકીય વર્તન ન કરે. જો કંપની તમને આમાંથી કોઈ પણ કામ કરતી જુએ છે, તો આ આધારે તમારી નોકરી જઈ શકે છે.
વીડિયોના કારણે લેક્સીના ટિકટોક ફોલોઅર્સમાં ઝડપી વધ્યા. હવે તેના ફોલોઅર્સ અંદાજે 33 હજાર લોકો છે, તેને અંતે વીડિયોમાં બતાવ્યું કે, નોકરીથી હટાવ્યાની માહિતી મળ્યા પછી તેને પોતાના જૂના મેનેજરને ફોન કર્યો અને તેને એકાઉન્ટ મેનેજરના જોબ પર લેક્સીને ફરીથી જોઈન્ટ કરાવ્યું. લેક્સીના આ વીડિયોને 10 લાખથી વધુ લોકોએ જોયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp